________________
૨૪૨
ચજહૃદય ભાગ-૧૧ જોઈએ. તે આ જીવનું અતિશયનિબળપણું છે...”
મુમુક્ષુ - સમયમાત્ર એટલે દરેક સમયે?
પૂજ્ય ભાઈશ્રી – હા. સમયમાત્ર પણ એટલે સમય કાળ પણ, થોડો કાળ, અલ્પકાળ પણ એણે અજાગૃત રહેવા જેવું નથી. અને જો અજાગૃત રહે તો “આ જીવનું અતિશય નિર્બળપણું છેઆ જીવનું અવિવેકપણું છે. આ જીવનું એ અવિવેકપણું છે. કેમકે જો જીવ પોતે સ્વરૂપમાં જાગૃત નથી તો એ રાગાદિ વિભાવમાં જાગૃત છે. રાગ કરવા માટે જાગૃત છે. આ રાગ કરું અને તે રાગ કરું, આનો રાગ કરું અને આવો રાગ કરું અને તેવો રાગ કરું એમાં એની સાવધાની છે. સ્વરૂપને વિષે પોતાની સાવધાની નથી.
એ ‘અવિવેકતા છે, ભ્રાંતિ છે. એમાં એ ભૂલ્યો છે. એને એમ લાગે છે કે આ હું બરાબર કરું છું “અને ટાળતાં અત્યંત કઠણ એવો મોહ છે.” મોહ છે એમાં આ દર્શનમોહ ટાળવો ઘણો કઠણ છે. આ મોહ ટાળવો ઘણો કઠણ છે. ચારિત્રમોહ ટાળવો એટલો કઠણ નથી પણ દર્શનમોહ ટાળવો એ ઘણો કઠણ છે.
મુમુક્ષુ –પોતે પોતાના ગુરુથવું જોઈએ એટલે શું?
પૂજ્ય ભાઈશ્રી – પોતે પોતાના ગુરુ થવું જોઈએ એટલે ગુરુ ઉપદેશ આપે ને ? ગુરુશું કરે? ઉપદેશ આપે. એમ પોતે પોતાના પરિણામને વારવા જોઈએ. પોતે જાગૃત થવા માટે અંદરથી પુરુષાર્થ કરવા માટે તો પોતે જ ગુરુ થવું પડશે. બીજા ગુરુ તો આંગળી ચીંધીને આઘા રહેશે. માર્ગનો નિર્દેશ કરવો, ઉપદેશનો નિર્દેશ કરવો એથી વિશેષ કોઈ એમનું-નિમિત્તનું કાર્ય નથી. કામ તો પોતાને કરવું પડશે. અને પોતે નહિ કરી શકે તો અંદર કોણ ઉપદેશ આપશે ? ગુરુ આવશે ? વાતે વાતે પરિણામે પરિણામે ગુરુકહેવા આવશે ? કેવી રીતે આવશે?
મુમુક્ષુ - માથે શ્રીગુરુ રાખતા હોય તો પછી પોતે ગુરુ થાય એની આવશ્યકતા
શું?
પૂજ્ય ભાઈશ્રી:- માથે ગુરુ રાખે એ આ રીતે માથે ગુરુ રાખ્યા છે એણે કે પોતે પોતાથી પાછો વળી શકતો હોય તો એણે ગુરુની વાત માની છે. ગુરુને માથે રાખ્યા અને પછી નિશ્ચિત થઈ જાય?પ્રમાદમાં આવી જાય?કે અમારે માથે તો ગુરુ છે, અમારે તો સમર્થ ગુરુ છે. હવે અમને કાંઈ વાંધો નથી. માથે ગુરુ એટલે ગુરુની આજ્ઞા ઉપાસવામાં જરા પણ અસાવધાની ન થાય એને ગુરુને માથે રાખ્યા (એમ કહેવાય). ગુરુને કોણે માથે રાખ્યા?