________________
૩૦૨
રાજહૃદય ભાગ-૧૧ દૂર લાગે છે, અને એ જ જીવનો મોહ છે. તીવ્ર દર્શનમોહના કારણે જીવને એ દૂર લાગે છે. દર્શનમોહ જેનો મંદ થાય છે, રસદર્શનમોહનો ઘટે છે એને રુચિ તીવ્ર થાય છે એટલે એને કાંઈ એ દૂર લાગતું નથી. એમાં એને દૂર નથી લાગતું. એ આગળ બધું લખતા ગયા છે.
અહીંયાં એક શબ્દ વાપર્યો છે. કોઈ પણ તથારૂપ જોગને પામીને...” એટલે. કોઈપણ એવી યોગ્યતાને પામીને, સપાત્રતારૂપીયોગ્યતાને પામીને “જીવને એક ક્ષણ, પણ અંતર્ભેદજાગૃતિ થાય... આત્મા અંદરથી જાગૃત થાય. લ્યો. યોગ્યતા આવતા આત્મા અંદરથી જાગૃત થાય. શેના માટે જાગૃત થાય? મારે મારું આત્મહિત કરવું છે. હવે મારે મારા આત્માનું અહિત કરવું નથી. અથવા અત્યાર સુધી અનંત જન્મ-મરણ કરવાનું કારણ પણ મારું જ છે. અનંત જન્મ-મરણ કરીને હું દુઃખી થયો. હવે દુઃખી નથી થવું. એવી પોતાના આત્માની જેને કરૂણા આવે છે.
એ વાત પણ એમણે ર૩-૨૪મા વર્ષમાં બે જગ્યાએ કરી છે કે અનંત જન્મ-મરણ કરી ચૂકેલા આ આત્માની જેને કરુણા આવે છે, એ જીવ આ સ્વરૂપ પ્રાપ્તિનો અધિકારી થાય છે. અધિકારી” શબ્દ ત્યાં લીધો છે. એ આત્મજ્ઞાનનો અધિકારી થાય છે, એ સમ્યગ્દર્શનનો અધિકારી થાય છે. એ પણ પાત્રતાના લક્ષણોમાં છે. પાત્રતાના લક્ષણની તો વાત આપણે આમાં લઈ લીધી છે. બીજું કાંઈ શોધ મા' એ નામનું જે પુસ્તક છે એના ઉપોદ્દઘાતમાં એ વાત લીધી છે. પાત્રતાની ઘણી વાત લીધી છે.
તેને મોક્ષ વિશેષ દૂર નથી.” જે મોક્ષ માટે પહેલા એમ લાગે છે કે આ તો બહુ મોટી વાત છે. આપણું કામ છે? આ તો ત્યાગી હોય,યોગી હોય, બધું છોડીને જંગલમાં ચાલ્યા ગયા હોય એને મોક્ષ મળે. અહીંયાં પાત્રતામાં એમ કહે છે કે પાત્રતા હોય ત્યારે એને એમ લાગે કે હવે મને મોક્ષ કાંઈ દૂર નથી. જુઓ ! કયાંનું ક્યાં ! સમ્યગ્દષ્ટિને તો લાગે જ એમાં કાંઈ સવાલનથી.
સોગાનીજીએ એક પત્રમાં લખ્યું છે. ગુરુદેવને ઉદ્દેશીને લખ્યું છે, કે મોક્ષની વાત પહેલીવહેલી જ્યારે મેં સાંભળી એટલે શરૂઆતમાં ત્યારે તો બહુ ભારે લાગતું હતું કે આ બહુ ઊંચી, બહુ ભારે વાત છે. પણ આપનો સ્પર્શ થતાં-આપની વાણીનો સ્પર્શ થતાં. એમ લખ્યું છે, જોયું પહેલુંવહેલું સાંભળતા એને ચોંટ લાગી છે ને ? એટલે આપની વાણીનો સ્પર્શ થતાં જાણે કાંઈ નથી એવું લાગે છે. મોક્ષ આટલો બધો સરળ અને સુગમ છે એમ લાગી ગયું. અને પરિણામ તો ભગવાન હું ભગવાન હું. નું રટણ કરવા લાગી ગયા. આ તમારી વાણી કેવી છે એમ કરીને એક પત્રની અંદર એ વાત