________________
૩૩૫
પત્રક-૫૭૦ ચમત્કારની ખબર જ નથી. આમાં જબરદસ્ત ચમત્કાર છે.
મુમુક્ષુ - “ગુરુદેવના પ્રતાપે જતત્ત્વની ખબર પડી.
પૂજ્ય ભાઈશ્રી:- હા. દિગંબર હોય તોપણ ભાન ન મળે. બીજાને તો શું હોય? જે દિગંબરના કુળમાં જન્મ્યા હોય એને કાંઈ ભાન ન હોય. ગજબની વાત છે ને. ગજબની ચમત્કારીક વાત છે. આત્મા સંસારીમાંથી સિદ્ધ થઈ જાય. એક એને જો કણિયો અડી જાય, અંતર્ભેદજાગૃતિ. લીધું ને ૫૬૯પત્રમાં? એક અંતર્ભેદજાગૃતિ એક ક્ષણ આવે, કણિયો અડી જાય. ‘એક જ દે ચિનગારી.” એક જામગરીનો કણિયો અડી જાય (તો) આખો સંસાર બળી જાય. ખલાસ. સિદ્ધપદમાં જઈને બેસે. અલ્પકાળમાં સિદ્ધપદમાં જઈને બેસે એવી ચીજ છે. શું કહે છે ?જુઓ!
એમ શ્રી ળેિ નિરૂપણ કર્યું છે....” એમ કરીને ઇરાદાપૂર્વક નામ નાખ્યું. જો કાંઈ વિચક્ષણતા હોય તો માણસ ઊંડો ઉતરી જાય. જે નિરૂપણ મુમુક્ષુ જીવે વિશેષ કરી અભ્યાસ કરવા યોગ્ય છે. જુઓ! ધ્યાન ખેંચ્યું છે. શ્રી જિને નિરૂપણ કર્યું છે...” એમ કહીને એ અભ્યાસ કરવા યોગ્ય છે. મુમુક્ષુએ જરા ઊંડા ઉતરવા જેવી વાત છે. છોડી દેવા જેવી વાત નથી. જો આત્માની શાંતિ જોતી હોય તો આ એક અભ્યાસ કરવા જેવો વિષય છે.
પૂર્વના કોઈ વિશેષ અભ્યાસબળથી એક કારણોનો વિચાર ઉત્પન્ન થાય છે...' સામાન્ય રીતે પૂર્વનો એ પ્રકારનો કાંઈ તત્ત્વજ્ઞાનનો અભ્યાસ રહ્યો હોય, એનું બળ હોય, પૂર્વસંસ્કાર જેને કહીએ તો એ અંગેનો વિચાર ઉત્પન્ન થાય છે. અથવા જીવ એ બાજુ ઊંડા ઉતરવામાં આગળ વધે છે. અથવા...’ એમ ન હોય તો “સત્સંગના આશ્રયથી તે વિચાર ઉત્પન્ન થવાનો યોગ બને છે. કાં તો જીવને આત્માનો વિચાર પૂર્વકર્મના સંસ્કારે જાગૃત થાય અથવા વચમાં એને કોઈ સત્સંગ મળી જાય તો ત્યાંથી એ જાગૃત થઈ જાય. એવો યોગ બને છે. ત્યારપછીના Paragraph માં બહુ સરસ માર્ગદર્શન આપ્યું છે.
“અનિત્ય પદાર્થ પ્રત્યે મોહબુદ્ધિ હોવાને લીધે આત્માનું અસ્તિત્વ, નિત્યત્વ અને અવ્યાબાધ સમાધિસુખ ભાનમાં આવતું નથી.” આ તો આત્માનું સ્વરૂપ છે. આત્મા સદાય હોવાપણે રહે, નિત્ય એનું અસ્તિત્વ રહે અને જેને બાધા ન પહોંચાડી શકાય એવું જેનું સમાધિ સુખ છે એ આત્માની સંપત્તિ છે. એ એનામાં હોવા છતાં જીવને કેમ ભાન નથી ? કે દેહાદિ અનિત્ય પદાર્થ પ્રત્યે એને વ્યામોહ છે, મોહબુદ્ધિ છે, એ એને સારું લાગે છે, શરીર સારું લાગે છે, બીજા અનુકૂળતાના સાધનો એને ઠીક લાગે છે,