________________
પત્રાંક-૫૭૦
૩૩૭
નિત્ય છે. (છતાં) કહે, મારું સ્વરૂપ છે. ભાડુતી જગ્યાનો માલિક થયો. કુદરતે એને એમ કીધું, ભાઈ ! તને આટલા વર્ષ ભાડે રહેવા દઈશું. આ કરે છે ને લખાણ- Contract. આટલા વર્ષ ભાડે રહેવાનું. પછી તમારે બીજી જગ્યા ગોતી લેવાની. આ ભાડાખત Renew થાતું નથી. જગતમાં તો હજી Renew પણ થાય. ભાઈ ! આટલા પટ્ટે જગ્યા ભાડે આપી છે. ફરીને Renew કરી દ્યો. આમાં Renew નથી થતું. આટલા વખત ભાડે રહેવાનું છે. હવે એ પોતે ભૂલી જાય છે કે હું ભાડે રહું છું. એ જ ભૂલી જાય છે. માલિક થઈને બેસી જાય છે. હું આનો ધણી. આને હું સાચવું છું, આને હું જાળવું છું, આને સરખું રાખું છું. અને પછી એમાં કાંઈક ફેરફાર થાય એટલે જોઈ લ્યો એની અશાંતિ પછી. પછી એને શાંતિનું ઠેકાણું રહે નહિ. એકલી અશાંતિ વધે.
...
એ અનિત્ય પદાર્થ પ્રત્યેની મોહબુદ્ધિ છે એ જીવને પોતાના સ્વરૂપનું ભાન થવા દેતી નથી. બેભાનપણું કરી દે છે. ‘તેની મોહબુદ્ધિમાં જીવને અનાદિથી એવું એકાગ્રપણું ચાલ્યું આવે છે,.' એટલું બધું એકાગ્રપણું એમાં ઘનિષ્ઠ કરી નાખ્યું છે, ‘કે તેનો વિવેક કરતાં...’ એ સંબંધીનો વિવેક કરતાં. સાચો વિચાર કરતાં પણ, કરતાં કરતાં જીવ મૂંઝાઈ જાય છે. એને મૂંઝવણ થઈ જાય છે. અર.....! આ બધું મારું નહિ ? આટલી બધી મીઠાશ વેદી. આખા કુટુંબની, કુટુંબના સભ્યોની, શરીરની, સંબંધોની, આબરૂની, કીર્તિની, માલ-મિલ્કતની. કાંઈ એક રજકણ મારું નહિ ? કહે છે. એને મૂંઝવણ થઈ જાય છે. જાણે બધું લઈ લેતા હોય ને ! મૂર્છા પામી જાય છે.
તેની મોહબુદ્ધિમાં જીવને અનાદિથી એવું એકાગ્રપણું ચાલ્યું આવે છે, કે તેનો વિવેક કરતાં કરતાં...' વિવેક કરીને એને જુદું પાડતાં પાડતાં એ પહેલા તો એને કોઈવાર મૂંઝાઈને પાછુ વળી જવું પડે છે. કચારેક કચારેક જીવે વિચાર કર્યો છે, પણ ઓલી એકત્વબુદ્ધિ એટલી કામ કરે છે, કે મૂંઝાઈને પાછો વળી જાય છે. આપણું કામ નહિ. આ તો કોઈ યોગી, જંગલમાં રહેનારા ત્યાગીઓનું કામ લાગે છે. આપણે તો ગૃહસ્થી રહ્યા. આપણું આ કામ લાગતું નથી. જીવ પાછો વળી જાય છે. એ રસ્તે આગળ વધવાને બદલે પાછો હટી જાય છે.
-
મુમુક્ષુ :-ભિન્ન પદાર્થ કહેવાને બદલે અનિત્ય પદાર્થ કહ્યું, આમાં શું રહસ્ય છે ? પૂજ્ય ભાઈશ્રી :– કેમકે નિત્યતા સ્થાપી છે. જે સંયોગ છે એમાં એવી નિત્યતા સ્થાપી છે કે જાણે એ સંયોગથી પોતે છૂટો જ પડવાનો નથી અને જુદો જ પડવાનો નથી. એવું કાયમી એની સાથેનું જોડાણ સમજીને જ એ વર્તે છે, કે જાણે આ બધા કાયમ મારાપણે રહેવાના છે. એક ક્ષણની અંદર ફુ... થતા વાર લાગશે નહિ. ગમે તે આયુષ્ય