________________
પત્રાંક-૫૬૯
૩૦૩ નાખી છે. એનો અર્થ શું છે? કે એકદમ નજીક આવી ગયા. શાસ્ત્રની અંદર મોક્ષ માટે આમ કરવું જોઈએ, અનંત પુરુષાર્થ કરવો જોઈએ અને ફલાણું કરવું જોઈએ, આ બધું છોડવું જોઈએ એવું બધું પહેલા વાંચ્યું હોય એમ લાગે કે આપણું કામ નથી અત્યારે.
જ્યાં “ગુરુદેવની વાણીનો સ્પર્શ થયો તો કહે બસ, મોક્ષની પરવા નથી. હવે મને મોક્ષની પણ પરવા નથી. સીધા ત્યાં આવી ગયા. યોગ્યતા ઉપર આ પત્રની અંદર બહુ સારો નિર્દેશ કર્યો છે.
મુમુક્ષુ - મુમુક્ષુપણામાં ધ્યેય બાંધ્યું મોક્ષનું અને સમ્યગ્દર્શન થયા પછી ધ્યેય છૂટી ગયું?
પૂજ્ય ભાઈશ્રી :- નહિ, ધ્યેય છૂટ્યું નથી. પણ ધ્યેયની જે દરકાર છે એમાં ફેર પડી ગયો. આમાં શું છે કે અનાદિનું પર્યાય ઉપર વજન છે. એ જ સ્થિતિમાં વજનનો વિષય બદલાય છે. એને પહેલું વહેલું પૂર્ણશુદ્ધિ ઉપર એનું વજન જાય છે. જેમ અનાદિથી જીવને પોતાના આરંભ પરિગ્રહ અને અનુકૂળતાઓના સંયોગ ઉપર વજન છે. સંયોગ ઉપરના વજનમાં ક્યાં પલ્ટો મારે છે કે દેવ-ગુરુ-શાસ્ત્રઉપર વયો જાય છે. એટલે પોતે જે આરંભ પરિગ્રહથી ભેગું કર્યું એનું સમર્પણ પણ ત્યાં કરવા માંડે છે. પછી જો કોઈ સપુરુષ, સદ્ગુરુમળી જાય છે તો એનું સર્વોત્કૃષ્ટપણું લાગે છે, સર્વસ્વ લાગે છે એટલે સંયોગમાં અને સંયોગમાં આટલો ફેર પડે છે. એમ પર્યાય ઉપરના વજનમાં અને પર્યાય ઉપરના વજનમાં પહેલોવહેલો ફેર શું પડે છે કે મારે પૂર્ણ શુદ્ધિ જોઈએ. પૂર્ણતાનું લક્ષ થાય છે. એના ગર્ભમાં આ સ્વભાવની શોધ રહેલી છે. એ જ્યાં સ્વભાવની શોધમાં જઈને સ્વભાવને શોધે છે ત્યારે એનું વજન ફરે છે. લક્ષ નથી ફરતું પણ વજન ફરે છે. નહિતરમુનિદશામાં પણ હું પામર છું એ વાત ક્યાંથી આવે?
મુનિ કહે-સાતમે ગુણસ્થાને કેવળજ્ઞાનની તળેટીમાં ઊભા છે એ હું પામર છું એ કિયાંથી લાવે છે? કે એને કેવળજ્ઞાનીની દશા સામે દેખાય છે. ભગવાનની સ્તુતિ કરતાં કરતાં કહે છે કે હું તો આપની પાસે પામર છું. એમ તીર્થંકરદેવને જોવે છે ત્યાં પોતાની પામરતા દેખાય છે. એટલે એ ખ્યાલમાં રહે છે. ભલે ગૌણ થઈ જાય છે અને ત્રિકાળી સ્વભાવ મુખ્ય થઈ જાય છે. અને દુનિયામાં એક વાત એવી છે કે જેની પાસે સો રૂપિયા એ મોટી વાત હોય એને હજાર આવે ત્યારે સો નાના થઈ જાય અને દસ હજાર આવે ત્યારે હજાર નાના થઈ જાય અને લાખ મળે ત્યારે દસ હજાર નાના લાગે. એ તો સીધી જ વાત છે. એમ અનંત કેવળજ્ઞાનનો કંદ પોતે છે એમ જ્યાં પત્તો લાગે ત્યારે એને કેવળજ્ઞાનનાનું લાગે. એતો સીધી સાદી વાત છે. એ રીતે. અહીં સુધી રાખીએ).