________________
પત્રાંક-૫૬૯
૩૦૯ ત્યાં ચકરાવો ખાયા કરે છે. જેમ ફાટેલી ગોદડીનું મમત્વ છૂટે નહિ એવી એક મામુલી વાત છે. પરિણામ ત્યાં ને ત્યાં ચકરાવો ખાય છે.
એને કહે છે, કે ભાઈ! “વિચારની નિર્મળતાએ કરી... એટલે શુદ્ધ હૃદયથી તું એ પરિણામથી પાછો વળ, એ પરિચયથી પાછો વળ. તો સહજમાં હમણાં... જુઓ ! કેવો માર્ગ સુગમ છે ! “સહજમાં હમણાં જતને આત્મજોગ પ્રગટે. આ પાત્રતા તને હમણાં જ પ્રગટે. આ ચોથી વખત શબ્દ આવ્યો. અત્યારે તને પાત્રતા પ્રગટે. પાત્રતા પ્રગટવા માટે કોઈ ઉધાર (એટલે કે પછી ભવિષ્યમાં એનું ફળ આવશે એવી વાત નથી. અત્યારે જ પ્રગટે અને સહજમાત્રમાં જ પ્રગટશે, તત્ક્ષણ પ્રગટશે. કાંઈ બીજી કોઈ ક્રિયા લેવાદેવાની જરૂર નથી. ફક્ત તારા અંતઃકરણની શુદ્ધતા માંગીએ છીએ. જુઓ ! સપુરુષોએ માર્ગને કેટલો સરળ અને સુગમ કર્યો છે.
જો કે “અસત્સંગપ્રસંગનો ઘેરાવો વિશેષ છે... તકલીફ શું? છે કે અસત્સંગના પ્રસંગો છે, ઉદયના જે પ્રસંગો છે એ તમામ પ્રસંગો બધા અસત્સંગના છે. એનો ઘેરાવો ઘણો છે. આ જીવને એમાં રસ આવે છે એટલે ઘેરાવો છે. આ જીવ ઉદાસ થાય તો એની કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. ખરી વાત તો એ છે કે પોતે હાથે કરીને એમાં રસ લે છે.
અસત્સંગપ્રસંગનો ઘેરાવો વિશેષ છે, અને આ જીવ તેથી અનાદિકાળનો હીનસત્ત્વ થયો હોવાથી...” અને એ અસત્સંગને કારણે અસત્સંગને સેવવાને કારણે પોતે પણ હીનસત્ત્વ થઈ ગયો છે. હીનસત્વ એટલે નમાલો જેને આપણે કહીએ. ચાલુ ભાષામાં શું કહીએ? આ માણસ સાવ નમાલો છે. કાંઈ કામ જ કરી શકતો નથી. એમ આત્મહિતનું કામ કરવા માટે જાણે નમાલો થઈ ગયો. અરે.રે.! અમે તો સાધારણ માણસ. હજી અમારા આટલા આટલા Problem છે, હજી અમારે આમ તકલીફ છે, કાંઈક શરીરની તકલીફ, કાંઈક સગાસંબંધીની તકલીફ, કાંઈ વેપારધંધાની તકલીફ, કાંઈ બીજી તકલીફ, કાંઈ ત્રીજી તકલીફ, કાંઈને કાંઈ કાંઈને કાંઈ ચાલ્યા જ કરે છે), આપણે રહ્યા સાધારણ માણસ. એવા નમાલાપણાનો અનુભવ કરે છે એ એનું અસત્સંગને લીધે ઉત્પન્ન થયેલું હીનસત્ત્વપણું છે.
મુમુક્ષુ - ધર્મપ્રભાવનાના કાર્યો કરીએ છીએ.
પૂજ્ય ભાઈશ્રી:- ધર્મપ્રભાવનાના કાર્યો સ્વરૂપની નિશ્ચય પ્રભાવના કર્યા પહેલા કરી શકાતા નથી અને થઈ શકતા નથી. ભાઈ વચમાં કાંઈક નાખી દયે છે. અમે તો ધર્મપ્રભાવનાના કાર્યો કરીએ છીએ. જ્ઞાનીપુરુષ એમ કહે છે, કે ભાઈ! તેં આત્માની નિશ્ચય પ્રભાવના કરી? જો આત્માની નિશ્ચય પ્રભાવના કરી હોય તો તું બીજાની