________________
૩૨૮
રાજહૃદય ભાગ-૧૧ પ્રશ્નનો ઉત્તર મળે તોપણ એને સમાધાન ન થાય. એટલે એમાં કમ પાડે છે. જ્ઞાનીને ખ્યાલ આવે છે. એટલે એ એને જે રીતે એ સમજે એ Line ઉપર લઈ જાય છે. પહેલા એને બીજી બીજી વાતોમાં સમાધાન લાવી દે, પછી એના મૂળ પ્રશ્નનો ઉત્તર આપે. એમ કરીને વાત કરવી છે. કોઈ કોઈ જગ્યાએ એવું લખે છે, કે બીજા કેટલાક પ્રશ્નોનું સમાધાન થયા પછી આ પ્રશ્નનું સમાધાન થવા યોગ્ય છે માટે સમાગમમાં રૂબરૂમાં આનો વિચાર કરશો. એમ કરીને વાત કરે છે.
પત્રક-૫૭૦
મુંબઈ, ફાગણ વદ ૫, શનિ, ૧૯૫૧ સુજ્ઞ ભાઈશ્રી મોહનલાલ પ્રત્યે, શ્રી ડરબન.
પત્ર ૧ મળ્યું છે. જેમ જેમ ઉપાધિનો ત્યાગ થાય તેમ તેમ સમાધિસુખ પ્રગટે છે. જેમ જેમ ઉપાધિનું ગ્રહણ થાય તેમ તેમ સમાધિસુખ હાનિ પામે છે. વિચાર કરીએ તો આ વાત પ્રત્યક્ષ અનુભવરૂપ થાય છે. જો કંઈ પણ આ સંસારના પદાર્થોનો વિચાર કરવામાં આવે, તો તે પ્રત્યે વૈરાગ્ય આવ્યા વિના રહે નહીં, કેમકે માત્ર અવિચાર કરીને તેમાં મોહબુદ્ધિ રહે છે.
આત્મા છે', “આત્મા નિત્ય છે', “આત્મા કર્મનો કર્યા છે', “આત્મા કર્મનો ભોક્તા છે, તેથી તે નિવૃત્ત થઈ શકે છે, અને નિવૃત્ત થઈ શકવાનાં સાધન છે', એ જ કારણો જેને વિચાર કરીને સિદ્ધ થાય, તેને વિવેકશાન અથવા સમ્યક્દર્શનની પ્રાપ્તિ ગણવી એમ શ્રી જિને નિરૂપણ કર્યું છે, જે નિરૂપણ મુમુક્ષુ જીવેવિશેષ કરી અભ્યાસ કરવા યોગ્ય છે.
પૂર્વના કોઈ વિશેષ અભ્યાસબળથી એક કારણોનો વિચાર ઉત્પન્ન થાય છે; અથવા સત્સંગના આશ્રયથી તે વિચાર ઉત્પન્ન થવાનો યોગ બને છે.
અનિત્ય પદાર્થ પ્રત્યે મોહબુદ્ધિ હોવાને લીધે આત્માનું અસ્તિત્વ, નિત્યત્વ, અને અવ્યાબાધ સમાધિસુખ ભાનમાં આવતું નથી. તેની મોહબુદ્ધિમાં જીવને અનાદિથી એવું એકાગ્રપણું ચાલ્યું આવે છે, કે તેનો વિવેક કરતાં કરતાં જીવને મૂંઝાઈને પાછું વળવું પડે છે, અને તે મોહગ્રંથિ છેદવાનો વખત આવવા પહેલાં તે વિવેક છોડી દેવાનો યોગ પૂર્વકાળે ઘણી વાર બન્યો છે, કેમકે જેનો અનાદિકાળથી અભ્યાસ છે તે, અત્યંત પુરુષાર્થ વિના, અલ્ય કાળમાં છોડી
૧. મહાત્મા ગાંધીજી