________________
૩૩૧
પત્રાંક-૫૭૦
જ્યાં તારે શાંતિ જોઈતી નથી ત્યાં સુધી શાંતિનો રસ્તો તું નહિ પકડ. નવરો પડીશ તો અશાંતિનો જ રસ્તો પકડીશ. બીજું કાંઈ નહિ થાય. એટલા માટે ધ્યેય નક્કી કરવાની વાત છે. સંપૂર્ણ શુદ્ધિમાં સંપૂર્ણ શાંતિ છે. એ ધ્યેય નક્કી કર્યા વિના આ કાર્યમાં શરૂઆત નથી થાતી. બીજે જે થાતું હોય એ ભલે થાતું. અહીંયાં તો શરૂઆત થાતી
નથી.
“શ્રીગુરુ” એમ કહી ગયા. પૂર્ણતાને લક્ષે શરૂઆત તે વાસ્તવિક શરૂઆત છે.” પૂર્ણ શાંતિનું ધ્યેય બાંધ્યા વિના કોઈને આ માર્ગની શરૂઆત થતી નથી. મુમુક્ષતામાં પ્રવેશ જ મળતો નથી. સીધી વાત છે. આપણે મુમુક્ષુ કહેવડાવીએ છીએ ને ? કહેવડાવીએ છીએ, હોં! પણ મુમુક્ષતામાં આવ્યા નથી. વાતમાં કાંઈ માલ નથી. સાકરના કોથળામાં અંદર કરિયાતું ભર્યું છે. નામ સાકરનું છે. એવી પરિસ્થિતિ છે. એટલે એ વાત છે. પછી નવરાશમાં સાચો રસ્તો સૂઝશે, નહિતર રસ્તો ખોટો પકડશે. નવરો પડશે અને નખ્ખોદકાઢશે. પોતાનું ને પોતાનું. બીજાનું તો કોઈ કાંઈ કરી જ નથી શકતું. સારું કે ખરાબ પણ પોતાનું ખરાબમાં ખરાબ કરશે.
શું કહે છે ? “ગાંધીજીને લખે છે, કે વિચાર કરીએ તો આ વાત પ્રત્યક્ષ અનુભવરૂપ થાય છે. મૂળ ગાંધીજી મૂંઝાતા હતા. ગાંધીજી પોતાના જીવનમાં મૂંઝાતા હતા. આમ બુદ્ધિશાળી માણસ હતા છતાં પણ ક્યારેક મુંઝવણમાં આવી જતા હતા). (સમાધાન) થવા માટે “શ્રીમદ્જી સાથે પત્રવ્યવહાર કરતા હતા. એમને એ પોતાના ગુરુના સ્થાને એમણે અંદરમાં મનમાં સ્વીકાર્યા હતા. એ પોતે આત્મકથામાં લખી ગયા છે, કે જ્યાં જ્યાં હું જીવનમાં મૂંઝાણો છે, ત્યાં મારા પ્રત્યક્ષ ગુરુના સ્થાને રાખીને મેં મારી મૂંઝવણનો ઉકેલ કરવા માટે એમને પૂછાવ્યું છે.
વિચાર કરીએ તો આ વાત પ્રત્યક્ષ અનુભવરૂપ થાય છે. જો કંઈ પણ આ સંસારના પદાર્થોનો વિચાર કરવામાં આવે...” જે સંયોગો છે, આ સંસારના જે પદાર્થો છે એનો જો કાંઈ વિચાર કરવામાં આવે તો સમ્યક વિચારથી, સાચા વિચારથી, યોગ્ય વિચારથી તો તે પ્રત્યે વૈરાગ્ય આવ્યા વિના રહે નહીં.” શું કહે છે? “ગુરુદેવ’ વાત જ્ઞાનથી લેતા હતા, કે આ જગતના પદાર્થોને જો જોવામાં આવે તો તે બધા સમ્યજ્ઞાનનો વિષય થાય છે. અને જ્યાં જ્ઞાન હોય ત્યાં વૈરાગ્ય હોય, હોય ને હોય જ. આમણે વૈરાગ્યથી લીધું, એમણે જ્ઞાનથી લીધું. વાત તો એકની એક જ છે. જગત આખું સમ્યજ્ઞાનનો વિષય છે. અથવા તો ઉલટાવીને એમ કહેતા, કે આ જગતમાં મિથ્યાજ્ઞાનનો કોઈ વિષય જ નથી. મિથ્યાજ્ઞાન એટલે કલ્પના. એવો કોઈ પદાર્થ જ