________________
૩૧૮
રાજહૃદય ભાગ-૧૧ હોય કે જેમાં આદર્શ ભંસાઈ જાય? ભંસાઈ જાય એવો એનો દેખાવ કેવી રીતે હોય?કે જે આદર્શથી વિરુદ્ધ હોય? એ કેવી રીતે બને ? કે એને જોતા જ બીજાને એ આદર્શ પ્રગટે. જેણે પરિપૂર્ણ આદર્શ સિદ્ધ કર્યો હોય એના દર્શનમાત્રથી એ આદર્શ બીજાને પ્રગટ થાય. આવો તો નિમિત્તનૈમિત્તિક એનો સંબંધ હોય. એટલે તીર્થંકરદેવના વિષયની આખી જે માન્યતા છે એ માન્યતાનો અહીંયાં નિકાલ આવી જાય છે. છેને?
“અત્યંત ત્યાગ પ્રગટ્યા વિના અત્યંત જ્ઞાન ન હોય... અત્યંત જ્ઞાન હોય ત્યાં અત્યંત ત્યાગ હોય જ. “એમ શ્રી તીર્થકરે સ્વીકાર્યું છે.’ હું કહું છું એમ નહિ. આ તીર્થકરદેવે સ્વીકારેલી વાત છે. આથી વિરુદ્ધ કોઈ વાત કહે તો એ તીર્થંકરદેવની વાત નથી કો'ક બીજાની છે. મનઘડંત કંઈ ઘડી કાઢેલી કલ્પના બીજાની છે. એ તીર્થંકરની વાત નથી.
મુમુક્ષુ-મુનિ અવસ્થામાં જરા પણ પરિગ્રહને સ્વીકાર કરવાનો અર્થ એમ થઈ ગયો કે એણે આખો જ્ઞાનનો નિષેધ કરી નાખ્યો.
પૂજ્ય ભાઈશ્રી – એણે કેવળજ્ઞાનનો નિષેધ કર્યો. એણે આહાર સ્વીકાર્યો, કોઈ પરિગ્રહ સ્વીકાર્યો, કોઈ શૃંગાર સ્વીકાર્યો. કાંઈપણ (સ્વીકાર્યું એ) બધું કેવળજ્ઞાનને ઉડાવવાની વાત છે.
મુમુક્ષુ સ્વભાવનો નકાર કરી નાખ્યો.
પૂજ્ય ભાઈશ્રી - સ્વભાવનો નકાર થઈ ગયો. દશાનો નકાર થઈ ગયો. એ તો આખું વિપરીત થઈ ગયું.
મુમુક્ષુ-તમને યોગ્ય લાગે એમ વાતને
પૂજ્ય ભાઈશ્રી:-લખ્યું છે કે નહિ પણ યોગ્ય લાગે એમ છે કે ચોખ્ખું લખ્યું છે? આમાંથી શું બીજો અર્થ કાઢી શકાય કહો? આમાંથી કાંઈ બીજો અર્થ નીકળે છે? તો આપણે બીજો અર્થ કાઢ્યો કહેવાય. બે અર્થ નીકળતા હોય તો એક અર્થ આપણે કાચો, બીજો અર્થ કોઈ બીજા કાઢે. પણ આમાંથી બીજું ક્યાં નીકળે છે ? અત્યંત અત્યંત તો શબ્દ વાપર્યો છે. “અત્યંત જ્ઞાન હોય ત્યાં અત્યંત ત્યાગ સંભવે છે. અત્યંત ત્યાગ પ્રગટ્યા વિના અત્યંત જ્ઞાન ન હોય.” એક વાક્યમાં ચાર વખત “અત્યંત શબ્દનો પ્રયોગ છે.
મુમુક્ષુ-વાત સાધારણ જેવી લાગે પણ આના મૂળિયા ઘણા ઊંડા છે.
પૂજ્ય ભાઈશ્રી -મૂળ સૈદ્ધાંતિક વાત છે. બહુ સૈદ્ધાંતિક વાત છે. મુમુક્ષુએ એમ લેવા યોગ્ય છે કે તારે જ્ઞાન કરવું છે ને ? તો તારી ગ્રહણ-ત્યાગની વૃત્તિ તો તપાસી લે