________________
૩૨૯
પત્રાંક-૫૭૦
શકાય નહીં. માટે ફરી ફરી સત્સંગ, સત્શાસ્ત્ર અને પોતામાં સરળ વિચારદા કરી તે વિષયમાં વિશેષ શ્રમ લેવો યોગ્ય છે, કે જેના પરિણામમાં નિત્ય શાશ્વત સુખસ્વરૂપ એવું આત્મજ્ઞાન થઈ સ્વરૂપ આવિર્ભાવ થાય છે. એમાં પ્રથમથી ઉત્પન્ન થતા સંશય ધીરજથી અને વિચારથી શાંત થાય છે. અધીરજથી અથવા આડી કલ્પના કરવાથી માત્ર જીવને પોતાના હિતનો ત્યાગ કરવાનો વખત આવે છે, અને અનિત્ય પદાર્થનો રાગ રહેવાથી તેના કારણે ફરી ફરી સંસારપરિભ્રમણનો યોગ રહ્યા કરે છે.
કંઈ પણ આત્મવિચા૨ ક૨વાની ઇચ્છા તમને વર્તે છે, એમ જાણી ઘણો સંતોષ થયો છે. તે સંતોષમાં મારો કંઈ સ્વાર્થ નથી. માત્ર તમે સમાધિને રસ્તે ચડવા ઇચ્છો છો તેથી સંસારક્લેશથી નિવર્તવાનો તમને પ્રસંગ પ્રાપ્ત થશે. એવા પ્રકારનો સંભવ દેખી સ્વભાવે સંતોષ થાય છે. એ જવિનંતિ.
આ. સ્વ. પ્રણામ.
૫૭૦મો પત્ર છે. ગાંધીજી’ ઉપરનો પત્ર છે. ડરબન’માં ગાંધીજી’ પછી રોકાઈ ગયા હતા. ૫૩૦મો એક પત્ર આવી ગયો. ૨૭ મા વર્ષમાં આસો મહિનામાં એ પત્ર હતો. ત્યાર પછી આ પાંચ મહિને ફરીને બીજા એક પત્રનો અહીંયાં ઉલ્લેખ થયો છે.
‘સુજ્ઞ ભાઈ શ્રી મોહનલાલ પ્રત્યે, શ્રી ડરબન.’ ‘દક્ષિણ આફ્રિકા’માં ‘ડરબન’ City માં એ વખતે હતા. પત્ર ૧ મળ્યું છે. જેમ જેમ ઉપાધિનો ત્યાગ થાય તેમ તેમ સમાધિસુખપ્રગટે છે.’ જેમ જેમ જીવ ઉપાધિ છોડે એમ એને શાંતિ થાય. જેટલી ઉપાધિ કરે તેટલી અશાંતિ થાય. એ તો સમજી શકાય એવી વાત છે, અનુભવગમ્ય છે. એટલે જેમ જેમ ઉપાધિ છૂટે, ત્યાગ થાય એટલે ઉપાધિ છૂટે, તેમ તેમ એને સમાધિ એટલે શાંતિ અને સુખ, આત્માનું સુખ પ્રગટે છે.
જેમ જેમ ઉપાધિનું ગ્રહણ થાય તેમ તેમ સમાધિસુખ હાનિ પામે છે.' એ તો સામે સામો વિષય છે. જીવ જેમ જેમ વધારે ઉપાધિ કરે, તેમ તેમ એના આત્મિક સુખનો નાશ થાય. આકુળતા અને દુઃખ વધે. વૈજ્ઞાનિક પરિસ્થિતિ છે. આમાં બીજું કાંઈ કોઈનું ચાલે એવું નથી. પોતે સમજે, સમજીને પોતે પોતાને સુખ શાંતિ થાય એમ પ્રવર્તે. એ તો સીધી સાદી વાત છે.
“વિચા૨ કરીએ તો આ વાત પ્રત્યક્ષ અનુભવરૂપ થાય છે.’ આ તો થોડા વિચારથી પણ અનુભવમાં આવે છે. કેમકે જીવ ઉપાધિ કરે છે ત્યારે તેને ઘણી આકુળતા થતી