________________
૩૩૦
રાજહૃદય ભાગ-૧૧ જોવામાં આવે છે. કેટલાકને તો ઉપાધિ વધે એટલે Tension જેને કહેવામાં આવે છે. તણાવ, માણસને અસર થાય છે. ડાયાબિટિસમાં એ જ છે. ચિંતા કરવાનો વધારે સ્વભાવ હોય એને ડાયાબિટિસ થાય છે. પ્રકૃતિ બધી ઈ જાતની હોય. એને શું થાય છે? કે જ પાચક અવયવ છે એ Fail થાય છે. પેનક્રિયાસ ફેઈલ થયું એમ ડોક્ટરો કહે છે. પાચક અવયવ છે એમાં પાચકરસ છૂટે છે. એ ખલાસ થાય છે. ડૉક્ટર એમ કહે, આ તમને Permanent lossથયો.એને તો શરીરમાંથી Lossથયો છે, આત્મામાંથી કાંઈ Loss થયો નથી. ઉપાધિ સ્વભાવ ગમે ત્યારે છોડી શકે છે. પેનક્રિયાસ ફેઈલ થયું હોય તો એને ચાલુ કરી શકાય, પણ ઉપાધિ ઘણી કરતા હોય તો ઉપાધિ છોડી શકાય છે. મમત્ત છોડવું પડે. મારું કાંઈ નથી. આ જગતમાં આ દેહથી માંડીને કાંઈ મારું છે નહિ. દેહ પણ મારો નથી, બીજાને કયાં મમત્વ કરવું એમ કહે છે. ઉપાધિ છૂટી શકે છે. સમાધિસુખ પ્રાપ્ત થઈ શકે છે. કેટલાકને ઊંઘ ઊડી જાય છે બહુ ઉપાધિ વધી જાય તો. ખાવા-પીવાનું ભાવતું નથી. કેમકે ઉપાધિ બહુ છે અત્યારે, ભાઈ ! ક્યાંય અમને ચેન પડતું નથી.
જીવના વિભાવ પરિણામની અસર શરીર ઉપર થાય ત્યાં સુધી માણસ ઉપાધિ કરે છે. જુઓ ! કેવી ઉપાધિ કરે છે? આ Hypertension નું એક મુખ્ય કારણ આ ગણવામાં આવે છે. ઘણા કારણો છે. શારીરિક કારણો છે. પણ મોટે ભાગે માનસિક કારણ ગણવામાં આવે છે.
મુમુક્ષુ-નવરાશમાં ઉપાધિ કર્યા વગર ગમતું નથી.
પૂજ્ય ભાઈશ્રી - એ નવરો ક્યાં રહે છે? નવરાશ એટલે બીજી પ્રવૃત્તિ નથી કરતો. બાકી તો નવરો છે જ નહિ. પરિણામ થયા જ કરે છે. હવે પરિણામ ઉપાધિવાળા કરે છે કે નિરૂપાધિવાળા કરે છે એને શાંતિની ચાહના હોય એમ કરે.
જીવને પૂછવું. પોતે પોતાના જીવને પૂછવું, કે ભાઈ! તારે શાંતિ જોઈએ છે? કે તારે શાંતિ જોઈતી નથી ? તું એક વાત નક્કી કર ને! તારે જોઈએ છે શું એ તો નક્કી કર. આ માણસને તકરાર થાય ત્યારે શું પૂછવું પડે છે? બે વચ્ચે વાંધો હોય ભાઈ ! તમે શું ઇચ્છો છો એ પહેલા નક્કી કરો. કહી દો કે તમે શું ઇચ્છો છો ? તમે ઇચ્છતા હોય એ કહેજો. એમાં છેતરતા નહિ. નહિતર માણસ એમાં પણ છેતરે. પહેલા ન જોતું હોય એ કહે અને પછી જોતું હોય એ પાછળથી કહે. એમ નહિ. એને પૂછી લે, કે તમારે જોઈએ છે શું? એમ જીવે પોતાને પૂછી લેવું. તારે જોઈએ છે શું? શાંતિ જોઈએ છે કે અશાંતિ જોઈએ છે? નક્કી કરીને તેમને કહે. એ વગર તું શાંતિનો રસ્તો જનહિ પકડે.