________________
૩૦૦
રાજય ભાગ-૧૧ શું ? કે એણે સત્ત્ને ઓળખ્યું છે. ભલે બાહ્ય સત્ છે તોપણ એણે સને ઓળખ્યું છે. જે પ્રગટ સત્ન ઓળખે એ અપ્રગટ સત્ને ઓળખ્યા વિના રહે નહિ એમ કહેવું છે. એ ઓળખી લેશે. એના માટે પંદર ભવ બાંધ્યા છે. એ વિષય ચર્ચામાં ચાલી ગયો.
મુમુક્ષુ :– સત્ને ઓળખાણની વ્યાખ્યા શું ?
?
પૂજ્ય ભાઈશ્રી :– ઓળખાણની વ્યાખ્યા બીજી કાંઈ નથી, ઓળખાણ જ છે. ઓળખાણની વ્યાખ્યા એ કે ભૂલો ન પડે તે. દાખલા તરીકે જે સોનાને ઓળખે છે એ પીત્તળના પૈસા આપે ખરો ? કોઈ ખોટો ચેઈન લઈને આવે. આ બજારમાં ફુટપાયરી ઉપર પાંચ-પાંચ રૂપિયાના મળે છે ને ? સોના જેવો (લાગે). સોનાનો ચેઈન પાંચ રૂપિયામાં, પાંચ રૂપિયામાં મળે ?પાંચ હજારમાં પણ ન મળે એટલું વજન હોય. તો પછી સોનું ઓળખતો હોય એ લઈ લે ? એના પાંચ હજાર આપી દે ? કોઈ આપે નહિ. ઓળખાણ એવી ચીજ છે. એની વ્યાખ્યા શું કહો ? હીરાને ઓળખે એ ખોટો હીરો ન લે. ખોટો લઈ લે ? પ્લાસ્ટીકનો લઈ લે ? આ વેચાય છે ને અત્યારે પ્લાસ્ટીકનો. અમેરિકન ડાયમંડ. કોઈ એવી રીતે લઈ લે ? એ તો બે-ચાર રૂપિયાની ચીજ છે. ભલે દાગીનામાં આ લોકો બસ્સો રૂપિયા લઈ લે નાખીને. પણ મૂળ તો બે-ચાર રૂપિયાની ચીજ હોય છે. કેમકે એ Plastic powder તો Weight ઉપર મળે છે. વજન ઉપર આવે. એનું શું વજન ? એક ગ્રામના વજનમાં માલ કેટલો જાય. એની બનાવટ–ફનાવટ કરીને બધું ગણો તો એ તો બે-ચાર રૂપિયાની ચીજ હોય છે. એટલો હીરો, જે ચાર રૂપિયામાં, બેચાર રૂપિયામાં એને પડતું હોય એટલો જો સાચો હોય તો બે-ચાર લાખ રૂપિયા એમાં લાગી જાય. એક દાણાના બે-ચાર લાખ લાગી જાય. એક ગ્રામનો હીરો હોય તો. આમાં ઓળખાણની અંદર આટલો બધો ફેર છે. ઓળખાણને શું કહેવું ? ઓળખી શકે. પછી ગમે તે વેષમાં હોય તો એને ઓળખી શકે. ઓળખાણ એ ઓળખાણ છે.
મુમુક્ષુ :– આપણે આ વાત લીધી કે તથારૂપ પાત્રતા ત્યાં પ્રગટ થઈ એટલા માટે પંદર ભવ છે ?
પૂજ્ય ભાઈશ્રી :– એટલા માટે પંદર ભવ છે.
મુમુક્ષુ :– રહસ્ય તો આ છે.
=
પૂજ્ય ભાઈશ્રી :– હા.
‘કોઈ પણ તથારૂપ જોગને પામીને...’ એટલે એવી સત્પાત્રતામાં જીવ આવે તો એને મોક્ષ કાંઈ દૂર નથી. હવે એ પાત્રતામાં મોક્ષ કાંઈ દૂર નથી. એ તો એમણે કહ્યું, કહેનારે કહ્યું. પાત્રતાવાળાને એમ લાગે છે. એ એની નિશાની છે. ‘ગુરુદેવ’ કહેતા ને કે