________________
પત્રાંક-પ૭૧
૩૪૯ મુમુક્ષની ભૂમિકામાં છે એટલે જે વાત પોતાને લાગુ પડે તે અંગીકાર કરવી. બધી વાત લાગુ ન પડે એ સંભવ છે. એ તો શાસ્ત્રની બધી વાત બધાને લાગુ પડતી નથી કે એકને પણ બધી વાત લાગુ પડતી નથી. તેથી જે વાત પોતાને લાગુ પડે તે આત્મહિતના લક્ષે અંગીકાર કરવા યોગ્ય છે.
વધારેમાં વધારે એક સમયે ૧૦૮ જીવ મુક્ત થાય, એથી વિશેષ ન થાય, એવી લોકસ્થિતિ જિનાગમમાં સ્વીકારેલી છે, અને પ્રત્યેક સમયે એકસો આઠ એક સો આઠ જીવ મુક્ત થયા જ કરે છે, એમ ગણીએ, તો...” એટલે Maximum પરિસ્થિતિ ગણીએ તો તે પરિમાણે...' તેવા માપે “ત્રણે કાળમાં જેટલા જીવ મોક્ષ પ્રાપ્ત થાય.” અનંતકાળમાં. તેટલા જીવની જે અનંત સંખ્યા થાય...” કેમકે અનંત સમય. અનંત સમય x ૧૦૮. એવા અનંતા ૧૦૮ થયા. “તે કરતાં સંસારનિવાસી જીવોની સંખ્યા અનંતપણે જિનાગમમાં નિરૂપી છે. આ એક સંસારમાં રહેલા જીવોની સંખ્યા સંબંધીનો ખુલાસો છે. બહુ વિશેષ પ્રયોજનભૂત વાત નથી, પણ કાંઈ આગળ-પાછળ ચર્ચા ચાલી છે એનો ઉત્તર આપ્યો છે.
અર્થાત્ ત્રણે કાળમાં મુક્તજીવ જેટલા થાય તે કરતાં સંસારમાં અનંતગણા જીવ રહે; કેમકે તેનું પરિમાણ.... એટલે માપ “એટલું વિશેષ છે. સંખ્યાનું માપ એટલું મોટું છે કે અનંતા જીવો મોક્ષે જાય તોપણ અનંતા જીવો સંસારમાં પાછા પરિભ્રમણ કરનારા હોય એવું સંખ્યાનું મોટું માપ છે. અને તેથી મોક્ષમાર્ગનો પ્રવાહ વહ્યા કરતાં છતાં.” ચાલુ સર્વ કાળે રહેવા છતાં સંસારમાર્ગ ઉચ્છેદ થઈ જવો સંભવતો નથી....' સંસારમાર્ગમાં પરિભ્રમણ કરનારા જીવો તો રહેવાના રહેવાના ને રહેવાના જ છે. સંસારના પરિણામ કરનારા જીવો કેમ આવા પરિણામ કરે છે ? એ રીતે અસમાધાન તે કરવા યોગ્ય નથી. કેમ કે સંસાર ત્રણે કાળે રહેવાનો છે. સંસાર ત્રણે કાળે રહેવાનો છે માટે સંસાર થાય એવા પરિણામવાળા જીવો પણ રહેવાના જ છે. એમાં કોઈ જીવ આવા પરિણામ કેમ કરે છે ? એ અસમાધાન પોતે કરવા યોગ્ય નથી. એટલું પોતે લઈ લેવું. આટલી વાત સમજીને પોતે શું લેવું કે આવા વિષયમાં અસમાધાન થતું હોય તો છોડી
દેવું.
મુમુક્ષુ -બધા મોક્ષમાર્ગમાં જાય તો સંસાર કેમ ચાલે? પૂજ્ય ભાઈશ્રી:- પણ જાશે જ નહિ, એમ કહે છે. એ પરિસ્થિતિ નથી. સંસારી જીવોની એટલી મોટી સંખ્યા છે કે અનંતા મોક્ષે જશે તો પણ અનંતા સંસારમાં રહેશે.
મુમુક્ષુઃ– એક સમય ૧૦૮ જાય?