________________
પત્રાંક-૫૭૧
૩૫૧ ઉપાધિ કરવામાં આવે, અને કેવળ અસંગદશા રહે એમ બનવું અત્યંત કઠણ છે; અને ઉપાધિ કરતાં આત્મપરિણામ ચંચળ ન થાય, એમ બનવું અસંભવિત જેવું છે.' જીવ ઉપાધિ કરે એટલે એને ચંચળતા આવે, આવે ને આવે જ. પછી ચોથા ગુણસ્થાનમાં તે ગુણસ્થાનને યોગ્ય, પંચમ ગુણસ્થાનમાં પંચમ ગુણસ્થાનને યોગ્ય આવે, આવે ને આવે જ. અને મિથ્યાત્વ અવસ્થામાં તો પ્રશ્ન જ નથી કે જીવને અચંચળતા પ્રાપ્ત થઈ નથી એટલે ત્યાં તો એકાંતે ચંચળતા છે.
ઉપાધિ કરતાં આત્મપરિણામ ચંચળ ન થાય...” કેમકે ઉપાધિભાવ પોતે જ વિચલિત દશા છે, પોતે વિચલિત દશા છે. એ કોઈ સ્વરૂપની અચલિત દશા નથી. એ તો વિચલિત દશા છે. એટલે “એમ બનવું અસંભવિત જેવું છે. ઉત્કૃષ્ટ જ્ઞાનીને બાદ કરતાં, આપણે સૌએ તો આત્મામાં જેટલું અસંપૂર્ણ અસમાધિપણું વર્તે છે તે, અથવા વર્તી શકે તેવું હોય તે, ઉચ્છેદ કરવું...” નાશ કરવું એ વાત લક્ષમાં વધારે લેવાયોગ્ય છે. એટલે ઉત્કૃષ્ટ જ્ઞાનીને બાદ કરતા. જે ઉત્કૃષ્ટ જ્ઞાની છે એની વાત જુદી છે. આપણી વાત એ નથી. જુઓ! પોતે પોતાને ક્યાં રાખે છે. આપણે સૌએ તો એમ કહીને) પોતાની જાતને ભેળવી છે.
ઉત્કૃષ્ટ જ્ઞાનીને બાદ કરતાં આપણે સૌએ તો...” પોતે ... બેઠા છે. ઉપાધિ કાર્યોમાં બેઠા છે. પોતાની ચંચળતાનો ખ્યાલ છે. દુકાને આવીને જે વ્યવસાયની પ્રવૃત્તિમાં ઉપયોગ જાય છે એટલી પોતાની ચંચળતાનો ખ્યાલ છે. એ દશા એ છોડવા માગે છે, ઉચ્છેદ કરવા માગે છે. અહીંથી એ વાત નીકળે છે કે એ દશા એ ઉચ્છેદ કરવા માગે છે, નાશ કરવા માગે છે. માટે એ અસંપૂર્ણપણું હોય, કચાશ હોય... કેમકે સાધકદશા છે એટલે સંપૂર્ણ દશા તો નથી. એનો નાશ કરવો એ વાત વધારે લક્ષમાં રાખવા જેવી છે.
મુમુક્ષુ –પત્ર પત્રે માર્ગદર્શન મુમુક્ષુને માટે અમારા માટે બહુ સરસ છે.
પૂજ્ય ભાઈશ્રી – મુમુક્ષુને માર્ગદર્શન માટેનો કોઈ અજોડ ગ્રંથ છે એમ કહીએ તો ચાલે. મુમુક્ષુની ભૂમિકામાં આટલું બધું, સેંકડો માર્ગદર્શનના જે પ્રકાર છે એ બીજા ગ્રંથમાં શોધ્યા મળે એવા નથી. આપણે પથ પ્રકાશ આના ઉપર જ પ્રકાશિત કર્યું છે. પથ પ્રકાશ' નામનું આપણું જે સંકલન છે એમાં “ગુરુદેવ ના માર્ગદર્શનના વિષયો, વચનો, “શ્રીમદ્જીના માર્ગદર્શનના વચનો, “સોગાનીજી'ના માર્ગદર્શનના વચનો, બહેનશ્રીના માર્ગદર્શન સંબંધિત જેટલા બોલ છે એનો એ પથસંગ્રહ છે-પથપ્રકાશ'.