________________
પત્રાંક-૫૬૮
૨૬૯
તા. ૨૫-૧૧-૧૯૯૦, પત્રાંક – પ૬૮, ૫૬૯
પ્રવચન નં. ૨૬૦
શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત, પત્ર-પ૬ ૮ચાલે છે. પાનું-૪૫૧.
કોઈ પણ જીવને અવિનાશી દેહની પ્રાપ્તિ થઈ એમ દીઠું નથી, જાણ્યું નથી તથા સંભવતું નથી.” એવો પ્રત્યક્ષ નિસંશય અનુભવ છે. “મૃત્યુનું આવવું અવશ્ય છે....” દેહનું છૂટવું અવશય છે “એવો પ્રત્યક્ષ નિઃસંશય અનુભવ છે, તેમ છતાં પણ આ જીવ તે વાત ફરી ફરી ભૂલી જાય છે એ મોટું આશ્ચર્ય છે. દેહ છૂટવાનો છે એ ભૂલી જાય છે. એની સાથે સાથે દેહ છે ત્યાં સુધીમાં આત્મહિત કરી લેવું જોઈએ એ વાત પણ ભૂલી જાય છે. મૃત્યુને ભૂલે છે એનો અર્થ એ છે, કે દેહ છૂટે એ પહેલા મારું આત્મહિત નહિ થાય તો આવી તક, મનુષ્ય દેહ પ્રાપ્ત થાય એવી જ ઉજળી તક છે, જેમાં સુલભપણે બોધને અંગીકાર કરી શકાય એવી જે પરિસ્થિતિ છે એ તક મને અનંત કાળ સુધી કદાચ નહિ મળે. એ વાત આ જીવ ભૂલી જાય છે. મૃત્યુને ભૂલે છે એનો અર્થ આ છે.
બીજું, કે આત્મહિત સિવાયના જે કાંઈ કાર્યો છે, એ કાર્યોને એ એટલું મહત્ત્વ આપે છે, કે જે કાર્યો ખરેખર એના પોતાની ઉપસ્થિતિમાં પણ રહેવાના નથી કે એને કામમાં આવવાના નથી. એની તો સ્થિતિ થઈ જવાની છે. પોતાની જ્યાં ઉપસ્થિતિ જ નથી રહેવાની ત્યાં પછી જે-તે કાર્યો કરીને કે લંબાવીને કે લાંબા ગાળાની યોજનાઓ કરીને એનો શું અર્થ? પોતાને જે ચીજ કામમાં આવવાની નથી એનો શું અર્થ છે? કામમાં તો આવવાની નથી પણ પોતાને એવા અનિષ્ટ કર્મોના બંધનમાં એ યોજનાઓથી પડવાનું છે કે એને ભવિષ્યમાં બહુ મોટું દુઃખ અને નુકસાનનું કારણ થાય. એવી પરિસ્થિતિ પોતે સર્જે છે. એવું બધું એ ભૂલી જાય છે.
મૃત્યુ અવશય આવવું છે તેમ છતાં એ વાત ફરી ફરીને ભૂલી જાય છે. એમાં આ થઈ ગયું છે. તે એક આશ્ચર્યકારી વાત છે. કે જે વાત નજરે દેખાય છે, સર્વસાધારણ રીતે બધાને અનુભવગોચર છે. એમાં કાંઈ શંકા કરે કામ આવે એવું નથી. એ રીતે અનિયમિતપણે ગમે ત્યારે દેહત્યાગ થવાનો પ્રસંગ ઊભો છે અને એ પ્રસંગ ઉત્પન્ન થાય એ પહેલા મારે ભવિષ્ય સુધારી લેવું. વર્તમાન સુધારી લેવું એટલું જ નહિ પણ