________________
પત્રાંક-૫૬૯
૩૨૩
થાય કે જે પોતાને ખબર ન પડે, કેવળીગમ્ય હોય. જેમકે ચોથા ગુણસ્થાને શુદ્ધોપયોગ છે ત્યારે રાગની ઉત્પત્તિ નથી પણ એ બુદ્ધિપૂર્વકના રાગની ઉત્પત્તિ નથી. જો અબુદ્ધિપૂર્વકનો રાગ પણ ત્યાં વિદ્યમાન ન હોય, તો એ એ જ વખતે કેવળી થઈ જાય. સંપૂર્ણ શુદ્ધ અવસ્થા થઈ જાય. અહીં તો હજી ચોથું ગુણસ્થાન છે. મોક્ષમાર્ગનું પહેલું ગુણસ્થાન છે. આમ ચોથું છે પણ મોક્ષમાર્ગનું તો એ પહેલું જ ગુણસ્થાન છે. એટલે ત્યાં રાગનો સદ્દભાવ હતો, એ વાત ત્યાં સાબિત થાય છે.
મુમુક્ષુ :- મુમુક્ષુને આમાંથી શું લાગુ પડે ? કઈ રીતે લાગુ પડે ?
પૂજ્ય ભાઈશ્રી :– મુમુક્ષુને એ લાગુ પડે કે એણે જે મોક્ષ અવસ્થા છે, મોક્ષ અવસ્થાને પ્રાપ્ત એવા વીતરાગદેવ છે અને મોક્ષતત્ત્વ છે એને આ રીતે સ્વીકારવું. એને બીજી રીતે સ્વીકારવું નહિ. એટલે કે મોક્ષપ્રાપ્ત એવા જે અરિહંતો છે, તીર્થંકરો છે એને ગ્રહણ-ત્યાગવાળા માનવા નહિ, સ્વીકારવા નહિ. નહિતર એમનો અપરાધ થાય. એમને દોષિત ઠરાવવાનો, દોષિત અવસ્થારૂપે સ્વીકારવાનો અપરાધ થાય. જેને દેવતત્ત્વની ભૂલ કહેવાય. એટલે કે જે દેવતત્ત્વ છે, મોક્ષતત્ત્વ છે અને તીર્થંકરદેવની જે અવસ્થા છે એ અવસ્થામાં નિષેધ કર્યો. કેમકે અભિપ્રાય તો બે છે. એક તીર્થંકરને આહાર કરવાવાળા માને છે, એક તીર્થંકરને નહિ આહા૨ ક૨વાવાળા માને છે. તો જે તીર્થંકર આહા૨ નથી કરતા એવા અભિપ્રાયનો તમે નિષેધ શા માટે કરો છો ? અને તીર્થંકરને એવા દોષિત શા માટે સ્વીકારો છો ? આ પ્રશ્ન છે.
પહેલી વખત,.. કૈલાસસાગરજી’ની સાથે પહેલી વખત ચર્ચા થઈ ત્યારે આ પ્રશ્ન પૂછ્યો હતો, કે તીર્થંકરને તેરમા ગુણસ્થાને આહાર હોય ? હોય. કરણાનુયોગ અનુસાર કઈ પ્રકૃતિનો ત્યાં ઉદય છે કે જેમાં એ જોડાઈને આહાર કરે છે ? તો કહે, ઇ મને ખબર નથી. કાંઈ વાંધો નહિ. એનો કાંઈ વાંધો નહિ. જ્યારે તમે માનો છો તો કાંઈ સમજીને માનો છો કે નહિ ? પહેલી વખત પ્રશ્ન કર્યો હતો. એવા જે જેપ્રશ્ન કરીએ તો (કહે), ખબર નથી... ખબર નથી.... ખબર નથી. ખબર નથી-ખબર નથી ઘણું થઈ ગયું પછી... મુમુક્ષુ :- પછી મગજ ગરમ થઈ ગયો.
પૂજ્ય ભાઈશ્રી :– પછી ગરમ થઈ ગયા.....
મુમુક્ષુ :– ત્યાગ વિના જ્ઞાન પ્રગટતું નથી તો સમ્યગ્દષ્ટિએ શું ત્યાગ કર્યો કે એને જ્ઞાન પ્રગટ થયું ?
પૂજ્ય ભાઈશ્રી :– અધ્યાસનો ત્યાગ કર્યો, એ તો વાત આવી. આત્મપરિણામથી જેટલો અન્ય પદાર્થનો તાદાત્મ્યઅધ્યાસ નિવર્તવો. એટલે એણે સર્વ પદાર્થનો ત્યાગ