________________
૩૪૫
પત્રાંક-૫૭૦ ઉત્પત્તિ થાય છે, પોતાના સ્વભાવનો, સ્વરૂપનો આવિર્ભાવ થાય છે અને એ સ્વભાવ અને આત્મજ્ઞાનમાં શું છે? કે સુખ છે. એ સુખસ્વરૂપે છે. અને એ સુખ સ્વરૂપ નિત્ય અને શાશ્વત છે.
એમાં પ્રથમથી ઉત્પન્ન થતાં સંશય ધીરજથી અને વિચારથી શાંત થાય છે. હવે શું છે કે એ માર્ગે જતાં શરૂઆતમાં, પ્રથમથી એટલે શરૂઆતમાં કોઈપણ જગ્યાએ તને શંકાઓ થયા કરશે. આમ કેમ? આનું આમ કેમ? આ આમ કેમ થાય છે? આનું આમ કેમ થાય છે? કોઈવારતને સિદ્ધાંતમાં શંકા થશે, કોઈવાર તને જ્ઞાનની દશા ઉપર શંકા થશે, કોઈવાર કોઈ રીતે શંકા થશે, કોઈવાર કોઈ રીતે શંકા થશે. કોઈક નિરૂપણમાં, જગતના નિરૂપણમાં શંકા થશે. કર્મના નિરૂપણમાં, કર્મના ફળમાં શંકા થશે. અનેક પ્રકારે શંકા થવાના સ્થાન છે. એમાં શાંત ચિત્તથી વિચાર કરવો અને ધીરજ રાખવી અને એનો ઉકેલ કરવો. એમાં આકરા ઉતાવળા થઈને નિર્ણય લેવો નહિ.
અધીરજથી અથવા આડી કલ્પના કરવાથી...” આડી કલ્પના એટલે અધીરજ કરવી નહિ, ઉતાવળા થવું નહિ અને કોઈ કુતર્ક કરવા નહિ. કલ્પના કરવાથી માત્ર જીવને પોતાના હિતનો ત્યાગ કરવાનો વખત આવે છે...” એમ કરતા તો જીવને પોતાના હિતને છોડી દેવું પડશે. હિતનો નાશ થશે. હિત કરવા નીકળ્યો અને હિત નહિ થઈ શકે. એ પરિસ્થિતિ આવશે. માટે શાંતિથી, ધીરજથી અને સરળતાથી અને તર્ક કરવો પણ ન્યાયસંપન્ન કરવો. અન્યાયનો પક્ષ થાય એવો તર્ક કરવો નહિ. તર્કવિતર્કમાં એ ફેર છે. એટલે જીવને હિતનો ત્યાગ કરવાનો વખત) ન આવે એ ધ્યાન રાખવું. એટલે હિતની મુખ્યતા રાખવી. જોયું!પોતાના હિતની મુખ્યતા રાખવી. હિતના લક્ષે આગળ વધી શકાશે. હિતનું લક્ષ નહિ હોય તો ગમે તે પ્રવૃત્તિ તે ખરેખર પ્રેય શૂન્ય પ્રવૃત્તિ છે. તે પ્રવૃત્તિથી એનો સત્સંગ, વાંચન, વિચાર બધું નિષ્ફળ જશે. કરવા ખાતર કરશે. પણ એમાં અહંપણું આવીને લોકસંજ્ઞાની વૃદ્ધિ કરશે. એ પરિસ્થિતિ આવશે.
“અધીરજથી અથવા આડી કલ્પના કરવાથી માત્ર જીવને પોતાના હિતનો ત્યાગ કરવાનો વખત આવે છે, અને અનિત્ય પદાર્થનો રાગ રહેવાથી તેના કારણે ફરી ફરી સંસારપરિભ્રમણનોયોગ રહ્યા કરે છે. દેહાદિ જેસંયોગ છે, એના પ્રત્યેનું જે મમત્વ છે, એને લઈને ફરી ફરીને જન્મ-મરણ થાય. જન્મ-મરણ થાય એ પરિસ્થિતિ ઊભી રહી જાય છે. માટે સંયોગોની જે પક્કડ છે એ પક્કડ ઢીલી કરીને સરળતાએ કરીને સત્સંગ અને સન્શાસ્ત્રનું અધ્યયન રાખવું.