________________
પત્રાંક-૫૬૯
૨૯૯ બીજુતો અમસ્તુય મળતું નથી.
એટલે તથારૂપ એટલે યથાયોગ્ય. જો કોઈપણ તથારૂપ યોગને પામીને એટલે યથાર્થ પાત્રતાને પ્રાપ્ત કરીને બહારમાં પછી એના નિમિત્ત છે એ જ્ઞાનીપુરુષ છે, સપુરુષ છે એ બહારની અંદર એને તથારૂપ જોગ કહેવામાં આવે છે કે જે એની સપાત્રતાને અનુરૂપ યોગ છે. યોગના બે અર્થ થાય છે. એક સંયોગ અને એક પોતાની પાત્રતા. બહારમાં પુરુષનો યોગ થાય તોપણ પાત્રતા હોય તો કામનું છે. નહિતર પાત્રતા ન હોય તો એ યોગ અયોગ બધું સરખું છે. એમાં કાંઈ ફેર પડવાનો નથી.
એટલે જો કોઈ પણ તથારૂપ યોગને પામીને એક ક્ષણ પણ અંતર્ભેદજાગૃતિ થાય તો...” અંતર્ભેદજાગૃતિ એટલે કે અંતર ભેદાય. અંતર ભેદ એટલે જેનું અંતર ભેદાય. જીવને એક પરિણતિ થઈ ગઈ છે. જે મિથ્યાત્વ અજ્ઞાન સહિતની જે પરિણતિ છે એ પરિણતિ અંતરંગમાં તૂટી જવી જોઈએ, છૂટી જવી જોઈએ. આમાંથીઅંતર્ભેદજાગૃતિમાંથી તો બેત્રણ અર્થ નીકળે છે. એક તો મિથ્યાત્વની ગ્રંથી છેદાય એને પણ અંતર્ભેદજાગૃતિ થઈ કહેવામાં આવે છે, જે ગ્રંથિ છેદાતા એક ક્ષણની અંદર એને મોક્ષ હાથવેંતમાં લાગે છે. એને મોક્ષ જરાય દૂર લાગતો નથી. અરે.. ખરેખર તો મોક્ષની પરવા છૂટી જાય છે.
જેને દર્શનમોહની ગ્રંથી છેદાયને, ભેદાયને આત્મદર્શન અને આત્મજ્ઞાન થાય છે એને મોક્ષની પરવા રહેતી નથી. મોક્ષ દૂર તો નથી એને. જોકે એને મોક્ષ અતિ સમીપ છે તોપણ એને મોક્ષની પરવા નથી થતી. કેમકે દ્રવ્યદૃષ્ટિ થઈ ગઈ. પર્યાયદૃષ્ટિ છૂટી ગઈ. એટલે એને મોક્ષની પરવા રહેતી નથી. જે પહેલા ધ્યેય બાંધ્યું હતું એની પરવા છૂટી જાય છે. જુઓ ! કેવા તબક્કામાં પ્રવેશ થાય છે? એવા તબક્કામાં પ્રવેશ થઈ જાય છે. અંતર્ભેદજાગૃતિની એવી એક ક્ષણ પણ આવે તો એને મોક્ષ વિશેષ દૂર નથી.
આપણે હમણા પાછળ જે ચર્ચામાં આવી ગયું એમાં તો ત્યાં સુધી લીધું કે ત્રણ પ્રકારના સમકિત થાય તેને વધુમાં વધુ પંદર ભવે મોક્ષ થાય. તો એ ત્રણ પ્રકારમાં તો ત્યાં સુધી વાત આવી, કે જો સપુરુષને ઓળખે અને પારમાર્થિક વિષય માટે એના પ્રત્યે એને વિશ્વાસ જાગે કે આ કહે છે તે ખરેખર સત્ય છે. આપ્તપુરુષની પ્રતીતિ, આપ્તપુરુષની પ્રતીતિપૂર્વક આજ્ઞારુચિ એ રૂપ સમ્યકત્વ (થાય તેને) વધુમાં વધુ પંદર ભવે મોક્ષ થશે જ. આ તો હજી સમ્યગ્દર્શન પછી હજી એક Stage બાકી છે અને પછી આ ત્રીજી વાત છે. છતાં એના માટે પંદર ભવ લીધા. સત્પરુષની પ્રતીતિ આવી, ઓળખાણ આવી એને પંદર ભવથી વધારે નહિ એમ એમણે કહી દીધું. એનું કારણ