________________
પત્રાંક-૫૬૯
૩૧૩
અનિત્યપણું, અસારપણું આ સંસારનું અત્યંતપણે ભાસે તે પ્રકારે કરી આત્મવિચાર ઉત્પન્ન થાય.’ આ પ્રારંભ છે. આત્મવિચારનો પ્રારંભ. આને ઉપદેશબોધ કહે છે. સંસારનું અનિત્યપણું અને અસા૨૫ણું (ભાસે). જ્યાં એને સાર લાગીને જીવ ચોંટી ગયો છે અને એવો ચોંટી ગયો છે કે ઉખાડ્યો ઉખડતો નથી, એના ઉપર પહેલા મીંડું મૂકે કે આ અસાર છે. ગમે તેટલું સંયોગમાં હોય તો પણ એ બધું કાંઈ કામમાં આવવાનું નથી. આ બધું અહીંયાં મૂકીને જાવાનું છે. કાંઈ કામમાં આવવાનું નથી. અસાર છે. અને કોઈ ચીજ, કોઈ પદાર્થ શરણ થાય એવું નથી અને કોઈનો યોગ પણ શાશ્વત નથી. અનિત્ય છે.
મુમુક્ષુ – મારું બધું લૂંટી જશે.
પૂજ્ય ભાઈશ્રી :– કોણ લૂંટે ? અત્યારે તો ... કોઈ લૂટવા આવતું નથી. કોઈ લૂંટી જાતું નથી. તારું હતું કે દિ' પણ કે તારું લૂટી જાશે ? એમ છે. તારું હતું કે દિ’ ? એ તો નક્કી કર. સાથે લઈને આવ્યો હતો ? અને સાથે લઈને જાવું છે ? બેમાંથી એકેય વાત નથી. વચ્ચે અનિત્ય સંયોગ થયો. સાદિસાંત. કોઈ ચીજનો આટલા કાળ પર્યંત, કોઈ ચીજનો આટલા કાળ પર્યંત. કોઈ વર્ષ બે વર્ષ ચાલશે, કોઈ છ મહિના ચાલે, કોઈ વર્ષ બે વર્ષ ચાલે. એમ શરીર આટલા કાળથી આટલા કાળ સુધી (રહેશે). ભાડે રહેવાની જગ્યા મળી. પૂર્વકર્મ અનુસાર ભાડે રહેવાની જગ્યા મળી છે. હવે એ ભાડુતી જગ્યાનો માલિક થઈને (રહે) પછી હેરાન થવાની વાત છે, બીજું કાંઈ નથી.
મુમુક્ષુઃ - જેને સત્સંગનું મૂલ્યાંકન નથી આવતું એને આ વિચાર કેમ આવશે ?
--
પૂજ્ય ભાઈશ્રી :– એ તો છે જ. સત્સંગમાં બધી વાતો છે. સત્સંગમાં બધા વિચારો, ચારે પડખાના વિચારો વિચારવાનો અવકાશ મળે છે. પ્રસંગ થાય છે. એટલા માટે સત્સંગને (ઉપાસવાની વાત કહી છે). ટૂંકામાં કહી દીધું કે તું સત્સંગને ઉપાસજે. સત્સંગને તું કોઈ રીતે છોડીશ નહિ.
જે પ્રકારે અનિત્યપણું, અસારપણું આ સંસારનું...' આ એટલે વિદ્યમાન. વિદ્યમાન સંયોગોમાં જે કાંઈ છે તે અનિત્યપણું અને અસા૨૫ણું છે. તે અત્યંતપણે ભાસે...’ સારી રીતે ભાસે. એનું મૂલ્ય ન રહે કોઈ. ‘તે પ્રકારે કરી આત્મવિચાર ઉત્પન્ન થાય.’ ત્યાંથી આત્મવિચાર ઉત્પન્ન થવાની શરૂઆત થાય છે કે આ તો નકામી ચીજ છે. આત્મહિત કરી લેવું એ જ મુખ્ય વાત છે.
સામાન્ય રીતે માણસોને ખાવા-પીવામાં બહુ ચકચક થાય છે. ચીકાશવાળા પરિણામ. આ આમ હોવું જોઈએ... આ આમ હોવું જોઈએ. આ આમ હોવું જોઈએ....