________________
૨૯૮
એટલે પાત્રતા. તથારૂપ પાત્રતા.
જો કોઈપણ એવી સુપાત્રતાને પ્રાપ્ત કરીને જીવને એક ક્ષણ પણ અંતર્ભેદજાગૃતિ થાય તો તેને મોક્ષ વિશેષ દૂર નથી.’ મોક્ષની નજીક આવી ગયો એમ કહે છે. આ વચન છે એ બહુ માર્મિક વચન એમણે આ જગ્યાએ ‘શ્રીમદ્જીએ કહ્યું છે. સામાન્ય રીતે આપણે ત્યાં શાસ્ત્ર સ્વાધ્યાય સારી રીતે કરનારા જીવોને એક વાતની પોતાને ખામી લાગે છે કે આપણે તો જ્ઞાની નથી. આ બધું વાંચીએ છીએ, વિચારીએ છીએ પણ આત્મજ્ઞાન નથી ત્યાં શું થાય ? આત્મજ્ઞાન નથી એટલે આપણું કોઈ આત્મશ્રેય થતું નથી. કરવું શું ? વાંચ્યું, સાંભળ્યું, જાણ્યું, વિચાર્યું અને એમાં પણ થાક લાગે એટલે પ્રવૃત્તિ બદલે. બીજો એમાં ઉપાય પણ નથી. અને છતાં પણ આ સિવાય બીજું નિમિત્ત નથી, તત્ત્વજ્ઞાન સિવાય આત્મજ્ઞાનનું નિમિત્ત નથી. માટે તત્ત્વજ્ઞાનની પ્રવૃત્તિ પોતે ચાલુ રાખે છે. પણ એક વાતની પોતાને અંદરમાં ખામી દેખાય છે કે આપણને જ્ઞાન નથી થયું એનું શું કરવું ? આત્મજ્ઞાન નથી થયું એનું શું કરવું ? આત્મજ્ઞાન વગર તો કાંઈ મોક્ષમાર્ગમાં આગળ વધાતું નથી. એના માટે અહીંયાં રસ્તો ખુલ્લો કર્યો છે.
રાજહૃદય ભાગ-૧૧
આત્મજ્ઞાન ન હોય તોપણ સત્પાત્રતા છે ? યોગ્યતા છે ? હવે જો પાત્રતા પણ ન ? હોય તો પછી કોઈ આશા રાખવી નકામી છે. જે પાત્ર નથી એ કાં તો અપાત્ર છે અને કાં તો કુપાત્ર છે. કાં તો સત્પાત્રતા છે, નહિતર અપાત્રતા છે અથવા કુપાત્રતા છે. તો અપાત્ર અને કુપાત્રમાં તો વસ્તુ આવવાની નથી. પાત્રમાં વસ્તુ આવવાની છે. આત્મજ્ઞાનરૂપી વસ્તુ છે એ કાં આવશે ? પાત્રતામાં આવશે. તો પાત્રતામાં આગળ વધ. અને પાત્રતા પ્રાપ્ત કરવા માટે કોઈ શરત નથી. આત્મજ્ઞાન માટે શરત છે કે એને નિર્ણય થવો જોઈએ. નિર્ણય માટે શરત છે કે એને સત્પાત્રતા હોવી જોઈએ પણ સત્પાત્રતા માટે કોઈ શરત નથી. ફક્ત પોતાને સુખી થવું છે. દુઃખથી છૂટવું છે, અશાંતિ ન જોઈએ અને આત્મિક શાંતિ જોઈએ. આના માટે એની પોતાની ચાહના તૈયા૨ ક૨વી. ગમે ત્યારે થાય એટલે એ જ વખતે પાત્રતા શરૂ થાય છે. એના માટે કોઈ પ્રક્રિયા નહિ, કોઈ દાન નહિ, કોઈ દયા નહિ, કોઈ બીજું નહિ, કોઈ ત્રીજું નહિ, કોઈ ક્રિયા, કોઈ સાધનની કાંઈ જરૂ૨ નથી. ફક્ત પોતાને શાંતિની યાચના થવી જોઈએ, શાંતિની રુચિ થવી જોઈએ, સુખની રુચિ થવી જોઈએ. આટલી વાત છે કે મારે આત્મા જોઈએ. આત્મામાંથી મારે આત્મશાંતિ જોઈએ. આ સિવાય મારે બીજું કાંઈ ન જોઈએ. પાછું આ પણ જોઈએ અને આ પણ જોઈએ બે વાત નહિ ચાલે. તો બેમાંથી એકપણ નહિ મળે.