________________
૩૭૪
રાજહૃદય ભાગ–૧૧
તા. ૨-૧૨-૧૯૯૦, પત્રાંક - પ૭૨, પ૭૩
પ્રવચન ન. ૨૬૬
“શ્રીમદ્ રાજચંદ્રવચનામૃત, પત્ર-પ૭રમો ચાલે છે, પાનું-૪૫૪. છેલ્લો Paragraph ચાલે છે.
આખા પત્રનો સારાંશ એ છે કે જીવ પાત્રતામાં આવીને એટલે કે દર્શનમોહના રસને મંદ કરીને, દર્શનમોહની શક્તિને ઘટાડીને સન્દુરુષને ઓળખે. એ એને મોક્ષ પર્વતની જીવન્મુક્તદશા પ્રાપ્ત થાય એવી એક સળંગ Line સંધાય જાય છે.
છેલ્લો Paragraph. “જીવ કોઈક વાર આવી વાતનો વિચાર કરે...” એમ કહે છે કે જે વસ્તુ જોઈએ છે. પ્રાપ્ત કરવી છે એની ભાવના વારંવાર થવી એ સહજ છે. સહજ જ એની ભાવના વારંવાર થાય. પણ જીવ કોઈક વાર આવી વાતનો માત્ર વિચાર કરે એનો અર્થ એ છે કે એની ભાવના નથી. ક્યારેક વિચાર આવે છે, ઇચ્છા થાય છે. વિચારની પૂર્તિ અર્થે વાંચન-શ્રવણ કરી લ્ય છે. વળી પાછો એ વિષયને છોડી દે છે. અસત્પ્રસંગોમાં પાછી પોતાની ભાવના તો ઊભી જ છે. એટલે અસત્સંગ અને અસપ્રસંગોમાં વળી પાછું એનું જ પરિણમન છે એ પોતાના રસથી-આત્મરસથી દૂર ચાલ્યું જાય છે. વિભાવરસમાં પોતાનો આત્મા વધારે ખેંચે છેવળી પાછો આ વિચાર કરવા આવે છે. એમ કોઈ કોઈ વાર આ વાતનો વિચાર કરે તો એથી કરીને અનાદિ અભ્યાસનું બળ ઘટવું કઠણ પડે...” તો એથી કરીને એને કાંઈ અનાદિનો અભ્યાસ ન મટે, અથવા અનાદિની જે વિપરીત રસની પરિણતિ છે એમાં ફેર નહિ પડે. જે ઊલટી પરિણતિ છે એમાં ફેર નહિ પડે કાંઈ. એ તો એમ ને એમ રહી જશે. ક્યારેક વિચાર કરે, વળી પાછો છોડી દે, વળી ક્યારેક વિચાર કરે, વળી ક્યારેક (છોડી દે. એમ ક્યારેક ક્યારેક વિચાર કરતા આ કામ થવામાં એ આગળ વધે એવી પરિસ્થિતિ નથી.
મુમુક્ષુ:- એવી સ્થિતિ થવાનું કારણ શું?
પૂજ્ય ભાઈશ્રી – ભાવના નથી. પોતાને પ્રાપ્ત કરવાની ભાવના નથી ભાવના હોય તો સહજ જ પરિણામ લાગ્યા કરે. જે ચીજ જોઈએ છે એની પ્રાપ્તિની ભાવના હોય તો પરિણામ એની પાછળ કૃત્રિમતાથી લગાવવા ન પડે, સહેજે સહેજે લાગે છે.