________________
૩૭૧
પત્રાંક-પ૭ર ગમે તે કરે એ બધી ગડબડવાળું જ રહેવાનું છે. કયાંય એનો ઉકેલ આવવાનો નથી.
મુમુક્ષુ – કષાય જેટલી સહેલાઈથી ખ્યાલમાં આવે છે. એટલી સહેલાઈથી રસ ખ્યાલમાં નથી આવતો.
પૂજ્ય ભાઈશ્રી:-હા. કષાય થોડો વધારે સ્થૂળ છે. રસ એથી સૂક્ષ્મ છે. પણ એથી ન પકડાય એવું કાંઈ નથી. અવલોકનની જેટલી Practice એટલું પકડી શકાય છે. પહેલી વખત ઝવેરી બનતી વખતે હીરો જોવે અને ઝવેરી થઈ ગયા પછી પચ્ચીસમે વર્ષે જોયો એમાં ફેર ખરો કે નહિ? એની એ નજર છે. આંખો એની એ છે. આંખમાં કાંઈ વધારે સુધારો થઈ ગયો એવું નથી. જોવાની Practice વધી છે. બીજું કાંઈ નથી. એની જે ખૂબીઓ જોવાની છે, ડાઘ જોવાના છે કે જે કાંઈ એને જોવાના પાંચ-દસ પડખાઓ છે, એ પડખાઓ જોવાની એની Practice જવધી છે. બીજું કાંઈ નથી.
એમ અહીંયાં પણ અવલોકનની Practice વધવી જોઈએ. વિચાર કરે છે પણ અવલોકન કરતો નથી. એટલે વિચારમાં ને વિચારમાં આગળ વધીને જ્ઞાનનો ક્ષયોપશમ વધારે છે. કેમકે વિચાર વધવા અર્થે વાંચન કરે છે, શ્રવણ કરે છે, ચર્ચાઓ કરે છે, ચિંતવન કરે છે, મનન કરે છે. અવલોકન કરવું એ જુદી વાત છે. એ વગર રસ પકડવામાં નહિ આવે. જે રસ પકડવો છે એ થોડો સૂક્ષ્મ જરૂર છે પણ એ તો પોતે અવલોકન કરે તો જરૂર પકડાય એવું છે. ન અવલોકન કરે તોન પકડાય. એ તો સીધી વાત છે.
વિચારથી કરી તુચ્છપણું સમજાવા માટે પ્રથમ તે પંચવિષયાદિના સાધનની નિવૃત્તિ કરવી વધારે યોગ્ય છે...” શું કહે છે? એ વિચારથી તુચ્છપણું સમજાય તે માટે તે તે સંયોગોનો ત્યાગ કરવો એ વધારે અનુકૂળ છે. કેમ? કે ગ્રહણ કાળે તો એનો અભિપ્રાય પડ્યો છે એટલે રસ રેડાઈ જાય છે. એટલે એણે રસની નિવૃત્તિ કરવી હોય તો પ્રસંગની પણ નિવૃત્તિ કરવી એના માટે યોગ્ય છે. આ હેતુ છે. રસની નિવૃત્તિનો હેતુ ન હોય અને એકલો ત્યાગ કરે તો નિષ્ફળ જાય જરૂર, પણ રસ નિવૃત્તિ અર્થે ત્યાગ કરે તો એને એ પોતાના રસનિવૃત્તિમાં સહાયકનિમિત્ત છે. કેમકે તેથી વિચારનો અવકાશ પ્રાપ્ત થાય છે.'
મુમુક્ષુ – એટલો વિવેક હોવો જોઈએ.
પૂજ્ય ભાઈશ્રી - એટલો વિવેક આવે છે અને એ ત્યાગની દશામાં એને વિચારનો અવકાશ વધારે મળે છે. વધારે વિચાર કરવાની જગ્યા થાય છે કે હવે હું મારા પરિણામને જોઉં, તપાસું (કે) કેમ રહેછે?