________________
૨૯૪
રાજહૃદય ભાગ-૧૧
મરણનો અને દુઃખો આવી પડવાનો ? કે જેને આત્મહિતની જાગૃતિ નથી તેને. આત્મહિતમાં જે જાગૃત છે, સ્વરૂપને વિષે જે જાગૃત છે એને કોઈ ભય નથી. મોહનિદ્રાનો જે વિષય લીધો છે ને ? આ ગ્રંથનું પહેલું વચન એ છે. પહેલામાં પહેલું. સત્તર વર્ષ પહેલા એમણે ક્યાંથી શરૂઆત કરી છે આ વાત લખવાની. સત્તરમાં વર્ષ પહેલા. એના જે પદ પૂરા થાય છે. પછી બીજો પાઠ. શરૂઆત કરી છે એમણે પુષ્પમાળા લખવાની. સુવાક્યોના પુષ્પો. પુષ્પમાંથી સુગંધ આવે આમાં સુખની સુગંધ આવે, એમ કહેવું છે.
રાત્રિ વ્યતિક્રમી ગઈ, પ્રભાત થયું, નિદ્રાથી મુક્ત થયા. ભાવનિદ્રા ટળવાનો પ્રયત્ન કરજો.’ આ ભાવનિદ્રા કહો કે મોહનિદ્રા કહો, બંને એકાર્થ છે. સત્તરમા વર્ષ પહેલા આ વાત કરી છે. ‘રાત્રિ વ્યતિક્રમી ગઈ...’ એટલે આ નહિ. અંધારું પૂરું થયું અને પ્રભાત થયો એટલે સૂર્ય ઊગ્યો એ વાત નથી. આત્મહિતમાં જે જાગૃત થયો, એને પ્રભાત થયું. જેણે મોહનિદ્રાનો નાશ કર્યો એને નિદ્રાથી મુક્તિ થઈ, અને જેને એ નિદ્રા ન ઊડી હોય એણે એ નિદ્રા ટાળવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ વચનથી શરૂઆત કરી છે-નિદ્રાથી. આ ગ્રંથ લખવાની શરૂઆત જ અહીંથી થઈ છે.
સર્વ પદાર્થનું સ્વરૂપ જાણવાનો હેતુ માત્ર એક આત્મજ્ઞાન કરવું એ છે.’ હવે શું કહે છે ? કે જ્યાં આત્માનો વિચાર થાય છે ત્યાં નવે તત્ત્વની વાત આવે છે. નવ તત્ત્વમાં અનેક પ્રકારે વિસ્તાર આવે છે. પદાર્થ એટલે નવ પદાર્થ લ્યોને. સર્વ પદાર્થમાં નવ પદાર્થમાં બધા પદાર્થ આવી જાય છે. પછી બધા એના ભેદ-પ્રભેદ છે. એટલે સર્વ પદાર્થનું સ્વરૂપ જાણવાનો હેતુ...’ જાણવાનું કારણ માત્ર એક આત્મજ્ઞાન...’ની પ્રાપ્તિ કરવી એટલું જ છે. પોતાના કાર્ય સાથે શું હેતુથી પોતે કાર્ય કરે છે ? શું કારણથી પોતે આ કાર્ય શરૂ કર્યું છે એ સાથે મેળવવું છે. એટલે માત્ર કુતૂહલવૃત્તિથી આ વાત જાણવા મળે છે એવી અહીંયાં કોઈ વાત હોવી જોઈએ નહિ. એમ એમાં આવી જાય છે.
સામાન્ય રીતે જે જ્ઞાનમાં-પરલક્ષીજ્ઞાનમાં ૫૨ પદાર્થ તરફની રુચિ સહિત જે પરલક્ષીજ્ઞાન કામ કરે છે એમાં એક કુતૂહલવૃત્તિ હોય છે. એ અન્ય પદાર્થની રુચિને સૂચવે છે. જ્ઞાનનું ઘણું જાણવું, જુદું જુદું જાણવાનો જે કૂતૂહલભાવ છે એ કુતૂહલ આત્માને છોડીને જે કાંઈ બીજું જાણવું છે એ બધુ કુતૂહલ પર વિષયમાં અને પરલક્ષીજ્ઞાનમાં જાય છે. એ પ્રકારથી છૂટી જવું જોઈએ, એ પ્રકાર નહિ હોવો જોઈએ.
સર્વ પદાર્થનું સ્વરૂપ જાણવાનો હેતુ માત્ર એક આત્મજ્ઞાન કરવું એ છે. જો આત્મજ્ઞાન ન થાય તો સર્વ પદાર્થના જ્ઞાનનું નિષ્ફળપણું છે.’ ભલે ગમે તેટલા શાસ્ત્રો