________________
પત્રાંક-૫૭૦
તા. ૩૦-૧૧-૧૯૯૦, પત્રાંક – ૫૭૦ થી ૫૭૨ પ્રવચન નં. ૨૬૪
૩૩૯
‘શ્રીમદ્ રાજચંદ્ર’ વચનામૃત, પત્ર-૫૭૦, પાનું-૪૫૩. ‘ગાંધીજી’ ઉપરનો પત્ર છે. છેલ્લેથી બીજો Paragraph ચાલે છે. આ Paragraph માં મુમુક્ષુને માર્ગદર્શનનો વિષય છે.
‘અનિત્ય પદાર્થ પ્રત્યે મોહબુદ્ધિ હોવાને લીધે આત્માનું અસ્તિત્વ, નિત્યત્વ, અને અવ્યાબાધ સમાધિસુખ ભાનમાં આવતું નથી.’ શું કહે છે ? અનિત્ય પદાર્થ પ્રત્યે મોહબુદ્ધિ હોવાને લીધે...' થોડું ચાલી ગયું છે. ફરીને લઈએ. જે સામાન્ય રીતે સંસારી જીવને દેહ અને બીજા સંયોગો છે એ સર્વ સંયોગી પદાર્થની અંદર મોહબુદ્ધિ છે. મોહબુદ્ધિ છે એટલે અહંબુદ્ધિ છે અથવા ઠીક-અઠીકપણાની બુદ્ધિ છે. એને પણ મોહબુદ્ધિ કહેવામાં આવે છે. બુદ્ધિ એટલે પહેલેથી નિશ્ચિત થયેલી સ્થિતિ. જ્ઞાનમાં પહેલેથી નક્કી થયેલી સ્થિતિ, એને અહીંયાં બુદ્ધિ કહે છે. અભિપ્રાય પણ કહી શકાય, પૂર્વગ્રહ પણ કહી શકાય.
જે પદાર્થો થોડા કાળ માટે માત્ર સંયોગોમાં છે એ સંયોગોમાં કાં તો જીવ અહંપણું કરે છે, કાં તો જીવ ઠીક-અઠીકપણું અભિપ્રાયપૂર્વક કરે છે. ખાલી ઠીક-અઠીકપણું એને લાગે છે એમ નહિ પણ અભિપ્રાયપૂર્વક કરે છે. તાત્ત્વિક દૃષ્ટિએ તો અનિત્ય પદાર્થ એક સમયની પર્યાય સુદ્ધા પણ અનિત્ય પદાર્થમાં સમાય છે પણ સામાન્ય સંસારી જીવને એટલો સૂક્ષ્મ વિચા૨ણાનો પ્રકાર, વિચારણાની ભૂમિકા નથી હોતી કે એક સમયની પર્યાયને પણ એ અનિત્ય પદાર્થ અથવા એવી રીતે ગણે.
‘ગાંધીજી’ને પત્ર લખેલો છે એટલે એ તો લૌકિક માણસની અંદ૨ એ લૌકિક ભૂમિકામાં હોય છે. લૌકિક માણસ જે લૌકિક ભૂમિકામાં હોય એવા જીવને અહીંયાં માર્ગદર્શન આપેલું છે. તો કહે છે, અનિત્ય પદાર્થ એટલે જે સંયોગો છે, એમાં આ જીવે પોતાને માટે કેટલાક પદાર્થોને સારા માન્યા છે. કેટલાક પદાર્થોને પોતાના માટે ખરાબ ગણ્યા છે. પછી તે તે પદાર્થના સંયોગ-વિયોગ કાળે એ અભિપ્રાયપૂર્વક એને ઇષ્ટઅનિષ્ટપણાનો રસ આવે છે અને એ રસપૂર્વક એની પ્રવૃત્તિ છે એને અહીંયાં