________________
પત્રાંક-૫૬૯
૩૧૫ કથાનુયોગ વાંચીને આવી ભૂલ કરે છે. જુઓ ! “રામચંદ્રજીએ સત્તર હજાર વર્ષ રાજ કર્યું. એનો રાજ્યકાળ સત્તર હજાર વર્ષનો છે. વનવાસથી આવ્યા પછી. એ પહેલા નહિ. એ પહેલા તો રાજ્યાભિષેક એમનો નહોતો થયો. સત્તર હજાર વર્ષ સુધી રાજ કર્યું. એ કાળમાં આયુષ્ય મોટા હતાને? અને એમના સસરા જનકરાજા જનક વિદેહી કહેવાણા. દેહ છતાં વિદેહી દશામાં રહેતા હતા. રાજની ઉથલપાથલ થાય એને કાંઈ અસર થાય નહિ. દેહની ઉથલપાથલ થાય કાંઈ અસર થાય નહિ.
તો કહે છે, એ રાજપાટમાં રહ્યા અને છતાં આત્મસ્વભાવમાં પણ રહ્યા. મારે એવા કોઈનું દષ્ટાંતનું આલંબન લેવું નથી. આ તો મુમુક્ષુ હોય અને આલંબન લે. ચક્રવર્તીને ઘણો પરિગ્રહ છે. આપણે ક્યાં એટલો છે. આપણે તો હજી આટલા લાખ જ થયા છે, આપણા કરતાં મોટા પરિગ્રહ જ્ઞાનીઓને હતા. એવું આલંબન લેવા માટે એ વાત નથી. તારી ભૌતિક સાધનોની રુચિ અને ભૌતિકસુખના પોષણ માટેની રુચિ (વધુ) એ માટે એ વાતો કરી નથી. એ તો એમના કોઈ અલૌકિક પુરુષાર્થને દર્શાવવા માટે એ બધી વાતો કરી છે. જગતના સુખની રુચિને પોષવા માટે એ વાત નથી કરી. એટલે એમ કહે છે “એવા આલંબન પ્રત્યે ક્યારેય બુદ્ધિ થતી નથી. અમારે તો છોડવાની જબુદ્ધિ થાય છે. વેપાર કરતાં કરતાં પણ આત્મામાં રહીશું એવી બુદ્ધિ અમને થતી નથી.
શ્રી જિન જેવા જન્મત્યાગી.' આ તીર્થંકરદેવ છે એને તો જન્મત્યાગી કહેવામાં આવે છે. ત્રણ જ્ઞાન લઈને આવ્યા છે ને. ક્ષાયિક સમ્યગ્દર્શન હોય છે. સંસારકાળ જેટલો જાય છે (એમાં એમને) જન્મત્યાગી ગણવામાં આવે છે. એ પણ છોડીને ચાલી નીકળ્યા. એમણે પણ સરવાળો એ માર્યો કે છોડો આને...છોડો આને. નહિતર એ તો સંસારમાં પણ ત્યાગી જેવા હતા. તે પણ છોડીને ચાલી નીકળ્યા એવા ભયના હેતુરૂપ... એવા ભયના કારણરૂપ છે. ભવભવનું એ કારણ છે.
“એવા ભયના હેતુરૂપ ઉપાધિયોગની નિવૃત્તિ આ પામર જીવ કરતાં કરતાં કાળ વ્યતીત કરશે તો અશ્રેય થશે, એવો ભય જીવના ઉપયોગ પ્રત્યે પ્રવર્તે છે, કેમકે એમ જ કિર્તવ્ય છે. પોતે પોતાના ભૂતકાળને ખ્યાલમાં લે છે કે આ જીવ જો આ રીતે આગળ વધે તો પછી પાછું અશ્રેય થતાં વાર લાગે નહિ. પૂર્વે પડી ગયા છે ને ? હવે ફરીને એ ભૂલ કરવી નથી. કેટલી વિચારણા ! ઊંડી વિચારણા છે! પોતાની સાધના વિષેની એમને બહુ ઊંડીવિચારણા છે.
તીર્થકર જેવા શ્રી જિન જેવા જન્મત્યાગી પણ છોડીને ચાલી નીકળ્યા...” જે સંસારને એણે તિલાંજલી આપી દીધી એવા ભયના હેતુરૂપ ઉપાધિયોગની નિવૃત્તિ...'