________________
૨૯૬
રાજહૃદય ભાગ-૧૧
આત્મજ્ઞાન થયું તે છે. અને નહિ તો એ આત્મજ્ઞાન વગ૨ કાંઈપણ થાય તો એનું અહંપણું આવ્યા વિના રહે નહિ.
એ ચર્ચા આપણે અનેકવાર કરીએ છીએ કે લક્ષ બે પ્રકારના છે. એક પોતાના ત્રિકાળી સ્વરૂપનું લક્ષ છે. એક પૂર્ણ જે દશાએ પહોંચવું છે એનું લક્ષ છે. તો જ્યાં સુધી નિર્ણયના કાળમાં ભાવભાસન થઈને આત્મસ્વરૂપનું લક્ષ ન થાય એ પહેલા મુમુક્ષુએ પૂર્ણતાનું લક્ષ કે પૂર્ણ શુદ્ધિનું લક્ષ બાંધેલું હોવું જોઈએ. એ લક્ષે જો આગળ વધતો હોય તો એને મારે ઘણું બાકી છે એ વાત ઊભી રહે છે. મારે હજી ઘણું બાકી છે. પૂર્ણ થવામાં મારે ઘણું બાકી છે. હજી અનંતમા ભાગે પણ મારી દશામાં કાંઈ ઠેકાણું નથી એમ એને લાગ્યા ક૨શે. કેમકે બારમા ગુણસ્થાન સુધીનું જ્ઞાન અનંતમા ભાગે છે. તેરમા ગુણસ્થાને કેવળજ્ઞાન અનંતજ્ઞાન પ્રગટે છે પણ બારમા ગુણસ્થાને શ્રુતજ્ઞાનની શું સ્થિતિ છે ? કે બાર અંગનું જ્ઞાન હોય. એટલે ? ચૌદ પૂર્વનું કે અગિયાર અંગ અને ચૌદ પૂર્વનું જ્ઞાન હોય તોપણ અનંતમા ભાગે છે. ગણધરદેવનું જ્ઞાન કેટલામા ભાગે કેવળી પાસે ? કે કેવળજ્ઞાની તીર્થંકર પાસે અનંતમા ભાગે છે. ભગવાનની સભામાં સર્વોત્કૃષ્ટ તો ગણધર છે. તેથી તો આગળ કોઈ નથી. બીજા આચાર્યો હોય છે પણ આ ગણધર છે એ મુખ્ય આચાર્ય છે. એ આચાર્યની જ પદવી છે પણ મુખ્ય છે.
મુમુક્ષુ :– ચાર જ્ઞાન હોય છે. મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય.
=
પૂજ્ય ભાઈશ્રી :– હા. મન:પર્યય (મળીને) ચાર જ્ઞાન હોય છે અને ચૌદપૂર્વની રચના અંતર્મુહૂર્તમાં કરે એટલો લબ્ધિયુક્ત ક્ષયોપશમ હોય છે. જ્ઞાનની લબ્ધિવાળો ક્ષયોપશમ હોય છે. એટલે ચાર જ્ઞાન અને લબ્ધિવાળું જ્ઞાન પાછું. આટલું ગણધરને જ્ઞાન હોય તોપણ કેવળજ્ઞાન પાસે કેટલામા ભાગે છે ? કરોડમા ભાગે નહિ, અબજના ભાગે નહિ અનંતમા ભાગે છે. એટલે જેને પૂર્ણતાનું, પૂર્ણ શુદ્ધિનું, પૂર્ણ પર્યાયનું લક્ષ છે એને પણ અભિમાન નહિ થાય અને જેને સ્વરૂપલક્ષ છે એને પણ નહિ થાય. કેમકે કેવળજ્ઞાન એની પાસે અનંતમા ભાગે છે. એક જ્ઞાનગુણ પાસે કેવળજ્ઞાનની પર્યાય છે એ જ્ઞાનશક્તિ પાસે કેટલામાં ભાગે છે ? કે અનંતમા ભાગે છે. કેમકે એવી અનંત કેવળજ્ઞાનની પર્યાય એમાંથી નીકળે છે. એટલો કેવળજ્ઞાનનો પ્રવાહ બહાર આવે, જ્ઞાનનો પ્રવાહ જ્ઞાનગુણમાંથી બહાર આવે તોપણ એટલું ને એટલું કેવળજ્ઞાન રહે. એમાંથી કાંઈ ઓછું ન થાય. અક્ષયપાત્ર છે. ખરેખર તો અક્ષયપાત્ર અહીંથી નીકળ્યું છે. પછી આ લબ્ધિ-ફબ્ધિમાં બધું બહા૨માં જે થાય છે એ બધી કેટલીક કહેવામાત્ર વાત છે. કેટલીક લબ્ધિ પણ છે. બાકી મૂળ આ લબ્ધિ છે. આત્મલબ્ધિ છે કે જે અક્ષયપાત્ર