________________
૨૯૧
પત્રાંક-૫૬૯
પૂજ્ય ભાઈશ્રી:- હા. તો એને એટલી અસર ન થાય. અસત્સંગ પછી પૂર્વકર્મને લઈને ઊભો રહે. જેમકે કુટુંબ-પરિવારનો ક્યાંથી જલ્દી ત્યાગ કરશે ? આજીવિકાનો સવાલ હશે તો વ્યવસાયનો ક્યાંથી ત્યાગ કરશે? પણ રસપણે પ્રવર્તે અને નિરસપણે પ્રવર્તે એમાં પૂર્વ-પશ્ચિમનો ફેર છે. ખરેખર એ સંયોગો આત્માને નુકસાન નથી કરતા. પણ એ સંયોગો પ્રત્યેનો રસ આત્માને નુકસાન કરે છે. મૂળ વાત તો એમ છે. એ સંયોગો તો સર્વથા ભિન્ન છે. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ ચતુષ્ટયથી ભિન્ન ભિન્ન છે. એને લઈને કોઈ નુકસાન નથીજો એને લઈને નુકસાન હોત તો એ નુકસાનમાંથી કોઈ છૂટી જ ન શકે. એ પરિસ્થિતિ ઊભી થાય. એવું નથી. ચતુર્થ ગુણસ્થાનમાં અથવા કોઈ વખતે તો પ્રતિકૂળતા વધે તેવા સંયોગ હોય અથવા અનુકૂળતામાં રાગ વધે એવા સંયોગો પણ ઊભા થાય. એમની એ જ પરિસ્થિતિ છે. આર્થિક સ્થિતિ વેપાર કરતા વધારે સારી થઈ, તો એમનો મોહ વધવો જોઈતો હતો. એના બદલે ત્રણ વર્ષે કંટાળી ગયા છે. સંયોગો ઉપરનું નિરસપણું છે કે રસપણું છે? આ જગ્યાએ પોતાને લક્ષ હોવું જોઈએ. એ વાત ખ્યાલમાં હોવી જોઈએ.
મુમુક્ષુ:- રસ એટલે ચાહના?
પૂજ્ય ભાઈશ્રી :- ચાહના પણ છે અને રસ એટલે જેમાં સમય વ્યતીત થાય તોપણ ખબર ન પડે એવા પરિણામ થઈ જાય છે.
મુમુક્ષુ-વાસના. પૂજ્ય ભાઈશ્રી - વાસના છે, એકાગ્રતા છે. એના ઘણા ચિહ્યો છે. જ્યાં સમય વ્યતીત થાય તોપણ ખબર ન પડે એને તરસ કહેવાય છે). માણસ આ ટીવી જોવે છે, સિનેમા જોવે છે. ત્રણ કલાક અમથા બેસાડે જોઈ. કોઈ બેસી રહે? કંટાળી જાય કે ન કંટાળી જાય? અહીંયાં એક કલાકમાં થાક લાગે કેન લાગે ? ત્યાં ત્રણ કલાકમાં ખબરન પડે કે ક્યાં ત્રણ કલાક વયા ગયા. કેમ? રસ છે, રુચિ છે. રુચિ પકડાય એવી છે. અને અવલોકન કરે તો રસ ન પકડાય એવો વિષય નથી. શબ્દનો અર્થ સમજવો નથી પણ શબ્દનો ભાવ સમજવો છે. રસનો અર્થ શું એ નથી સમજવું, રસનો ભાવ જો આપણે સમજીએ તો આપણે આપણા પરિણામને તપાસીએ એટલે તરત જ ખબર પડે. પરિણામ ઉપર તપાસ રાખીએ એટલે તરત જ ખબર પડે કે રસ ક્યાં જાય છે? રસ ન સમજાય એવું કાંઈ નથી.
મુમુક્ષુ - સાંભળતા સાંભળતા ક્યાં ને ક્યાં વિચાર વયા જાય. પૂજ્ય ભાઈશ્રી :- હા. એ રસ વગર જાય છે ? વેપારી ભાષામાં રસ શબ્દનો