________________
૨૭૨
રાજહૃદય ભાગ-૧૧ અંધારું અને અજવાળું એકસાથે રહે નહિ.
શ્રી જિનનો એવો અભિપ્રાય છે, કે પ્રત્યેક દ્રવ્ય અનંત પર્યાયવાળું છે.' પછી અહીંથી વિષય બદલે છે. દ્રવ્યાનુયોગનો થોડોક સિદ્ધાંત લીધો છે. કે “શ્રી જિનનો એવો અભિપ્રાય છે, કે પ્રત્યેકદ્રવ્ય અનંત પર્યાયવાળું છે. પછી પરમાણુ હોય કે જીવ હોય. જીવને અનંતા પર્યાય છે અને પરમાણુને પણ અનંતા પર્યાય છે. જીવ ચેતન હોવાથી તેના પયય પણ ચેતન છે....” ચેતનદ્રવ્યના પર્યાયો ચેતન હોય છે. પરમાણુ અચેતન હોવાથી તેના પર્યાય પણ અચેતન છે. ચેતનદ્રવ્યને ચેતન પર્યાય હોય, અચેતનદ્રવ્યને અચેતન પર્યાય હોય. પણ છે અનંત પર્યાય. ક્રમે ક્રમે થતાં.
જીવના પર્યાય અચેતન નથી અને પરમાણુના પર્યાય સચેતન નથી, એટલે કે શરીરની પર્યાય સચેતન નથી. એમ કહીને એમ કહેવું છે કે શરીરની પર્યાય સચેતન નથી. જીવ અને શરીરનો પરસ્પર સંયોગ છૂટો પડે ત્યારે શરીર અચેતન થઈ જાય અને ત્યાં સુધી શરીરમાં ચેતન છે, એમ ખરેખર નથી. શરીર અને ચેતનનો સંયોગ છે. શરીરમાં તો ચેતન ક્યારે પણ નથી. એટલે જ્ઞાનીઓ તો પોતાના સંયોગમાં રહેલા દેહને પણ અચેતનપણે જ જોવે છે, સચેતનપણે જોતા નથી, એમ કહેવું છે.
“જીવ ચેતન હોવાથી તેના પર્યાય પણ ચેતન છે, અને પરમાણુ અચેતન હોવાથી તેના પર્યાય પણ અચેતન છે, જીવના પર્યાય અચેતન નથી અને પરમાણુના પર્યાય સચેતન નથી,... જીવ શરીરરૂપે થયો નથી. શરીર જીવરૂપે થયું નથી. સંયોગ છે ત્યારે પણ દૂધમાં પાણી નાખ્યું હોય તોપણ પાણી દૂધરૂપે થયું નથી. દૂધ પાણી રૂપે થયું નથી. બની શકે નહિ. “એવો શ્રી જિને નિશ્ચય કર્યો છે અને તેમ જ યોગ્ય છે...” એવો જિનેન્દ્રદેવનો, જિનેશ્વરનો એ નિર્ણય છે અને એ યોગ્ય જ લાગે છે. એમાં કાંઈ શંકા લાગતી નથી. કેમકે પ્રત્યક્ષ પદાર્થનું સ્વરૂપ પણ વિચારતાં તેવું ભાસે છે. વિચારતાં પ્રત્યક્ષપણે પદાર્થનું સ્વરૂપ એવું લાગે છે. તો પછી એમાં બીજો તર્ક અને અનુમાન લગાવવાની જરૂર નથી. તર્ક વિતર્કમાં જવાની જરૂર નથી. જ્યારે પ્રત્યક્ષ જ પ્રતીતિ આવે છે પછી એનો તર્ક શું કરવો? એમ કહે છે. એ જડ-ચેતનના પર્યાય સંબંધીનો કાંઈ પ્રશ્ન ચાલ્યો હશે એનો ઉત્તર આપ્યો છે.
જીવ વિષે, પ્રદેશ વિષે, એટલે એના ક્ષેત્ર વિષે. પર્યાય વિષે, તથા સંખ્યાત, અસંખ્યાત, અનંત આદિ વિષેનો...” એ સંખ્યાનો વિષય છે. આદિ વિષેનો યથાશક્તિ વિચાર કરવો.” જેટલો ઉઘાડ હોય અને પોતાની યોગ્યતા હોય એટલો યથાશક્તિ