________________
પત્રક-૫૬૯
૩૧૭
સંતોષ વચ્ચે પકડવાનો નથી. જ્યાં સુધી પૂર્ણ રાગ-દ્વેષ નાશ ન થાય ત્યાં સુધી જ્ઞાની પોતે સંતોષ પકડતા નથી. (મુમુક્ષુને તો) સંતોષ પકડવાનો પ્રશ્ન રહેતો નથી. સર્વથા રાગદ્વેષ પરિણામનું પરિક્ષીણપણું જ કર્તવ્ય છે.
અત્યંત જ્ઞાન હોય ત્યાં અત્યંત ત્યાગ સંભવે છે.' અને જેટલું જેટલું જ્ઞાન આત્મામાં લીન થાય છે, જેટલું જેટલું જ્ઞાન આત્માની અંદર વિજ્ઞાનઘન થાય છે, બહારમાં વિકલ્પ ખલાસ થાય છે, જેટલી સ્વરૂપ સ્થિરતા એટલો વિકલ્પનો નાશ છે. ગુણસ્થાન શું બતાવે છે ? કોઈ જીવ ચોથા ગુણસ્થાનમાંથી પાંચમા ગુણસ્થાનમાં આવે એ શું બતાવે છે ? કે સ્વરૂપસ્થિરતાને લઈને અમુક પ્રકારના વિકલ્પ એને ઉત્પન્ન થતા નથી. તેથી તે વિકલ્પની પ્રવૃત્તિ પણ એને જોવામાં આવતી નથી. એટલે એ આત્મજ્ઞાનના ઘનિષ્ઠપણાને એ બતાવે છે. એટલો આત્મા જ્ઞાનઘન થયો. માટે એને એટલો ત્યાગ છે. સમજણ વગરના બાહ્ય ત્યાગની વાત નથી. આ તો યથાર્થ સાધકદશામાં જે ત્યાગ આવે છે (એની વાત છે). જ્યાં અત્યંત જ્ઞાન હોય ત્યાં અત્યંત ત્યાગ સંભવે છે. જ્યાં સંપૂર્ણ જ્ઞાન થયું, કેવળજ્ઞાન થયું, ત્યાં એને સંપૂર્ણ ત્યાગ હોય. એને તિલષમાત્ર પરિગ્રહનો કોઈ અંશ એને હોય એવું બની શકે નહિ. જિનેશ્વરનું સ્વરૂપ બતાવે અને એને ત્યાગ ન હોય એમ બતાવે તો એને જ્ઞાન પણ નથી એમ બતાવી દીધું. શું કીધું અહીંયાં ?
જ્યાં અત્યંત જ્ઞાન હોય ત્યાં અત્યંત ત્યાગ સંભવે છે.’ મુનિદશામાં પાંચમા ગુણસ્થાન કરતા વધારે ત્યાગ છે. તો કેવળજ્ઞાનની દશામાં તો પૂરેપૂરો ત્યાગ હોય. એમાં તો મોરપીંછી કે કંમડળ કે શાસ્ત્ર ઉ૫ક૨ણ હોવાનો પણ સવાલ રહેતો નથી. એ તો બહારમાં મુનિદશા સુધીના ચિહ્નો છે. કેવળજ્ઞાનીને તો એ ચીજ (હોવાનો સવાલ જ નથી). એ તો સીધા પાંચસો ધનુષ ઊંચે આકાશની અંદર સ્વરૂપમાં લીનપણે વર્તે છે. એમને કોઈ ચીજ હોઈ શકે નહિ.
અત્યંત ત્યાગ પ્રગટ્યા વિના...' એટલે ગૃહસ્થદશામાં. અત્યંત જ્ઞાન ન હોય એમ શ્રી તીર્થંકરે સ્વીકાર્યું છે.' મારી દીધો ફેંસલો. ભાઈ ! આ ભરતરાજાને અરીસાભુવનમાં કેવળજ્ઞાન થયું હતું, કે ભાઈ ! મરુદેવની માતાને હાથીના હોદ્દે કેવળજ્ઞાન થયું હતું. એ વાત કોઈ રીતે બની શકે એવી નથી. અત્યંત ત્યાગ પ્રગટ્યા વિના અત્યંત જ્ઞાન ન હોય...’ અત્યંત જ્ઞાન હોય ત્યાં અત્યંત ત્યાગ હોય, હોય ને હોય
જ.
જેણે પોતાનો આદર્શ પૂર્ણ રીતે સાધ્ય કરી લીધો. સાધી લીધો એનો દેખાવ એવો