________________
૩૪૮
રાજહૃદય ભાગ–૧૧
પત્રાંક-પ૭૧
મુંબઈ, ફાગણ વદ ૫, શનિ, ૧૯૫૧ વધારેમાં વધારે એક સમયે ૧૦૮ જીવ મુક્ત થાય, એથી વિશેષ ન થાય, એવી લોકસ્થિતિ જિનાગમમાં સ્વીકારેલી છે, અને પ્રત્યેક સમયે એક સો આઠ એક સો આઠ જીવ મુક્ત થયા જ કરે છે, એમ ગણીએ, તો તે પરિમાણે ત્રણે કાળમાં જેટલા જીવ મોક્ષપ્રાપ્ત થાય, તેટલા જીવની જે અનંત સંખ્યા થાય તે કરતાં સંસારનિવાસી જીવોની સંખ્યા અનંતપણે જિનાગમમાં નિરૂપી છે; અર્થાત્ ત્રણે કાળમાં મુક્તજીવ જેટલા થાય તે કરતાં સંસારમાં અનંતગણા જીવ રહે; કેમકે તેનું પરિમાણ એટલું વિશેષ છે; અને તેથી મોક્ષમાર્ગનો પ્રવાહ વહ્યા કરતાં છતાં સંસારમાર્ગ ઉચ્છેદ થઈ જવો સંભવતો નથી, અને તેથી બંધમોક્ષ વ્યવસ્થામાં વિપર્યય થતું નથી. આ વિષે વધારે ચર્ચા સમાગમમાં કરશો તો અડચણ નથી.
જીવના બંધમોક્ષની વ્યવસ્થા વિષે સંક્ષેપમાં પતું લખ્યું છે. એ પ્રકારનાં જે જે પ્રશ્નો હોય તે તે સમાધાન થઈ શકે એવાં છે, કોઈ પછી અલ્ય કાળે અને કોઈ પછી વિશેષ કાળે સમજે અથવા સમજાય, પણ એ સૌ.વ્યવસ્થાનાં સમાધાન થઈ શકે એવાં છે.
સૌ કરતાં વિચારવા યોગ્ય વાત તો હાલ એ છે કે, ઉપાધિ કરવામાં આવે, અને કેવળ અસંગદશા રહે એમ બનવું અત્યંત કઠણ છે; અને ઉપાધિ કરતાં આત્મપરિણામ ચંચળન થાય, એમ બનવું અસંભવિત જેવું છે. ઉત્કૃષ્ટ જ્ઞાનીને બાદ કરતાં આપણે સૌએ તો આત્મામાં જેટલું અસંપૂર્ણ અસમાધિપણું વર્તે છે તે, અથવા વર્તી શકે તેવું હોય તે, ઉચ્છેદ કરવું, એ વાત લક્ષમાં વધારે લેવા યોગ્ય છે.
પ૭૧મો પત્ર સોભાગ્યભાઈ ઉપરનો. મુમુક્ષુ –પત્ર તો આપણને જલખ્યો છે. અમારા જેવાને માટે લખ્યો છે. પૂજ્ય ભાઈશ્રી :- જ્ઞાની જે પત્રો લખે છે એ તો મુમુક્ષુને લખે છે. અને પોતે