________________
૩૨૨
રાજહૃદય ભાગ-૧૧ તપશ્ચર્યા કરીશ એટલો મને ધર્મલાભ થશે. તો કષાય એટલો મંદ રાખીને કરે છે. સમજણ, અજ્ઞાન, મિથ્યાત્વ એ એક બાજુ રાખીએ પણ કષાય મંદ કરે છે એ પણ આટલું તો કરી શકે છે. અને વીતરાગ આહાર ગ્રહણ કરે તો એને તો કષાય પણ મંદન રહ્યો. કારણ કે એ તો તીવ્ર કષાયમાં જ આહારની પ્રવૃત્તિ થાય છે. આહાર સંબંધીનો રાગ (થાય છે. જ્યાં રાગ સૂક્ષ્મ હોય કે સ્કૂળ હોય, તીવ્ર હોય કે મંદ હોય એ અવશ્ય જ્ઞાનાવરણીયને બાંધે છે, જ્ઞાનને આવરણ કરે છે. એનું જ્ઞાન સંપૂર્ણ પરિપૂર્ણ હોઈ શકે જનહિ. એટલે એ સિદ્ધાંત થાય છે કે જ્યાં અત્યંત જ્ઞાન હોય ત્યાં અત્યંત ત્યાગ સંભવે જ છે. ત્યાં પરિપૂર્ણ જ ત્યાગ હોય ત્યાં રાગ-દ્વેષનું કિંચિત્માત્ર પણ અસ્તિત્વ હોય, તો સંપૂર્ણ જ્ઞાન હોઈ શકે નહિ, કેવળજ્ઞાન હોઈ શકે નહિ.
અત્યંત ત્યાગ પ્રગટ્યા વિના.... એ પ્રમાણે અત્યંત ત્યાગ એટલે કોઈ પદાર્થના ગ્રહણનો વિકલ્પ સુદ્ધાં ન હોય. વિકલ્પ થાય અને એને દબાવે, મંદ રાગ રહે એ પ્રશ્ન નથી, ઉપશમાવે એ પણ પ્રશ્ન નથી. જેણે ક્ષય કરી નાખ્યો હોય. કેમકે છેલ્લે ક્ષીણમોહ ગુણસ્થાન છે. જેણે બધા વિભાવોનો ક્ષય કરી નાખ્યો છે. સંપૂર્ણ યથાખ્યાત ચારિત્ર શુદ્ધ આચરણ પરિપૂર્ણ સ્વરૂપસ્થિરતાનું પ્રગટ થઈ ગયું છે. પછી તેમાં ગુણસ્થાને કેવળજ્ઞાન ઉત્પન્ન થાય. આ તો બારમા ગુણસ્થાને વાત ખતમ થઈ. કોઈપણ વિકલ્પ નહિ ઉત્પન્ન થવાની વાત તો... બુદ્ધિપૂર્વકના વિકલ્પની વાત તો સાતમાં ગુણસ્થાન પછી ક્યાંય નથી. સાતમે નહિ, આઠમે નહિ, નવમે નહિ, નવ, દસ, બાર ક્યાંય નહિ. પણ અબુદ્ધિપૂર્વકનો વિકલ્પ છે એ દસમા ગુણસ્થાન સુધી છે. પછી અગિયારમા ઉત્પન્ન થઈ બારમા ગુણસ્થાને ક્ષય થઈ જાય છે. તેમામાં તો એ પ્રશ્ન વિચારવાનો જ સવાલ રહેતો નથી. ત્યારે એ અત્યંત એવો ત્યાગ પ્રગટ્યા વિના, અત્યંત જ્ઞાનકેવળજ્ઞાન પ્રગટ થાય એ બની શકે નહિ.
એમ શ્રી તીર્થકરે સ્વીકાર્યું છે. આ તીર્થંકર પોતે એ રીતે પરિણમ્યા છે અને એ રીતે પ્રસિદ્ધ કર્યું છે, એ રીતે માન્ય કર્યું છે, એ રીતે પોતાની વાણીમાં પણ દિવ્યધ્વનિમાં જાહેર કરેલી વાત છે.
મુમુક્ષુ બુદ્ધિપૂર્વકનો વિકલ્પ એટલે પોતે ઊભો કરેલો?
પૂજ્ય ભાઈશ્રી:-બુદ્ધિપૂર્વકનો એટલે બુદ્ધિમાં ગ્રાહ્ય થાય તેને બુદ્ધિપૂર્વકનો કહે. કે જેમાં મનમાં વિકલ્પ થતાં ખબર પડે કે મને રાગ થયો, મને દ્વેષ થયો, મને આ વિચાર આવ્યો, મને આ વિચાર આવ્યો. એ બુદ્ધિગ્રાહ્ય થાય એવા વિકલ્પને બુદ્ધિપૂર્વકનો વિકલ્પ કહેવામાં આવે છે. કેમકે ત્યાં એણે બુદ્ધિ લગાવી છે. અને એટલો સૂક્ષ્મ રાગ