________________
પત્રાંક-૫૬૯
૩૨૭
શરૂ થાય છે. એને ઉદય બીજા નથી લેતા, એને અનઉદય પરિણામ લઈએ છીએ. કેમકે નિર્જરા વિશેષ છે. સંજ્વલનનો અલ્પ બંધ તો નામમાત્ર જ છે. એટલે એને અનઉદય પરિણામમાં લઈ જવાનું ... એ એનો ન્યાય છે.
...
અલ્પકાળમાં એવી યોગ્યતા કરવી ઘટે છે અને ‘એમ વર્ત્યા કરે છે.’ ભાવમાં એવું ચાલ્યા જ કરે છે. મારી યોગ્યતા મારે હજી વધારવી રહી. મારી યોગ્યતા જ વધારવી રહી. તો જ સર્વસંગપરિત્યાગ સહજમાત્રમાં થાય. સહજમાત્રમાં થાય એ દશામાં મારે આવવું રહ્યું અને એ દશામાં આવું ત્યાં સુધી આ મારો જાપ છે એ બંધ થાશે નહિ. જાપ ચાલુ રહી જશે. આત્મા એ જ જાપ જપ્યા ક૨શે. એમ કહે છે.
પ્રસંગથી કેટલાંક અરસપરસ સંબંધ જેવા વચનો આ પત્રમાં લખ્યા છે,...’ પ્રસંગોચિત્ત એટલે મારા અને તમારા બંનેના પ્રસંગોચિત્ત લાગુ પડે. સંબંધ એટલે બંનેને લાગુ પડે એવા વચનો ‘આ પત્રમાં લખ્યા છે, તે વિચારમાં સ્ફુરી આવતાં...’ વિચારમાં લખતા લખતા એનું સ્ફુરણ થતાં ‘સ્વતિચારબળ વધવાને અર્થે...’ મારું પણ વિચારબળ વધે અને તમારું પણ વિચારબળ વધે. જુઓ ! આ પત્ર લખવાનો હેતુ છે. આખો પત્ર છે એ સ્વવિચારબળ વધવાના હેતુથી લખેલો આ પત્ર છે. આ પત્રની અંદર બહુ સારો વિષય લીધો છે. અને તમને વાંચવા વિચારવાને અર્થે લખ્યા છે.’ તમે વાંચજો. વારંવાર એનો વિચાર કરજો.
‘જીવ,...’ એટલે જીવનું સ્વરૂપ. પ્રદેશ,...' એટલે એનું ક્ષેત્ર, પર્યાય...’ એટલે એના શુદ્ધ-અશુદ્ધ ભાવો. ‘તથા સંખ્યાત, અસંખ્યાત, અનંત...’ વગેરે સંખ્યાઓ. આદિ વિષે...: એ બધા પ્રશ્નો વિષે તથા રસના વ્યાપકપણા વિષે...’ ૨સ વ્યાપે છે. જીવના પરિણામમાં રસ વ્યાપે છે. તો એ રસ વ્યાપે છે એટલે શું ? એનો અનુભવ શું ? એ “વિષે ક્રમે કરી સમજવું યોગ્ય થશે.’ ક્રમશઃ એ વાત આપણે વિચારશું. ‘તમારો અત્ર આવવાનો વિચાર છે,...’ મુંબઈ’. ‘તથા શ્રી ડુંગર આવવાનો સંભવ છે એમ લખ્યું તે જાણ્યું છે. સત્સંગ જોગની ઇચ્છા રહ્યા કરે છે.’ મને પણ તમારા સત્સંગના યોગની ઇચ્છા રહ્યા કરે છે. એ રીતે અહીંયાં ૫૬૯મો પત્ર પૂરો કર્યો છે.
મુમુક્ષુ - :- ... સમજાશે એનો અર્થ યોગ્યતા આવ્યા પછી આ વાત સમજાશે ?
પૂજ્ય ભાઈશ્રી :– હા. અનુક્રમે સમજવું યોગ્ય થશે. એટલે જેમ જેમ કેટલાક બીજા પ્રશ્નો એમણે કરેલા એ સમાધાન થવા યોગ્ય હોય છે. આમાં શું હોય છે માણસને પોતાને પ્રશ્ન પૂછનારને ખ્યાલ નથી આવતો. એને જે જે વિકલ્પ આવે, કુતૂહલ થાય એનો પ્રશ્ન પૂછી લે છે. પણ એ પહેલા એને બીજું કેટલુંક સમાધાન ન થાય, તો એ