________________
૩૪૦
રાજહૃદય ભાગ-૧૧ મોહબુદ્ધિથી પ્રવૃત્તિ કરે છે એમ કહ્યું.
મુમુક્ષુ-થોડા કાળ પહેલા જે પદાર્થ ઇષ્ટમાન્યો હતો.
પૂજ્ય ભાઈશ્રી - એ જ અનિષ્ટ માને છે. એટલે કે ઢંગધડા વગરની સ્થિતિ થઈ ગઈ ને? એ જ ચીજને ઠીક માને છે, એ જ ચીજને પાછો અઠીક માની લે છે.
એ મોહબુદ્ધિ વર્તતી હોવાને લીધે પોતાનું જે અસ્તિત્વ છે, શાશ્વત અસ્તિત્વ છે, પોતાનું જે નિત્યત્વ છે અને જે સમાધિસુખ એટલે આત્મિક સુખ છે, કે જેને કોઈ બાધા. પહોંચાડી શકતું નથી, એ પોતાનું મૂળ સ્વરૂપ છે, અસલ સ્વરૂપ છે. એવા પોતાના મૂળ સ્વરૂપનું ભાન આવતું નથી. પોતાને બેભાનપણું શા માટે વર્તે છે કે જે પદાર્થો પોતાના નથી, પોતાના નથી એ પદાર્થોમાં પોતાપણું અથવા ઈષ્ટ-અનિષ્ટપણે નક્કી કરી રાખ્યું છે અને એમ જ વર્તવામાં આવે છે. ખરેખર એમ જાણીને જે વર્તવામાં આવે છે એને અહીંયાં મોહબુદ્ધિ કહી છે. અને એ જ સ્વરૂપના બેભાનપણાનું કારણ છે. સ્વરૂપનું ભાન નહિ થવાનું કારણ છે.
મુમુક્ષુ - આ તો અનાદિકાળથી નક્કી થયેલું છે.
પૂજ્ય ભાઈશ્રી:- હો. એટલે એમ ચાલે છે. અનાદિકાળથી નક્કી થયું છે એટલે પોતે નિર્દોષ છે? અનાદિકાળથી જીવને પોતાને નક્કી થયું છે માટે પોતે કાંઈ નિર્દોષ છે એમ થોડું છે? એવું કાંઈ નથી. શું કરું? હું તો અનાદિથી એવો અજ્ઞાની છું. એમ કરીને છૂટી જવું છે ? કોઈ માણસ જન્મે ત્યારથી દરિદ્રી હોય, પછી એમ વિચારે છે કે હું તો જન્મ્યો ત્યારથી ગરીબ છું. એટલે મને તો કોઈ પૈસાવાળા થવાનો અધિકાર જ નથી એમ માનીને ચાલે છે? બીજા શ્રીમંતોને જોઈને શું વિચારે છે? કે આના કરતાં સવાયા મારે થાવું છે. શું વિચારે છે? એમ હું દુઃખી છું. અનાદિથી હું દુઃખી છે. તો મારે સુખી થવાનો અધિકાર નથી એવું કાંઈ થોડું છે? એમ નથી. મારે સુખ જજોઈએ છે. અંદરથી આત્મા પોકાર શું કરે છે? સુખ જોઈએ, દુઃખ જરા પણ ન જોઈએ. દુઃખી તો અનાદિથી છે. છતાં સુખ જોઈએ, સુખ જોઈએ એ કેમ અંદરથી આવે છે? એ જીવનો સ્વભાવ છે અને એ સ્વરૂપ છે. એટલે એને સ્વરૂપ છે માટે અવ્યક્તપણે એને એ જ ચાહના હોય, બીજી ચાહના નહોય.
માણસ અપરાધ કરે છે અને Conscious bite શું કરવા કરે છે? એમ નથી કહેતા?કે ભાઈ ! આણે ગુનો કર્યો છે પણ એનો આત્મા અંદરથી ડંખે છે. કેમકે એનું નિર્દોષપણું, પરિપૂર્ણ શુદ્ધપણું, એ એનું સ્વરૂપ છે, એ એનો સ્વભાવ છે. એટલે દુઃખની, દોષની પ્રતિકાર શક્તિ એ આત્માની વૈજ્ઞાનિક પરિસ્થિતિ છે. જેમ શરીરમાં રોગ