________________
પત્રાંક-૫૬૯
309 જાવા દેવો નથી. જેમ માણસને તક આવી હોય તો છોડવી નથી. એવી એને એક વિચારની દઢતા, નિર્ણયની દઢતા પણ આવવી ઘટે છે.
મુમુક્ષુ -અમને કાંઈ આવડતું નથી.
પૂજ્ય ભાઈશ્રી:- નહિ. જરૂર પડે છે ત્યાં બધું આવડે છે. જ્યાં જરૂરિયાત દેખાય છે ત્યાં બધું શીખી લે છે અને બધી આવડત આવી જાય છે. કોઈ શીખીને જન્મ્યો છે કે જન્મીને શીખ્યો છે? એ કહો જોઈ. જેટલા વ્યવસાય કરે છે એ શીખીને આવ્યો છે? બધું અહીં આવીને શીખ્યો છે. પછી જે વ્યવસાય કર્યો હોય તે. એ વિચારી લે, તપાસી લે પોતે જે વ્યવસાય કરતો હોય એને. કેમકે જરૂરિયાત લાગી. આમાં જરૂરિયાત લાગે તો કાંઈ નહિ આવડવાનો પ્રશ્ન રહેતો નથી. એક રુચિમાં જરૂરિયાત લાગે તો એને બધું સહેલાઈથી સમજાય.મોટી વાત એ છે.
ઘણા એમ કહે છે, કે ભાઈ! આ બધું અઘરું પડે છે. પહેલા તો શબ્દો અજાણ્યા પડે છે. કેટલાક શબ્દની જ આમાં તો સમજણ પડતી નથી. નવું નવું લાગે છે. ભાઈ ! રુચિ હોય તો કાંઈ સમજવામાં અઘરું પડતું નથી. રુચિવાળાને બધું સહેલું લાગે છે, સૂઝવા માંડે છે, કે આમ મારા હિતની વાત કરે છે, આમ મારા હિતની વાત કરે છે, આ રીતે મારા હિતની વાત કરે છે. અને ક્યાં કોકની વાત કરે છે. જગતમાં તો હજી બીજા પદાર્થની કળા શીખવાની હોય છે.
અહીંયાં તો પોતાના ભાવ અને પોતાનું સ્વરૂપ છે. આમાં તો પોતાને અનુભવગોચર છે એ બધી વાત કરે છે. જે ભાવો, જે સ્વભાવ, જે વિભાવ બધું અનુભવગોચર થાય છે એ તો કહે છે. તારે અંતરમાં મેળવણી કરવાની છે. તરત સમજાવા માંડશે, નહિ સમજાય એવું કાંઈ નથી.
પ્રાય મનુષ્યદેહ વિના આત્મજોગ બનતો નથી. એટલે પાત્રતા આવતી નથી. એમ જાણી, અત્યંત નિશ્ચય કરી,” જુઓ! એમ જાણવું અને જાણવા ઉપરાંત અત્યંત નિશ્ચય કરીને. આ વિચારબળ છે. “આ જ દેહમાં આત્મજોગ ઉત્પન્ન કરવો ઘટે. બે લીટીમાં ત્રણ વખત “આત્મજોગ” શબ્દ વાપર્યો છે. એમ નિશ્ચય કરીને આ દેહમાં જ પાત્રતા-સુપાત્રતા ઉત્પન્ન કરવી ઘટે છે અને સુપાત્રતાથી વિરુદ્ધ જે કોઈ પરિણામ હોય તે અત્યંત નિશ્ચય કરીને છોડવા ઘટે છે.
વિચારની નિર્મળતાએ કરી જો આ જીવ અન્યપરિચયથી પાછો વળે.” આ જીવને અન્ય પદાર્થ સાથેનો જે સંબંધ છે અને અહીંયાં અન્ય પરિચય કહ્યો છે. આ શરીર મારું છે. સાજું, નરવું રહે તો સારું. બાકી જેટલો જેટલો ઉદયની સાથે જીવ,