________________
પત્રાંક-પ૭ર
૩૬૭ કષાયની તીવ્રતા થતી હતી એટલે એને ધમાલ લાગતી હતી. પરિણામમાં પણ એટલો લોમવિલોમ થતો હતો. હવે કષાય મંદ થયો, પ્રવૃત્તિ ઓછી થઈ તો પછી હવે કાંઈ વાંધો નથી. હવે બરાબર છે. ધીમે ધીમે આ પણ આત્માને બહુ નુકસાન કરે એવી પ્રવૃત્તિ નથી લાગતી એને પોતાને. મને આ પ્રવૃત્તિથી કોઈ વિશેષ બાધ નહિ થાય અને હવે એ અનુક્રમે એને પણ હું છોડી દઈશ. અને છતાં થોડીઘણી કરીશ ત્યારે પણ હું બરાબર જાગૃતિ રાખી લઈશ.
“એ આદિ ભ્રાંતદશા તે દોષ કરે છે;” જીવને આવી ભ્રમણા થાય છે. આ વિષયમાં આવી એને ભ્રમણા થાય છે. પોતે પોતાને ખોટી રીતે છેતરી દે છે, ખોટી રીતે સંતોષ પકડે છે. અને જ્યાં જ્યાં વર્તમાન પરિણામમાં જીવને સંતોષ આવ્યો, ત્યાં ચારિત્રમોહ ભલે મંદ હોય, દર્શનમોહની તીવ્રતા થયા વિના રહે નહિ. આ સિદ્ધાંત છે. કેમકે પયયદૃષ્ટિ ત્યાં વધારે તીવ્ર થઈ. પર્યાયદૃષ્ટિ તીવ થઈ એટલે દર્શનમોહ તીવ્ર થયો. એ રીતે પોતે ભ્રાંતદશામાં એવો દોષ કરે છે.
જેથી તે દોષનો સંબંધ જીવ છોડતો નથી, તે સંબંધ એને છૂટતો નથી. અથવા તે દોષ (ક્રમે કરીને) વધે છે... એટલે દર્શનમોહ વધે છે. દર્શનમોહનો એને દોષ છૂટતો નથી. દર્શનમોહ વધતો જાય છે અને તેનું લક્ષ તેને આવી શકતું નથી. એ વાત એને લક્ષ ઉપર આવતી નથી. શું છે કે જીવના સમજણમાં, ઉપયોગમાં સ્થૂળતા હોવાને લીધે ચારિત્રમોહમંદ થાય છે એનો ખ્યાલ આવે છે. કયાં કયાં દર્શનમોહ તીવ્ર થાય છે, મંદ થાય છે, એ વિષય ઉપર એનું લક્ષ જતું નથીજુઓ ! કેવી સૂક્ષ્મ વાત સ્થાપી છે.
એમણે આ બાજુએક સહેલી વાત શું લીધી?કે જો સપુરુષ પ્રત્યે બહુમાન આવે અને ઓળખીને બહુમાન આવે તો દર્શનમોહ આપોઆપ મંદ થાય છે. એમાં વિશેષ ફાયદો શું છે ? કે જેણે દર્શનમોહનો અભાવ કર્યો છે, એના પ્રત્યે એને બહુમાન થયું. એનું મૂલ્યાંકન વિશેષ આવ્યું. એનું મૂલ્ય વધારે થયું. તો એવા પરિણામમાં આપોઆપ દર્શનમોહનો રસ અનુભાગ તૂટે છે. દર્શનમોહનો અનુભાગ તૂટે ત્યારે જ્ઞાનની પર્યાયમાં મુમુક્ષુને યોગ્ય આત્મહિત થવા માટેની વિશેષ નિર્મળતા આવે. આ નિર્મળતા જરૂરી છે. આ ભૂમિકામાં આનિર્મળતા જરૂરી છે.
મુમુક્ષુ - રસ અભિપ્રાય સાથે સંબંધ ધરાવે છે?
પૂજ્ય ભાઈશ્રી:-અભિપ્રાય સાથે સંબંધ ધરાવે છે. એ તો છે. પણ અભિપ્રાય તો છેલ્લે તૂટશે. પહેલા સમજણથી વિચારે છે. પણ જેટલી જાગૃતિ, વર્તમાન પ્રવૃત્તિમાં જેટલી જાગૃતિ એટલે એને ત્યાં વર્તમાનમાં લાભનું કારણ બને છે. મુખ્ય વિષય