________________
પત્રાંક-૫૬૯
૨૯૭ છે, એમાંથી કાંઈ ખૂટતું નથી. હંમેશા એટલું ને એટલું રહે. એટલે મુમુક્ષને પણ એ સાધન છે.
યથાર્થપણે એની મુમુક્ષતા પૂર્ણતાને લક્ષે શરૂ થાય તો એને અહંપણું આવવાનો પ્રશ્ન છે જ નહિ. અને એમાંથી એ નિર્ણય ઉપર આવી જશે. પૂર્ણતાના લક્ષે આગળ વધેલો નિર્ણય ઉપર આવશે. જ્યાં નિર્ણય ઉપર આવશે ત્યાં એને અનંત ગુણની ખાણ જોવા મળશે. પછી તો એને કોઈ પર્યાયનો હિસાબ દેખાતો નથી.
પર્યાયનો હિસાબ કોણ માંડે છે જેને આ બેમાંથી એકેય વાતની ખબર નથી એ માંડે છે. કે હું આગળ વધ્યો. હું આગળ વધ્યો. હવે મને આટલો લાભ થયો... હવે મને આટલો લાભ થયો. હવે મને આટલો લાભ થયો... એ બધું કોણ કરે છે ? કે જેને પૂર્ણતાનું લક્ષ નથી અને જેને સ્વરૂપનું લક્ષ નથી એને આ ભૂલ થાય છે. અને એ ભૂલ થયા વિના રહે જ નહિ. એ પરિસ્થિતિ અનિવાર્ય છે. એટલે આ માર્ગની કેડી છે, માર્ગ તો હજી સમ્યગ્દર્શન થતાં શરૂ થશે, એ પણ ચોખ્ખી જ છે. કે આ રસ્તે ચાલો એટલે બીજી ગડબડ થવાનો પ્રશ્ન જ નથી. અને એ કેડી છોડીને ચાલે એટલે ગડબડ થયા વિના રહે નહિ. અટવાય,અટવાયને અટવાય જ.
જેટલું આત્મજ્ઞાન થાય તેટલી આત્મસમાધિ પ્રગટે.” જેટલું આત્મજ્ઞાન થાય એટલે કે આત્મજ્ઞાનમાં આત્મા વિજ્ઞાનઘન જેટલો થાય, એમ લેવું છે. જેટલો જ્ઞાનમાં તન્મય થાય એટલી આત્મસમાધિ પ્રગટે છે. આ મુખ્ય બોલ છે. ચારિત્રપ્રધાન જ્ઞાનનો બોલ છે. જેટલું આત્મજ્ઞાન, જ્ઞાનમાં પાછું આત્મજ્ઞાન કોઈને અધુરું થાય અને પૂરું થાય એવું નથી કાંઈ, પણ આત્મજ્ઞાન થયા પછી જેમ જેમ પોતાનો આત્મજ્ઞાનનો ભાવ વિશ થાય છે, નિર્મળ થાય છે અને ઘનિષ્ઠ થાય છે. એટલે Quality નથી બદલાતી. Quantity માં ફેર પડે છે. એ રીતે. એટલી એને આત્મસમાધિ પ્રગટે છે. આત્મસમાધિ એટલે આત્મશાંતિ પ્રગટે છે. અહીંયાં સમાધિ એટલે આત્માની શાંતિ અને પ્રગટે છે. અથવા આત્મજ્ઞાન જેટલું બળવાન છે એટલી આત્મશાંતિ પણ વિશેષ હોય છે.
કોઈ પણ તથારૂપ જોગને પામીને જીવને એક ક્ષણ પણ અંતર્ભેદજાગૃતિ થાય તો તેને મોક્ષ વિશેષ દૂર નથી.” શું કહેવું છે? આ એક આ પત્રની અંદર બહુ સારી વાત કરી છે. આ એક વાત કરી છે. અને બીજી વાત કરી છે આત્મજોગની વાત કરી છે. તથારૂપ જોગને પામીને. કોઈ પણ તથા રૂપ જોગને પામીને. એ જોગને આત્મજોગ શબ્દ કહ્યો છે. નીચે ત્રણ જગ્યાએ એ શબ્દ વાપર્યો છે. એક લીટી છોડીને પછી ત્રણ વખત એ શબ્દને વાપર્યો છે. જોગ એટલે યોગ. યોગ એટલે યોગ્યતા અહીંયાં એમ કહેવું છે. યોગ્યતા