________________
પત્રક-૫૬૯
૨૯૫
જાણતો હોય પણ આત્મજ્ઞાન ન થાય તો એ બધું જાણવું એનું નિષ્ફળ છે. એટલે પહેલામાં પહેલું અહીંયાં નક્કી કરવું પડે છે, કે જ્ઞાન છે, એમ નહિ. આત્મજ્ઞાન સહિતનું જ્ઞાન છે ? જેટલા લેખકો હોય છે અને જેટલા વક્તાઓ હોય છે એ વક્તવ્ય દ્વારા કે પોતાના લેખ દ્વારા પોતાના જ્ઞાનને વ્યક્ત કરે છે અથવા પ્રદર્શિત કરે છે. તો કહે એ જ્ઞાન ખરું ? કે આત્મજ્ઞાન હોય તો જ્ઞાન છે, આત્મજ્ઞાન ન હોય તો એ બધું અજ્ઞાનમાં જાય છે. પછી અંગ પૂર્વનું જ્ઞાન હોય તોપણ એ બધું અજ્ઞાનમાં જાય છે.
જો આત્મજ્ઞાન ન થાય તો સર્વ પદાર્થના જ્ઞાનનું નિષ્ફળપણું છે.' એ બધું જાણ્યું એ ફોક છે. જેટલું જાણ્યું એટલું બધું ફોક થાય છે. અથવા નિરર્થક જાય છે. અથવા તો મને જ્ઞાન થયું છે એવા પ્રકારનું એક દુષ્ટ અભિમાન થાય છે. દુષ્ટ એટલા માટે એને કહેવાય છે કે એક અવગુણનું કા૨ણ થાય છે. અભિમાન હોય તો અવગુણનું કારણ થાય છે. એને લઈને પણ એને નુકસાન છે, એ જ્ઞાનથી લાભ બિલકુલ નથી. એ વાત જૈનશાસ્ત્રમાં જ છે. શાસ્ત્રનું જ્ઞાન હોય છતાં અવગુણ પણ થાય અને ગુણ પણ થાય. શાસ્ત્રનું શાસ્ત્ર અનુસાર જ્ઞાન હોય અને અવગુણ કેવી રીતે થાય ? જેમ શાસ્ત્ર કહે છે એમ જ એ કહે છે. તો કહે છે, આત્મજ્ઞાન નથી ત્યાં એને અવગુણનું કા૨ણ થયા વિના રહેશે નહિ.
નિયમ એવો છે કે માણસ જે કાંઈ વિષયનો અભ્યાસ કરે એ વિષયમાં એનો ઉઘાડ વધે, જ્ઞાનનો ક્ષયોપશમ અથવા જ્ઞાનનો ઉઘાડ વધે છે. હવે જે જીવો શાસ્ત્ર વાંચશે એને શાસ્ત્રસંબંધીનો જ્ઞાનનો ક્ષયોપશમ વધશે, ઉઘાડ વધશે. તો સાથે સાથે પરલક્ષીજ્ઞાનમાં ઉઘાડ વધે અને અભિમાન ન થાય, એ બને નહિ. એક આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય તો જ એને ઉઘાડ ગૌણ થાય. કેમકે આત્મજ્ઞાનમાં દ્રવ્યદૃષ્ટિ છે. દ્રવ્યદૃષ્ટિ સહિત આત્મજ્ઞાન થાય છે અને અનાદિની પર્યાયસૃષ્ટિનો નાશ થાય છે. એટલે પર્યાયમાં જે ઉઘાડ થયો એ ગૌણ થઈ જશે. સ્વરૂપ જે આત્મસ્વરૂપ છે એમાં જ્ઞાનની શક્તિ છે એ જ્ઞાનની શક્તિ પાસે તો કેવળજ્ઞાનની પર્યાય પણ અનંતમા ભાગે છે. તો છદ્મસ્થના ઉઘાડનો કચાં પત્તો લાગે એવું છે. એનો તો પત્તો જ નથી લાગે એવું. એટલું બધું એ અલ્પ છે. એવું પોતાનું અનંત જ્ઞાનમય સ્વરૂપ જેને દૃષ્ટિમાં છે એને કોઈપણ પર્યાય વિષયક અહંભાવ થતો નથી. આ એક આત્મજ્ઞાનનો ગુણ છે, કે જેને પોતાની પર્યાયનો ગમે તેટલો વિકાસ થાય, જ્ઞાનગુણનો વિકાસ થાય, ચારિત્રગુણનો વિકાસ થાય, પુરુષાર્થનો વિકાસ થાય, આનંદ અને શાંતિ વધે, ગમે તેટલો વિકાસ થાય તોપણ કોઈપણ પોતાની અવસ્થાનો અહંભાવ ન થાય. એનું કારણ મૂળમાં, પ્રારંભમાં