________________
૨૯૭
પત્રાંક-પ૬૯ આવી પડે એ તો આવી પડે. પૂર્વકર્મ હોય તો કાંઈક આપત્તિ આવે, વિપત્તિ આવે, અનુકૂળતાઓ આવેપ્રતિકૂળતાઓ આવે. બધું આવે. પણ આવે એથી શું? પોતાને કેટલો રસ છે? એના ઉપર બધો આધાર છે.
આત્મવિચાર થવાથી આત્મજ્ઞાન થાય છે; અને આત્મજ્ઞાનથી નિજસ્વભાવસ્વરૂપ, સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી રહિત એવો મોક્ષ થાય છે; એ વાત કેવળ સત્ય છે. આત્મજ્ઞાનથી મોક્ષ થાય છે. મોક્ષના વિશેષણ લીધા છે, કે નિજસ્વભાવસ્વરૂપ, સર્વક્લેશ અને સર્વદુઃખથી રહિત...” એટલે સ્વભાવમાં દુઃખ નથી, ક્લેશ નથી એ વાત પણ એમાં આવી જાય છે. અથવા સ્વભાવરૂપી પરિણામ છે. અને જેમાં કાંઈ દુઃખ અને કાંઈ ક્લેશ નથી. એવી જે સંપૂર્ણ દુઃખરહિત અને અનંત સુખસહિતની દશા એને મોક્ષ કહેવામાં આવે છે.
મોક્ષ એટલે દુઃખથી મુક્તિ. એટલું લેવું. મુક્તિ ખરી પણ શેનાથી ? કે દુઃખથી મુક્તિ, કેવા પ્રકારના દુઃખથી મુક્તિ? કે સર્વ પ્રકારના દુઃખથી. કોઈ પ્રકાર બાકી રહેતો નથી. “એ વાત કેવળ સત્ય છે. અને એ વાત ખરેખર સત્ય છે. એમાં કોઈ સંશય થાય એવી વાત નથી.
જે જીવો મોહનિદ્રામાં સૂતા છે તે અમુનિ છે. આ જગતમાં તો દીક્ષા લે અને ત્યાગ કરે એને મુનિ કહેવામાં આવે છે. તો (અહીંયાં) કહે છે, જેને હજી દર્શનમોહ મટ્યો નથી તેને મોહરૂપી નિદ્રા છે. જેમ નિદ્રામાં માણસને પોતાના શરીરનો ખ્યાલ રહેતો નથી. ભૂલી જાય છે કે હું ક્યાં છું, કોણ છું. એ બધું જેમ ભૂલી જાય છે એમ મોહની અંદર પણ આત્મા પોતાની જાતને ભૂલે છે. વિસ્મરણ કરી જાય છે. જે જીવો મોહનિદ્રામાં સૂતા છે તે અમુનિ છે;” ભલે મુનિના વેષમાં હોય તો પણ તે અમુનિ છે. મુનિ નથી.
મુનિ તો નિરંતર આત્મવિચારે કરી મુનિ તો જાગૃત રહે;” આત્મા છું, જ્ઞાનસ્વરૂપી હું માત્ર આત્મા છું. દેહાદિ અને રાગાદિ હું નથી. એવી જેની જેને જાગૃતિ વર્તે છે. ખરેખર તો તે મુનિ છે. “આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ જોય.” એમ કહ્યું. “બાકી કુળગુરુ કલ્પના, આત્માર્થી નહિ કોઈ'. એ રીતે મુનિ છે એ તો આત્મામાં જાગૃત છે.
પ્રમાદીને સર્વથા ભય છે, અપ્રમાદીને કોઈ રીતે ભય નથી, એમ શ્રી જિને કહ્યું છે.” પ્રમાદી એટલે જે આત્મકાર્યમાં સાવધાન નથી, આત્મહિતમાં જે જાગૃત નથી તે બધા પ્રમાદિછે. આત્મહિતમાં જેટલી જાગૃતિ છે તેટલો અપ્રમાદ છે. કોને ભય છે જન્મ