________________
૩૦૮
રાજહૃદય ભાગ-૧૧ અજીવ, સચેત, અચેત પદાર્થો સાથે જે કાંઈ સંબંધ છે એનો પોતાપણે પરિચય છે. પરિચય એટલે પોતાપણે મારો ઉદય છે, મારા છે એ પ્રકારે જે ભાવ છે એ બધી અન્ય પરિચય છે. પાત્રતામાં પણ એ જ એને બાધક કારણ છે. એટલે એને વિચારની નિર્મળતાએ કરીને એટલે શુદ્ધ અંત:કરણથી એ પરિણામ મને નુકસાનકારક છે, મારા પરમ હિતને રોકનારા છે. આવું શુદ્ધ અંત:કરણથી વિચારીને એ પરિણામથી એણે પાછા વળવું ઘટે છે. આ પરિણામ હવે મારે ન જોઈએ, આ પરિણામને હું ઇચ્છતો નથી. આ પરિણામને હું ચાહતો નથી. જે પરિણામને પોતે ન ચાહતે પરિણામ નિરાધાર થયા થકા કોઈ રીતે ટકી શકતા નથી. જ્યાં સુધી જીવ એ પરિણામને ઇચ્છે છે ત્યાં સુધી જ એ વારંવાર આવે છે. બાકી જો ખરેખર વિચારની નિર્મળતાએ કરીને તેને પરિણામોથી આ જીવ પાછો વળે તો એ પરિણામ કાંઈ એનો કેડોન મૂકે કે એનો છેડોન ફાટે એવું કાંઈ છે નહિ. એ નિરાધાર થયા થકા રહી શકવાના નથી અને રહેવાના પણ નથી.
મુમુક્ષુ-વિચારની નિર્મળતા એટલે પાત્રતા? પૂજ્ય ભાઈશ્રી:-પાત્રતા લીધી અને વિચારની નિર્મળતા એટલે શુદ્ધ અંતઃકરણ છે. ક્યાંય ખૂણેખાંચરે મેલપ નહિ. ચોખ્ખો શુદ્ધ અભિપ્રાય, કે બસ હવે આત્મહિત જ કરવું છે. આત્મહિત સિવાય મારે આ જીવનમાં હવે કાંઈ કર્તવ્ય રહેતું નથી. જે આત્મહિતને બાધાકારક હોય તે કોઈ પણ કિંમતથી મારે ન જોઈએ. અને આત્મહિત થતું હોય તો કોઈ પણ કિમતે કરી લેવું.
એક તુલના કરે કે સાતમી નારકીના જીવ જેટલી તો કિમત કોઈએ ચૂકવવાની નથી ને? સાતમી નારકીમાં જે પ્રતિકૂળતા છે એટલી પ્રતિકૂળતા તો કોઈએ અહીંયાં સહન કરવાની નથી ને? એટલી કિમત તો ચૂકવવાની નથી. હવે એના પ્રમાણમાં જો તારે કિંમત ચૂકવવાની તું પ્રતિકૂળતાની કે કાંઈ વિચાર કર તો તે એક બહુ સાધારણ મામુલી વાત છે, કે જેના ખાતર તું અટક્યો છો. બીજું કાંઈ નથી એમાં.
જે સંયોગોની ચિંતા જેના વિકલ્પ અને વિચારતને આવે છે, અવલોકનથી તપાસી લે જે કોનો કોના શેના શેના આવે છે? એમાં કોઈ મોટી અનુકૂળતા-પ્રતિકૂળતાની વાત નથી. અહીંયાં તો બહુ જ મધ્યમકક્ષાનું જીવન છે. નથી લાખો-કરોડો-અબજોના વેપાર, કે એથી મોટા લાભ-નુકસાનનો સવાલ થાય. નથી બીજી કોઈ લાંબી માથાકૂટ રાગ, દ્વેષ, વેરઝેર એવા મોટા કોઈ પ્રોબ્લેમ નથી કે હવે કોઈ ઘર લૂંટી જવાનું છે, લૂંટારા આવવાના છે, કોઈ ખૂન કરવા આવવાનું છે. એ કાંઈ પ્રશ્ન નથી. મામુલી વાત છે. બધી સાધારણ સંયોગોની વાત છે. એને એટલું બધું મૂલ્ય આપી દીધું છે કે પરિણામ ત્યાં ને ત્યાં, ત્યાં ને