________________
પત્રાંક-૫૬૯
૩૨૧
તા. ૨૮-૧૧-૧૯૯૦, પત્રાંક – પ૬૯, ૫૭૦
પ્રવચન નં. ૨૬૩
શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત, પત્ર-પ૬૯ ચાલે છે, પાનું-૪પર.
મુમુક્ષુ:- (અત્યંત જ્ઞાન હોય ત્યાં અત્યંત ત્યાગ સંભવે છે.) એ વધારે સ્પષ્ટ કરશો).
પૂજ્ય ભાઈશ્રી - અત્યંત જ્ઞાન એટલે પરિપૂર્ણ જ્ઞાન. જ્યાં જ્ઞાન પરિપૂર્ણ હોય ત્યાં જ્ઞાનને આવરણ ન હોય. જે જ્ઞાન પરિપૂર્ણ હોય, શુદ્ધ હોય તે જ્ઞાન નિરાવરણ છે. જ્ઞાન ક્યારે નિરાવરણ થાય? કે જ્ઞાનને આવરણ કરનારા પરિણામ જીવને ન હોય ત્યારે કોઈ રાગ અને દ્વેષના પરિણામ છે એ સીધા જ જ્ઞાનાવરણીયના કારણ હોય. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, અંતરાય ચારે ઘાતકર્મ છે.
જેને કોઈપણ પદાર્થ ગ્રહણ કરવાનો રાગ છે. એટલે કે ત્યાગ નથી. અનાદિથી ગ્રહણ કરવાનો રાગ છે એ રાગનો અધ્યાસ તૂટ્યો નથી અને રાગ છૂટ્યો નથી. બાહ્ય પદાર્થનો ત્યાગ એ તો પરિણામમાં તે સંબંધીનો મોક્ષમાર્ગમાં વિકલ્પ છૂટી જાય ત્યારે એ ત્યાગ ઉત્પન્ન થઈ જાય છે. ગ્રહણ કરવાનો વિકલ્પ ઉત્પન્ન જ ન થાય. મંદ રાગ હોય ત્યાં સુધી તો મનમાં પરિણામ થાય છે અને રાગ તીવ્ર થતાં પછી એની પ્રવૃત્તિ બહારમાં ચેષ્ટા દેખાય છે. જો કોઈ પરિપૂર્ણ વીતરાગ સંપૂર્ણ જ્ઞાનીને બાહ્ય પદાર્થ ગ્રહણ કરવાનો રાગ હોય તો એ તીવ્ર રાગમાં છે. મંદ રાગમાં પણ નથી. તો એને જ્ઞાનાવરણીય બંધાયા વિના કેવી રીતે રહે? અને એનું જ્ઞાન આવરણ થયા વિના કેવી રીતે રહે? એટલે એ સિદ્ધાંત અહીંયાં મૂક્યો છે.
જ્યાં અત્યંત જ્ઞાન હોય.” સંપૂર્ણ જ્ઞાન હોય, નિરાવરણ જ્ઞાન હોય ત્યાં અત્યંત ત્યાગ સંભવે છે. ત્યાં પછી કોઈ પદાર્થનું ગ્રહણ કરે તો ત્યાં સંપૂર્ણ જ્ઞાન હોતું નથી. કેમકે એ તો તીવ્ર રાગથી પ્રવૃત્તિ થાય છે. મંદ રાગમાં હજી કેટલાકને પ્રવૃત્તિ નથી. મંદ કષાયી જીવો ઉપવાસ કરી શકે અને વીતરાગદેવ આહાર લે તો એને તો કષાયની મંદતા પણ ન રહી. સામાન્ય જીવો એક દિવસ, બે દિવસ, પાંચ દિવસ, પંદર દિવસ, મહિના-મહિના ઉપવાસ કરે છે તો કષાયની મંદતામાં ધર્મબુદ્ધિએ કરે છે. હું જેટલી