________________
૩૦૪
રાજહૃદય ભાગ-૧૧
તા. ર૭-૧૧-૧૯૯૦, પત્રાંક – ૫૬૯
પ્રવચન નં. ૨૬૨
શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત, પત્ર-પ૬૯ચાલે છે. પાનું-૪૫૧.
કોઈ પણ તથા રૂપ જોગને પામીને જીવને એક ક્ષણ પણ અંતર્ભેદજાગૃતિ થાય તો તેને મોક્ષ વિશેષ દૂર નથી. કોઈ પણ તથારૂપ યોગને પામીને. અંતર અને બાહ્ય બે પ્રકારના યોગ છે. નિમિત્તપણે બાહ્યયોગ સપુરુષનો છે. ઉપાદાનપણે પોતાની યોગ્યતારૂપ પર્યાયનો યોગ થવો. યોગ થવો એટલે પ્રાપ્તિ થવી. એવો કોઈ યથાયોગ્ય પોતાનો પર્યાય થાય અને જીવને એક ક્ષણ પણ અંતર્ભેદજાગૃતિ જો આવે તો એને મોક્ષ ઘણો સમીપ છે. દૂર નથી એટલે ઘણો સમીપ છે.
ભગવાન કુંદકુંદાચાર્ય શાસ્ત્રમાં એમ કહે છે, કે મોક્ષમાર્ગમાં મોક્ષ માટે તો જે નિગ્રંથ ચારિત્ર છે એ એક જ એના સમીપનું કારણ છે. એ સિવાય મોક્ષની પ્રાપ્તિકોઈને થતી નથી. પણ તું એટલું ન કરી શકે તો એક સમ્યગ્દર્શનની તો પ્રાપ્તિ કર, શ્રદ્ધા તો કર. આચરણમાં ન આવી શકે તો શ્રદ્ધા તો કર. તારે નાસીપાસ થવાની જરૂર નથી, શ્રદ્ધા કરીશ તોપણ તું મોક્ષ સુધી પહોંચી જઈશ. અહીંયાં એથી એક વધારે આશાસ્પદ વાત કરે છે, કે તને સમ્યગ્દર્શન ન થાય તો પણ કાંઈ, આ કોઈ મારા અપૂર્વહિતની વાત છે, મારા કોઈ પરમહિતની વાત છે, એવા પ્રકારે કોઈ તને અંદરમાં ચોંટ લાગે છે ? અને તારું અંતઃકરણ ભેદાય છે? ... લાગ્યું છે. એવી રીતે પરમહિતની વાત સમજતા કોઈ અંતઃકરણમાં એને ચોંટ લાગે છે? તો તને મોક્ષ વિશેષ દૂર નથી જા. કેટલી આશાસ્પદ વાત કરે છે. ફક્ત એ ચોંટ લાગે, અંતઃકરણ સુધી એ વાત સ્પર્શે, એટલી યોગ્યતામાં આવવાની જરૂર છે. એટલી પણ જો યોગ્યતા ન હોય તો પછી અનાદિથી જે ઉપર ઉપરથી ધર્મના સાધનો કર્યા છે એમાં તો તેં કાંઈ બાકી રાખ્યું નથી. જેને દુર્ધરમાં દુર્ધર તપ કહીએ એ પણ કર્યા છે. અંગ-પૂર્વના સ્વાધ્યાય કર્યા છે, સાક્ષાત્ તીર્થકરની પ્રત્યક્ષ સમવસરણમાં જઈને પૂજા-ભક્તિ પણ કરી છે. એટલે એ તો બાહ્ય સાધન બધા થઈ ચૂક્યા છે પણ એ બધા ઉપર ઉપરથી થયા છે. કોઈ અંતઃકરણથી વાત થઈ નથી. એક માર્મિક વાત કરી છે.