________________
૩૬૪
રાજહૃદય ભાગ-૧૧ યોગ સામે હોય, એવો કોઈ અપૂર્વવિચાર આવે, અપૂર્વનિર્ણય આવે, અપૂર્વદૃષ્ટિથી એ પોતાના હિતના સાધક અનંત તીર્થકરોથી પણ અધિક છે. એવી કોઈ “અપૂર્વ દૃષ્ટિએ જોવાથી,...” જ્ઞાનીના ચરણમાં “મનનું સ્થાપન થવું સુલભ થાય છે. એવી ભૂમિકામાં આવ્યા વિના જે એને યથાર્થ રીતે આશ્રય થવો જોઈએ એ રીતે જ્ઞાનીનો આશ્રય થતો નથી. ઉપરછલ્લો થાય છે, ઉપરટપકે થાય છે. એમાં કાંઈ એનું વળતું નથી. એમાં કોઈ હિત થવાની અંદરમાં પરિસ્થિતિ નથી થતી.
હવે એવું નથી થતું એના કારણમાં વર્તમાન પરિણામોની અંદર વિરુદ્ધ પરિસ્થિતિ કેવી કેવી હોય છે એ સંબંધી માર્ગદર્શન આપે છે. કે “જ્ઞાનીપુરુષના આશ્રયમાં વિરોધ કરનારા પંચવિષયાદિ દોષો છે.” આ જીવને પંચેન્દ્રિયના ભિન્ન ભિન્ન પ્રકારના વિષયો પ્રત્યેની જે આસક્તિ છે અથવા સુખબુદ્ધિએ કરીને જે કાંઈ પરિણામમાં ખેંચાણ છે એ જ્ઞાનીપુરુષના આશ્રમમાં વિરોધ કરે છે. ક્યાં ક્યાં વાત સાંધે છે. એમાં બીજો અર્થ એમ નીકળે છે, કે જે કોઈ જીવને જ્ઞાની પુરુષના ચરણમાં મનનું સ્થાપન થયું હોય અને પરમભક્તિ આવી હોય, પરમ બહુમાન આવ્યું હોય, એને પંચેન્દ્રિયના વિષયનો રસ આપોઆપ ફિક્કો પડી જાય છે.
“સોગાનીજી એ બોલ લીધો છે, કેનિશ્ચયભક્તિ વ્યવહારભક્તિનો નિષેધ કરે છે અને વ્યવહારભક્તિ પંચેન્દ્રિયના વિષય તરફની આસક્તિનો નિષેધ કરે છે. એ આપોઆપ જ છે. એક બાજુનો ઝુકાવ વિશેષ થાય એટલે બીજી બાજુનો ઝુકાવ ઘટી જાય. કેમ કે પરિણામ તો એક જ છે. એકસાથે બે વિરુદ્ધ દિશામાં ઝુકી શકતું નથી. એટલે જે જીવને પંચેન્દ્રિયના વિષયોમાં તીવ્ર રસ છે એ જ્ઞાનીપુરુષના ચરણમાં મનનું સ્થાપન કરી શકતા નથી. આમ છે.
“તે દોષ થવાનાં સાધનથી...' એમાં શું છે? અંતરંગ વાત એ છે, કે પંચેન્દ્રિયના વિષયમાં રસ છે, સુખબુદ્ધિએ જે રસ છે એ પરિણામની મલિનતા છે. એ મલિન પરિણામ જે છે અને જ્ઞાનીના ચરણમાં મન સ્થાપવું એ તો જ્ઞાનીને ઓળખીને સ્થાપી શકાય છે. તો એમાં નિર્મળતા જોઈએ છે. નિર્માતા અને મલિનતા સાથે કેવી રીતે રહે? જેના ચિત્તમાં મલિનતા વિશેષ છે એ નિર્મળતામાં આવી શકતો નથી. નિર્મળતા છે એ મલિનતામાં આવી શકતો નથી. આ સામે સામે પરિસ્થિતિ છે. એટલે એ દોષથી પણ જ્ઞાનીપુરુષનો આશ્રય થતો નથી.
તે દોષ થવાના સાધનથી.... એટલે નિમિત્તોથી જેમ બને તેમ દૂર રહેવું.' ભલે પ્રાપ્ત હોય તોપણ. પૂર્વકર્મના યોગે, પુણ્ય ઉદય હોય તોપણ એ બધા નિમિત્તોથી દૂર