________________
રાજહંય ભાગ-૧૧
૨૯૦ અસતનું બળ વધે તો સતનું બળ ઘટે. આપોઆપ જ છે એ તો.
એટલે અહીંયાં કહ્યું કે “આરંભ પરિગ્રહનું અલ્પત કરવાથી અસત્રસંગનું બળ ઘટે છે. એ બહુ ચોખી વાત છે. કેમકે જે પરિણામબળ છે એની અંદર ક્યો રસ તીવ્ર છે? સંયોગ બાજુનો છે કે આત્મા બાજુનો છે? આત્માનો વિચાર તો કર્યો. પણ રસ કેટલો છે?
એ અસત્યસંગનું બળ ઘટવા માટે અથવા એ પરિણામનું બળ ઘટવા માટે સત્સંગનો આશ્રય વિશેષ વિશેષ બાહ્ય નિમિત્ત છે. અંતરંગમાં પોતાની સત્સંગ કરવાની ભાવના છે પણ બાહ્ય નિમિત્ત છે એ સત્સંગ છે કે જેના આશ્રયથી અસત્સંગનું બળ ઘટે છે. કેમકે વારંવાર એમાં એ વાત આવે છે, કે તું આત્મકાર્યને મુખ્ય કર, બીજું બધું ગૌણ કર. આત્મકાર્યને મુખ્યકર, બીજું બધું ગૌણ કર. એના ન્યાયો આવે છે. બીજું બધું ગૌણ કરવામાં એ પણ વાત છે કે નવા કર્મબંધન નહિ થાય. બીજું, બીજું મુખ્ય કરવા જતાં પણ પૂર્વકર્મ અનુસાર જ બનવાનું છે. તારા વર્તમાન પ્રયત્ન અનુસાર કાંઈ બનવાનું છે એ વાત નથી. આ વાત પણ સાફ છે. તો નિરર્થક એમાં પ્રયત્ન કરીને નવા કર્મ બાંધવા એના કરતા જેપરિણામબળ છે એને પોતાના હિતાર્થે ઉપયોગ કરવો એ શું ખોટું છે? આમ સત્સંગની અંદર આ વિષયની સુગમતા, સરળતા એ બધું સમજાય છે અને આપોઆપ જ એ સમજણથી સંયોગ પ્રત્યેના પરિણામનું બળ ઘટે છે અને આત્મવિચારનું બળ વધે છે.
અસત્સંગનું બળ ઘટવાથી આત્મવિચાર થવાનો અવકાશ પ્રાપ્ત થાય છે. એટલે આત્માનું જે મૂળ સ્વરૂપ છે, જેનો એ વિચાર કરે, એ તત્ત્વજ્ઞાનનો વિષય છે. જ્ઞાનના ઊંડાણનો વિષય છે. એટલે એના માટે જે અવકાશ જોઈએ એ અવકાશ પરિણામની અંદર પ્રાપ્ત થાય છે. અવકાશ એટલે ખાલી જગ્યા.
મુમુક્ષુ -અસત્સંગનું બળ ઘટવા માટે એનો પરિચય ઓછો કરવો?
પૂજ્ય ભાઈશ્રી – પરિચય અને રસ પરિણામનું બળ પરિણામના રસમાં છે. આપણે આ વાત ઘણીવાર કરી છે કે પરિણામનું બળ કયાં છે જ્યાં પરિણામનો રસ છે ત્યાં પરિણામનું બળ છે. એટલે દર્શનમોહનો અનુભાગ તોડવાની વાત ચાલે છે ને? રસની અંદર બળ છે. પછી દર્શનમોહનો હોય, ચારિત્રમોહનો હોય, કોઈ કષાયનો હોય કે અકષાયનો પરિણામ હોય, પણ એ સંબંધીનો રસ છે એમાં એનું બળ છે. પરિણામનું બળ પરિણામના રસની જગ્યાએ રહેલું છે. બીજે ક્યાંય નથી. એટલે...
મુમુક્ષુ-રસ ઘટે તો અસત્સંગમાં તો જીવ ઊભો હોય.