________________
૩૩૮
ચજહૃદય ભાગ-૧૧ હોય, આયુષ્યની સાથે કાંઈ આનો નિયમ નથી.
એટલે એમ કહે છે, કે જે અનિત્ય છે એમાં નિત્યબુદ્ધિ હોવાને લીધે એને મૂંઝવણ થાય છે. કેમકે એ અનિત્ય નિત્ય થાતું નથી અને આની મૂંઝવણ મટતી નથી. મૂંઝાઈને પાછું વળવું પડે છે, અને તે મોહગ્રંથિ છેદવાનો વખત આવવા પહેલાં. આ મોહગ્રંથિ
એટલે દર્શનમોહની ગાંઠ છેદવાનો વખત આવતા પહેલાં તે વિવેકછોડી દેવાનો. એ વિવેક જુદાપણાનો વિવેક જે થોડો ઘણો વિચાર્યો હોય, વાંચ્યો હોય, કાંઈ સાંભળ્યું હોય, એ વાત છોડી દેવાનો યોગ પૂર્વકાળે ઘણી વાર બન્યો છે... અને આ ભવમાં આવીને ઘણા છૂટી જાય છે કે નહિ ? વાત વાંચે, વિચારે, સાંભળે અને પછી જાણે કાંઈ લેવા-દેવા નથી. એવી રીતે છૂટી જાય છે. એ વાતનો વિચાર કરીને પણ પાછો પોતે એ વાતને છોડી દીધી હોય, વિવેક કરવાનો છોડી દીધો હોય. એવું આ જીવને ભૂતકાળમાં ઘણીવાર બન્યું છે એમ કહે છે.
મુમુક્ષુ-સાધુ-બાવા બન્યા હોય તો છોડી દીધું હોય.
પૂજ્ય ભાઈશ્રી:- હા છોડી દીધું. નહિ. એમ નથી કહેતા. મૂંઝાઈને પાછા વળવું પડે છે એટલે શું છે કે એ વિવેક છોડી દીધો છે. વિવેક છોડીને પછી એમ કહે કે, ભાઈ! એ આપણું કામ નહિ હવે. આપણે તો આ અનુકૂળતાઓ અત્યારે મળે છે એ ઝડપી લ્યો. અથવા આ પ્રતિકૂળતાઓ ઊભી થઈ છે એનો સામનો કરો. નહિતર આપણે હેરાન થઈ જશું, દુઃખી થઈ જશે, માટે ગમે તેમ કરીને પણ પ્રતિકૂળતાને મટાડો, ગમે તેમ કરીને એનો રસ્તો કાઢો. અત્યારે વાંચન, વિચાર કરો). ભાઈ ! અત્યારે કાંઈ સૂઝે એવું નથી. વાંચન-વિચાર તો કાંઈ સૂઝે એવું જ નથી. પહેલા ઉપાધિ ઊભી થઈ છે એનું શું કરવું? જીવ (વિવેક) છોડી બીજે રસ્તે ચાલ્યો જાય છે. એ એટલી બધી એની એકાગ્રતા એ બાજુની વધી જાય છે એમ કહેવું છે.
કેમકે જેનો અનાદિકાળથી અભ્યાસ છે. એ પ્રકારના પરિણામથી આ જીવ ટેવાયેલો છે એટલે સહેજે સહેજે એ બાજુ નીચે ઉતરી જાય છે. ઉપર ચડવાને બદલે એ (નીચે ઉતરી જાય છે. આમ વળ્યા પછી પાછો નીચે ઉતરી જાય છે. તે અત્યંત પુરુષાર્થ વિના, અલ્પકાળમાં છોડી શકાય નહીં અહીંયાં વાક્ય પૂરું કર્યું. અલ્પવિરામ કરતાં કરતાં અહીંયાં પૂર્ણવિરામ કર્યું. એ અનાદિ અભ્યાસ છે તે અત્યંત પુરુષાર્થ વિના એને અલ્પકાળમાં છોડી શકાય નહીં. એના માટે જીવે સારી રીતે પુરુષાર્થ કરવો ઘટે છે અને સારી રીતે પુરુષાર્થ કરવાનો એણે અભિપ્રાય પહેલા બાંધવો જોઈએ. એ રીતે એની અભિપ્રાયમાં માનસિક તૈયારી થયા વિના એ પુરુષાર્થ આગળ ચાલે નહિ. પાછો પડીને પાછો એ સંસારના વંટોળમાં ચાલ્યો જાય છે. વિશેષ લઈશું.