________________
૩૦૬
અટકાય જ જવાનો. એ આત્મજોગ છે એની વાત અહીંયાં વિશેષ કરી છે.
અન્યપરિણામમાં જેટલી તાદાત્મ્યવૃત્તિ છે, તેટલો જીવથી મોક્ષ દૂર છે.' આત્મસ્વરૂપને છોડીને જેટલા કોઈ પરિણામ છે તે બધા અન્ય પરિણામ છે. એ પરિણામમાં તન્મય થઈને તાદાત્મ્યવૃત્તિએ, મન દઈને, એકત્વ પામીને, અભેદ ભાવે, એ બધા એકાર્થ છે, જેટલી વૃત્તિ ઉત્પન્ન થાય છે એટલો પોતે મોક્ષથી દૂર છે.
જો કોઈ આત્મજોગ બને...' એટલે જો કોઈ રીતે આ જીવને પાત્રતા આવે, તો આ મનુષ્યપણાનું મૂલ્ય કોઈ રીતે ન થઈ શકે તેવું છે.’ અમુક શૈલી એવી સુંદર કરી છે એમણે કે તું મનુષ્ય તો થયો છો. હવે એ મનુષ્યપણામાં સમ્યગ્દર્શન ન પ્રાપ્ત થાય તોપણ તું આવી પાત્રતામાં આવી જા, તોપણ આ મનુષ્યપણું તારું સફળ છે. એની કિંમત કોઈ રીતે ન થાય એવું છે. અને નહિતર આ મનુષ્યપણું છે એ ભવવૃદ્ધિનું કારણ થશે અથવા એક ફૂટી કોડી જેટલી પણ એની કિંમત નથી.
રાજહૃદય ભાગ-૧૧
મુમુક્ષુ :– ૧૬ વર્ષની ઉંમરે એમણે પોકાર કર્યો, “બહુ પુણ્ય કેરા પૂંજથી...'.
=
પૂજ્ય ભાઈશ્રી :– હા. ૧૬ વર્ષની ઉંમરે. કેટલી અંતર્ભેદજાગૃતિ છે ! કેટલી જાગૃતિ છે !
મનુષ્યપણાનું કેટલું મૂલ્ય છે ! કે જો કોઈ જીવ યથાર્થ પાત્રતામાં આવે ‘તો આ મનુષ્યપણાનું મૂલ્ય કોઈ રીતે ન થઈ શકે તેવું છે.' એની કોઈ Term નથી. કોઈ સામે બરાબરીમાં ચીજ નથી કે એની સાથે એની કિંમત કરી શકે. પ્રાયે મનુષ્યદેહ વિના આત્મજોગ બનતો નથી...' આત્મયોગ, આત્મયોગ શબ્દ પણ મળે છે. આવી પાત્રતા મનુષ્યભવ સિવાય લગભગ ઉત્પન્ન થતી નથી. એટલે કે બીજા ભવમાં તો સંસ્કાર લઈને ગયો હોય તો જુદી વાત છે, પહેલા પાત્રતા થઈ ગઈ હોય. સંસ્કાર તો પાત્રતા વગર આવતા નથી. તો એ પણ મનુષ્યભવમાં જ લગભગ થઈ હોય છે. બાકી તિર્યંચ, નારકી અને દેવલોકમાં નવી પાત્રતા થવાનો સંભવ નથી. સમ્યગ્દર્શન અને આગળની વાત તો છે જ નહિ પણ પાત્રતાની પણ ત્યાં પરિસ્થિતિ નથી. આ એક મનુષ્યદેહ એવો છે કે જે પાત્રતામાં આવે અને પાત્રતામાં આવે તો આગળની વાત બધી સુગમ અને સરળ છે. વાત ત્યાં સુધી કઠણ છે કે જ્યાં સુધી આ જીવને પાત્રતા આવી નથી ત્યાં સુધી. પાત્રતામાં આવ્યા પછી બધું સુગમ અને સ૨ળ થાય છે.
પ્રાય મનુષ્યદેહ વિના આત્મજોગ બનતો નથી એમ જાણી, અત્યંત નિશ્ચય કરી...' કે બસ, મારે હવે હિત કરવું જ છે. આત્મહિત કર્યા વિના આ ભવને એમ ને એમ ભવભ્રમણ ચાલુ રહે એવી પરિસ્થિતિમાં પૂરો કરવો નથી, વ્યતીત કરવો નથી,