________________
પત્રાંક-૫૭૨
૩૫૫ જે દશા આવ્યા વિના કોઈ પણ જીવ બંધનમુક્ત થાય નહીં” એવી દશામાં આવ્યા વિના તે જીવને મુક્તિ થાય, બંધન છૂટી જાય એમ બને નહિ. એવો સિદ્ધાંત શ્રી જિને પ્રતિપાદન કર્યો છે, જે અખંડ સત્ય છે. એટલે આ બધા નિષેધ કરી નાખ્યો. કે કોઈ નાચતા નાચતા કેવળજ્ઞાન પામી ગયા અને કોઈ શાક સુધારતા કેવળજ્ઞાન પામી ગયા અને કોઈ બદલાઈ ગયા એમાં કેવળજ્ઞાન પામી ગયા, ફલાણું થઈ ગયું. એ વાત ક્યાંય બંધબેસતી નથી. જ્યારે આત્મા અત્યંત શુદ્ધ નિજ પર્યાયને ભજે. એકદમ તીવ્ર એકાગ્રતા થાય, અત્યંત એકાગ્રતા થાય. અને અશુદ્ધિની નિર્જરા (થાય તે પ્રમાણમાં બધા સર્વ કર્મની, દ્રવ્યકર્મની નિર્જરા (થાય), તીવ્ર બંધનથી મુક્તિ થાય. “એવો સિદ્ધાંત શ્રી જિને પ્રતિપાદન કર્યો છે, જે અખંડ સત્ય છે. આમાં કાંઈ શંકા રહે એવું નથી.
મુકત થવા માટે શુક્લધ્યાનની શ્રેણીની વાત આની અંદર કેવી રીતે આવી જાય છે ! અને એના માટે બહારની ઉપાધિકદશાનો અભાવ હોય, સર્વ વિભાવદશાથી ઉદાસીનતા. અમુક વાત રાખીને વાત છે નહિ. સર્વ વિભાવદશા. કોઈ વિભાવને અહીંયાં સ્થાન નથી. એ ખરેખર મુક્તિનું સાક્ષાત્ કારણ છે. તે સિદ્ધાંતિક વાત છે એટલે ત્રણે કાળે અફર છે. જે અખંડ સત્ય છે. એટલે કોઈ કાળે ખંડિત થાય, કે પંચમઆરામાં આમ થાય ને ફલાણા કાળે આમ થાય, ફલાણા ક્ષેત્રમાં આમ થાય, એવી કાંઈ કોઈ વાત રહેતી નથી. અખંડ સત્ય છે. સિદ્ધાંતિક પ્રતિપાદન કરીને એને અખંડ સિદ્ધાંત લીધો છે કે આ સિદ્ધાંત કોઈ કાળે, કોઈ ક્ષેત્રે ખંડિત થતો નથી. સમજે તો બધી વાત એની અંદર છે. ભલે શ્વેતાંબર, દિગંબરના નામ લઈને વાત ન કરી હોય પણ જે મોક્ષમાર્ગ, મૂળમાર્ગ છે એ માર્ગ આ રીતે છે અને ત્રણે કાળે અખંડમોક્ષમાર્ગ આવો જ હોય છે એ વાત તો પોતે દઢતાથી સ્થાપી છે. અને એની અંદર ક્યાંય ઢીલીપોચી એમની વાત છે નહિ. બહુસ્પષ્ટ અભિપ્રાય આપ્યો છે. - હવે પાત્રતાની વાત કરે છે, કે કોઈક જીવથી એ ગહન દશાનો વિચાર થઈ શકવા યોગ્ય છે એવી જે દશા, જેને તીવજ્ઞાનદશા કહેવામાં આવે છે તે બહુ ગહન દશા છે. એટલે કે જ્ઞાનીની દશા છે એ દશાનો વિષય કોઈ છીછરો નથી. ચર્ચા બહુ ચાલે છે. જ્ઞાનીની દશાનો વિષય કોઈ છીછરો વિષય નથી. પોતે તો એમ કહે છે, “શ્રીમદ્જી પોતે તો એમ કહે છે કે જે જીવ જ્ઞાનીની દશા સમજી શકે, ઓળખી શકે. અરે.! એકવાર પણ ઓળખે, વધુમાં વધુ પંદર ભવે મોક્ષે જાય). એ પાત્ર થઈને મોક્ષ પામી જાય. એને મુક્તિ છે. એ વાત એમણે લીધી છે. પાછળ ૩૦મા વર્ષમાં...
કોઈક જીવથી એ ગહન દશાનો વિચાર થઈ શકવા યોગ્ય છે, કેમકે અનાદિથી