________________
૨૯૨
રાજહૃદય ભાગ-૧૧ ઉપયોગ થાય છે. કોઈ માલ વેચવાનો હોય કે ખરીદવાનો હોય, હોલસેલમાં તો વચમાં દલાલ લોકો કામ કરતા હોય છે. સીધે સીધું કોઈ કામ ન ઉતરે. દલાલને પૂછવાની પદ્ધતિ એવી છે, ભાઈ ! આટલો માલ છે તમને કાંઈ લેવામાં રસ છે ? કે વેચવામાં રસ છે ? મારી પાસે ખરીદી છે. તમારી પાસેનો માલ વેચવામાં અત્યારે રસ છે ? કે તમારે માલ લેવામાં રસ છે ? મારી પાસે આ જાતનો સોદો ઊભો છે. એ જે લેવાની કે ખરીદવાની યાચના કરે છે એમાં પહેલો રસ પૂછે છે. વેપારી ભાષામાં એ શબ્દપ્રયોગ થાય છે. તમને રસ છે ? એમ પૂછે. એટલે તમે એ કામ કરવા માગો છો ? ખરેખર કરવા માગો છો ? એમ. એ પહેલા પૂછી લે. પછી આપણે વાત ચલાવીએ. ભાવની વાત પછી કરીએ.
મુમુક્ષુ :– સોદામાં ૨સ છે ?
પૂજ્ય ભાઈશ્રી :– શું પૂછે છે ? તમને આ સોદામાં રસ છે ? એમ પૂછે છે કે નહિ ? અથવા Interest છે ? એમ પૂછે તો એકની એક વાત છે. અંગ્રેજી-ગુજરાતી સિવાય બીજો કોઈ ફેર નથી.
એટલે અસત્સંગનું બળ ઘટવાથી એમ લઈએ તો ત્યાં એનો રસ ઘટવાથી આત્મવિચાર થવાનો અવકાશ પ્રાપ્ત થાય છે. નહિતર એ બળ છે એ આત્માના વિચારને ત્યાં સ્થાન આપતો નથી. અવકાશ ન હોય એટલે બેસવાની જગ્યા નથી. એટલે ત્યાં એને સ્થાન નથી મળતું. વિચાર આવી જાય છે. અદ્ધર અદ્ધરથી ચાલ્યો જાય
છે.
મુમુક્ષુ :– આરંભ પરિગ્રહમાં તો બધું જ આવી ગયું.
પૂજ્ય ભાઈશ્રી :– આવી જાય છે. બધું આવી જાય છે. પોતાના આત્મા સિવાયનું બધું આવી જાય છે. પહેલા એ વિચારવા જેવું છે, કે એનાથી આત્માને શાંતિ છે કે અશાંતિ છે ? અને પોતાને શું જોઈએ છે ? આત્મશાંતિ જોઈએ છે ? કે આત્મશાંતિ નથી જોઈતી ? અને બીજું કાંઈક જોઈએ છે ? બસ, આટલું પૂછીને અંદર નક્કી કરીને આગળ ચાલવું.
મુમુક્ષુ :– માથે કામ આવી પડ્યું હોય...
પૂજ્ય ભાઈશ્રી :– કામ જો માથે આવી પડ્યું, કામ જો માથે આવી પડ્યું હોય તો એ તો પરાણે કરવાનું છે ને ? કે રસથી ક૨વાનું છે ? આવી પડે એ તો પરાણે કરવું પડે. અહીં તો એટલી વાત છે કે તું રસથી કરે છે કે આવી પડેલું પરાણે કરે છે ? એટલી વાત છે. પરાણે કરે એમાં એટલું નુકસાન નથી. પણ રસથી ક૨ તો પૂરેપૂરું નુકસાન છે. એટલે