________________
૩૧૬
રાજહૃદય ભાગ-૧૧ લેતા પહેલા આ જીવ કાળ વ્યતીત કરશે.કેવો આ જીવ ?પોતાને પામર ગણાવ્યો છે.
આ પામર જીવ કરતાં કરતાં કાળ વ્યતીત કરશે તો અશ્રેય થશે. મારું કલ્યાણ છૂટી જશે. એવો ભય જીવના ઉપયોગ પ્રત્યે પ્રવર્તે છે એવો ભય રાખીને વર્લ્ડ છું, બેઠો છું પણ આ ભયથી બેઠો છું. નિર્ભય થઈને, નિશ્ચિત થઈને દુકાને બેઠો નથી, એમ કહે છે. અહીં તો એક નાનામાં નાનું કામ કરે તો પણ નિશ્ચિત થઈ જાય કે જાણે પોતાના આત્મહિત જેવી કોઈ વાત જ સાંભળી નથી. એટલી વિસ્મૃતિ કરી જાય. આ કહે છે કે નહિ.
ઉપયોગ પ્રત્યે પ્રવર્તે છે. આ જીવનો જે ઉપયોગ છે એમાં ભય ઊભો રાખ્યો છે. કેમકે એમ જ કર્તવ્ય છે. એમ જ કરવા યોગ્ય લાગે છે. જરાય પણ નિશ્ચિત અને નિર્ભય રહેવા જેવું નથી. જો આમને આ પરિણામ છે તો મુમુક્ષુના પરિણામ કેટલા તીવ્ર હોવા જોઈએ? ઘણી એમની શક્તિ આવી ગયા પછી વાત કરે છે. એકાવતારી છે, ઘણું સામર્થ્ય આવી ગયું છે. ભરોસો નહિ, પરિણામનો ભરોસો નહિ. એ પ્રાપ્ત પરિણામનો ભરોસો નહિ. આશ્રય સ્વરૂપનો લેવો છે, પરિણામનો આશ્રય લેવો નથી એ વાત એમને સ્પષ્ટ આવે છે.
જે રાગદ્વેષાદિ પરિણામ અજ્ઞાન વિના સંભવતા નથી...... હવે મુમુક્ષુજીવની વાત કરે છે, કે જે મુમુક્ષુને રાગદ્વેષાદિ પરિણામ થાય છે એ પરિણામ તો અજ્ઞાન વિના હોય શકે નહિ. તે રાગદ્વેષાદિ પરિણામ છતાં.... એ પરિણામ ચાલતા હોવાં છતાં,
જીવન્મુક્તપણે સર્વથા માનીને.... અમે તો મુક્ત થઈ ગયા છીએ. નિશ્ચયનો વિષય હાથમાં આવી જાય ને. દ્રવ્યદૃષ્ટિપ્રકાશ” વાંચ્યું હોય. આત્મા મુક્ત છે, આત્મા કાંઈ કરતો નથી. મુક્ત છે. મુક્ત છે. આપણે તો મુક્ત થઈ ગયા હવે. (એમ)
જીવન્મુક્તપણું સર્વથા માનીને. પરિણામે બંધાઉ છું અને પામર છું એ વાત ભૂલી જાય છે. એ વાત સર્વથા પરિણામથી માની લે છે. “માનીને જીવન્મુક્ત દશાની જીવ આશાતના કરે છે....... આ જીવનો સ્વછંદ છે. એ અશાતના કરે છે. એ રીતે તો એ મુક્ત આત્માઓની અશાતના કરે છે.
એક સામાન્ય પોતાની જરૂરિયાત માટે નીતિનું ઠેકાણું ન રહે અને વળી વાત કરે કે આત્મા તો મુક્ત છે. મારે કાંઈ લેવાદેવા નથી. એ વાત બરાબર નથી. એ તો જીવન્મુક્ત દશાની જીવ અશાતના કરે છે. “એમ વર્તે છે તેથી અવસ્થામાં અથવા પરિણામમાં તો સર્વથા રાગદ્વેષ પરિણામનું પરિક્ષણપણું જ કર્તવ્ય છે. જ્યારે અવસ્થાનો વિચાર કરવામાં આવે છે ત્યારે રાગ-દ્વેષ સર્વથા નાશ કરવા, એ જ ધ્યેયથી ચાલવાનું છે. ક્યાંય