________________
૩૩૬
રાજદય ભાગ-૧૧ એના ઉપર અધિકાઈ આપી દે છે. (તેથી) આત્માનું સમાધિસુખ એને ભાનમાં આવતું નથી. નહિતર આત્માની પોતાની ચીજ છે. આ કાંઈ બહારથી લાવવાની ચીજ નથી. બીજી ચીજ તો બજારમાંથી પૈસા ખર્ચીને લાવે તો ઘરમાં આવે. આમાં કાંઈ નથી. અંદર ચીજ રહેલી જ છે, પડી જ છે. પણ એનું બેભાનપણે વર્તે છે.
અવ્યાબાધ શબ્દનો પ્રયોગ બહુમાર્મિક રીતે કરે છે. આત્મસિદ્ધિમાં પણ જીવનું સ્વરૂપ કહેતા એ વાત કરી છે, કે જીવ કેવો છે? અવ્યાબાધસ્વરૂપ એમ લીધું છે. આગળ એ “સોભાગભાઈને પત્રમાં એ વાત છેલ્લે છેલ્લે નાખી. કે આત્મા અવ્યાબાધસ્વરૂપ છે. જીવનું જેસ્વરૂપ છે એ અવ્યાબાધસ્વરૂપ છે. ૨૯ વર્ષમાં જોયું ને ? અવ્યાબાધ અનુભવસ્વરૂપ. ૭૮૦મો પત્ર, પાનું-૬૦૪.
પરમયોગી એવા શ્રી ઋષભદેવાદિ પુરુષો પણ જે દેહને રાખી શકયા નથી, તે દેહમાં એક વિશેષપણું રહ્યું છે તે એ કે, તેનો સંબંધ... સંગ હોય એટલે આયુષ્ય હોય ત્યાં સુધી નિર્મોહપણું કરી લઈ અનુભવસ્વરૂપ એવું નિજસ્વરૂપ જાણી....” આત્મસિદ્ધિમાં એ કહ્યું, “અબાધ્ય અનુભવ જે રહે, તે છે જીવસ્વરૂપ.” આટલા શબ્દો વાપર્યા છે. “અબાધ્ય અનુભવ જે રહે...” અહીંયાં અવ્યાબાધ અનુભવસ્વરૂપ કહ્યું. અબાધ્ય અનુભવસ્વરૂપ. ત્યાં પણ એ જ વાત કરી છે. જીવનું સ્વરૂપ દેખાડતી વખતે, ઓળખાવતી વખતે. આ બહુમાર્મિક શબ્દલીધો છે.
તારા અનુભવને. અનુભવ તો કોણ બંધ કરી શકે ? તું અનુભવસ્વરૂપી, અનુભૂતિસ્વરૂપ (છો). શાસ્ત્રમાં ‘અમૃતચંદ્રાચાર્યદેવે” ૧૭-૧૮ ગાથામાં અનુભૂતિસ્વરૂપ શબ્દ વાપર્યો છે. એટલે કે તું અનુભવસ્વરૂપ છો, એ અનુભવ કરતો તને કોણ બંધ કરી શકે? કોણ બાધા પહોંચાડી શકે? અવ્યાબાધ, “અબાધ્ય અનુભવ જે રહે, તે છે જીવસ્વરૂપ. તેને પછી બાધ નથી.
મુમુક્ષુ – “એ જ ધર્મથી મોક્ષ છે. તું છો મોક્ષસ્વરૂપ, અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાધસ્વરૂપ.”
પૂજ્ય ભાઈશ્રી:-એલીધું છે. એ જીવને ઓળખવા માટે વાત લીધી છે. મુમુક્ષુ –પછી શુદ્ધ બુદ્ધ. લીધું, તરત જ. પૂજ્ય ભાઈશ્રી:-જીવના સ્વરૂપનો વિષય ચાલ્યો છે ને? એટલે.
અહીંયાં એમ કહે છે, કે જીવને પોતાનું અવ્યાબાધ સમાધિ સુખરૂપ જે અસ્તિત્વ છે અને જે નિત્ય શાશ્વત એવું અસ્તિત્વ છે એ કેમ ભાનમાં આવતું નથી ? કે અનિત્ય પદાર્થપ્રત્યે આ જીવની મોહબુદ્ધિ હોવાને લીધે, મમત્વબુદ્ધિ હોવાને લીધે. જેમકે શરીર