________________
પત્રાંક-૫૭૨
૩૫૯ ગૂઢ રહસ્ય છે, જે જ્ઞાનીઓના હૃદયમાં હંમેશાં રહ્યું છે. એનો વિચાર એટલે એની કાંઈક ઝાંખી, વિચારમાં તો એની કાંઈક ઝાંખી આવે છે. કારણ કે એ તો વિચારાતીત દશા છે, વિકલ્પાતીત દશા છે. કોઈ પાત્રજીવને, કોઈ નિર્મળ વિચારવાળા જીવને એનો વિચાર થઈ શકે છે. મલિન વિચારવાળો ગમે તેટલો ક્ષયોપશમ ધરાવતો હોય તોપણ એનો વિચાર સુદ્ધા એને થઈ શકે એવી પરિસ્થિતિ નથી. અનુભવ પ્રાપ્ત કરવો, એ દશાએ પહોંચવું એ તો એક બીજી વાત છે પણ એનો વિચાર થવા માટે પણ યોગ્યતા જોઈએ
છે.
મુમુક્ષુ – સમુદ્રના તળિયામાં રત્ન પડ્યું હોય તો એનો Special type નો માણસ જ એ કાઢી શકે.
પૂજ્ય ભાઈશ્રી:- એતો સીધી જ વાત છે. મુમુક્ષુ – એવી જ રીતે જ્ઞાનીની ઓળખાણ માટે...
પૂજ્ય ભાઈશ્રી – જ્ઞાનીની ઓળખાણ કરવી એ કોઈ સહેલી વાત નથી. અનંતકાળમાં થઈ નથી અને એકવાર થાય તો એનો છૂટકો થઈ જાય. એ તો વાત લીધી છે. એ વાત ઉપર તો લઈ જવા છે. એટલા માટે અહીંથી પ્રારંભ કર્યો છે. કે મુમુક્ષુજીવે શું કરવા યોગ્ય છે. આ વિષયમાં એણે આગળ વધવું હોય તો કેવી રીતે આગળ વધવું, એ તો વાત એમને વાત કરવી છે. અંતર્મુખ થવું હોય તો એણે શું કરવું પણ વિચાર નથી થઈ શકતો એનું કારણ એમ છે કે અનાદિથી અત્યંત અજ્ઞાનદશાએ આ જીવે પ્રવૃત્તિ કરી છે. વિરૂદ્ધ પ્રવૃત્તિ કરી છે. પોતાના સ્વભાવથી વિરૂદ્ધ જવા માટેની એ જાતની જ પ્રવૃત્તિ કરી છે. સ્વભાવ સમ્મુખ થવાની પ્રવૃત્તિ કરી નથી. અને અજ્ઞાનમય પ્રવૃત્તિ અત્યંત કરી છે.
મુમુક્ષુ – આ આટલા બધા વ્રત, જપ, તપ, ઉપવાસ કર્યા અનંત કાળમાં...
પૂજ્ય ભાઈશ્રી – એ પણ બધું વિરુદ્ધ જાતિનું જ કર્યું છે. પુગલની ક્રિયાને પોતાની માની, જડની ક્રિયાને પોતાની માની, શરીરની ક્રિયા ઉપરનો અધિકાર રાખીને અહંભાવ કર્યો છે. ખરેખર તો વ્રત, તપ, જપ કર્યા જ નથી. વાસ્તવિકતાએ વિચાર કરવામાં આવે તો ખરેખર તો વ્રત, તપ, જપ કાંઈ કર્યા જ નથી. એ તો એનું લૌકિક નામ છે. જ્ઞાનીઓ એને વ્રત, તપ, જપ તરીકે સંમત કરતા નથી. એણે કાંઈ કર્યું જ નથી એમ જ કહે છે. કેમકે અનાદિથી અત્યંત અજ્ઞાન દશાએ આ જીવે પ્રવૃત્તિ કરી છે, તે પ્રવૃત્તિ એકદમ અસત્ય....” કેમ સમજાય? આ પ્રવૃત્તિ ખોટી છે, ભૂલવાળી છે, અત્યાર સુધી મેં ભૂલ કરી છે એ એને સમજાય, તો તો ત્યાંથી પાછો વળે.નહિતર એનું મૂલ્ય એણે આંકી